________________
૧૮)
સત્તનત કા
[પ્ર.
સિકંદરી' નેધે છે.• મુહમ્મદાબાદનું નગર-આયોજન સ્વાભાવિક રીતે અમદાવાદના આયોજનને અનુસરે છે, પરંતુ ફરક એટલે છે કે અમદાવાદ સાબરમતી નદીના ખોળામાં છે ને ચાંપાનેર પાવાગઢની તળેટીના. આ પ્રકારના પર્વતની ખીણમાં વસાવાતા નગરને સ્નારું કહેવામાં આવે છે. મહમૂદ જેવા મહાન વિજેતાને પણ નગરને સુરક્ષિત રાખવા કેટ બંધાવે પડયો હતો.
નગર-આયોજનની દષ્ટિએ કિલો અને અંદરના રાજમહાલય નગરનું કેંદ્ર છે. એની પાસેની જુમ્મા મજિદ મક્કાની મસ્જિદના જેવી સાત મિડરાબવાળી મસ્જિદ છે. એ ગુજરાતની મોટામાં મોટી મસિજદેમાંની એક છે અને એને પણ અમદાવાદની જુમ્મા મરિજદની પેઠે નગરના કેંદ્ર તરીકે ઉપયોગમાં રહે એ રીતે જ અમદાવાદની આયેાજન-પદ્ધતિ પ્રમાણે ગોઠવવામાં આવી છે. પવિન્યાસ પદ્ધતિ પણ મસ્જિદ પાસે થઈને રાજમહાલના મુખ્ય દરવાજા આગળ દોરી જાય છે. સામાન્ય આયોજન “કામુક પ્રકારનું વધુ છે. અમીરઉમરાવો રાજદરબારીઓ વગેરેના વસવાટ અહીં પણ રાજમહાલયોની જમણી બાજુ જ બનાવવામાં આવ્યા હતા અને ડાબી બાજુ કર્મચારીઓ તેમ મજૂરોના વર્ગ તથા રાજમહાલયમાં અનેકવિધ કામ કરનારાં દાસદાસીએ અને સેવકેના વસવાટ હતા. મજિદની આજુબાજુ ખુલ્લા મેદાનની સામે બજાર પણ અમદાવાદના બે વિકસ્યું હતું. વસવાટની પદ્ધતિ જાતિવણધિવાસની શ્રેણીબદ્ધતાને બરાબર અનુસરતી જોવા મળે છે. રસ્તાઓનું વિભાજન અને ચોક ચકલા ને બજારની વ્યવસ્થા પણ અનેક રીતે અમદાવાદની નકલરૂપ ગણી શકાય. પળ વાડા વગેરે પણ અમદાવાદના sector-planning ની પદ્ધતિને અનુસરે છે.
અમદાવાદના કાટના દરવાજા કરતાં ચાંપાનેરને ઓછા દરવાજા હતા– પાંચથી વધારે નહિ. એનું કારણ એ છે કે અમદાવાદના જુદા જુદા વિરતાર અલગ અલગ પુર તરીકે અલગ અલગ વ્યક્તિઓએ સ્થાપેલા હતા, જ્યારે મુહમ્મદાબાદના વિસ્તાર એક સમગ્ર એકમ તરીકે શ્રેણી પદ્ધતિ અનુસાર સ્થપાયા હતા તેથી એના મુખ્ય ચાર વિસ્તારના ચાર દરવાજા ને વચ્ચેને દરવાજે એમ પાંચ મુખ્ય દરવાજા હતા. વળી રક્ષણની દૃષ્ટિએ પણ અહીં વધુ દરવાજા કરવાનું સલામત ન હતું. જહાંપનાહન પણ એક મુખ્ય દરવાજો હતો ને બીજી ચાર બાજુ ચાર બાર ગણી શકાય તેવા નાના દરવાજા રક્ષણની દૃષ્ટિએ હતા. વધુ વિગતો તે ચાંપાનેરના સ્થળ-સંશોધન(site-clearance)નો અહેવાલ બહાર પડશે ત્યારે ખ્યાલમાં આવશે.
અત્રે એ નોંધવું જરૂરી છે કે રાજધાની બનવા છતાં મુહમ્મદાબાદની વસ્તી