________________
૧૫મું]. સ્થાપત્યકીય સ્મારકો
[૧૦ પણ એમ જ જોવા મળે છે એટલે રાજનિવાસને પ્રાચીન રાજનિવાસની જગાએ વસાવવો મુશ્કેલ નહિ જ પડ્યો હેય. માત્ર રાજાના આશ્રિતોની વસ્તીના ઉમેરાના કારણે એ વધારે મોટું થયું હશે. અહીં પ્રાચીન મહેલને તોડી પાડવાનો કે વસ્તીને હાંકી મૂકવાને ક્યાંય સંદર્ભ આવતો નથી, પરંતુ નગરને પોતાના માણસોથી વસાવી નવું નામ આપવાનું કાર્ય થયું દેખાય છે. અલબત્ત રાજપ્રાસાદ વગેરેનાં સ્થળ અનુકૂળ જગ્યાએ ચાલુ વસ્તીથી થોડે દૂર લીધેલાં દેખાય છે. અત્યારનો દીવાનક એ સમયમાં અમદાવાદના માણેકની જેમ જ કેંદ્રીય ચોક હશે એ સ્પષ્ટ થાય છે.
મહેમદાવાદ–મહમૂદ બેગડાએ મહેમદાવાદ પિતાના પ્રમોદસ્થળ તરીકે વસાવ્યું હતું. અમદાવાદ કરતાં કંઈક નાનું, પરંતુ ખેડા જે તે સમયનું કેદ્ર હતું તેની નજીક હોઈ અમદાવાદ વસવાટ માટે મધ્યમાગ નગર તરીકે કામ કરી શકે એ રીતે વિચાર કરવામાં આવેલ. વાત્રકના પૂર્વ કાંઠે એને વસાવવામાં આવ્યું, જેથી “અપરાજિત-પૃચ્છાએ વર્ણવેલા પશ્ચિમે તુ નારાયાને સામાન્ય નિયમ જળવાઈ રહે અને પ્રજાને પાણી ઉપર થઈને આવતો પશ્ચિમનો પવન ઠંડો થઈને મળે. અહીંની સમગ્ર નગર–આયોજના અમદાવાદની નગર-આયોજનાનું નાનું રૂ૫ છે, તેથી એમાંની જાતિવર્ણાધિવાસ–પદ્ધતિ તેમજ પદવિન્યાસમાં એનું અનુકરણ સ્પષ્ટ દેખાય છે. અમદાવાદની જેમ મહેમદાવાદને પણ ફરતો કેટ હતા. અલબત્ત એને અમદાવાદ જેટલી અને જેવા દરવાજા નથી, પરંતુ દરવાજાની અંદર ઘંટાપથ, નગરની વચ્ચેથી પસાર થતો રાજપથ વગેરે અમદાવાદ પ્રમાણે છે. ઉપરાંત જાતિવણધિવાસની પદ્ધતિ અમદાવાદ જેવી હોઈ એમાં કેંદ્રમાં બજાર ને એની સામે બીજી દુકાને છે અને નાના વિભાગોમાં ભિન્ન ભિન્ન જ્ઞાતિઓ અને ધંધાદારીઓને વસાવવામાં આવ્યા છે. અમદાવાદમાં કાંકરિયાની પાસે જેમ મહેલ હતા તેમ ભમરિયા કૂવા પાસે પણ મહેલે વસાવ્યા હશે એમ લાગે છે. આ કૂવાનું સવિસ્તર વર્ણન આગળ કરવામાં આવશે.
મુહમ્મદાબાદ (થાંપાનેર)–સુલતાન મહમૂદ બેગડાએ ચાંપાનેરના ઘેરા વખતે એની બાજુમાં પર્વતની પૂર્વ તરફની તળેટીમાં સૌ પ્રથમ જુમ્મા મસ્જિદ બંધાવવી શરૂ કરી હતી. ચાંપાનેર જીત્યા પછી ઈસ્લામનો ડંકો વગાડવા અને બીજુ મક્કા બનાવવાની મહેચ્છા સાથે સુલતાન મહમૂદે ત્યાં મુહમ્મદાબાદ સ્થાપવાનું નક્કી કર્યું. સાથે સાથે અંદરના મહેલ પણ શરૂ કરાવ્યા. એ રાજમહેલેના કિલ્લાવાળા સમુદાયને એણે “જહાંપનાહ” નામ આપ્યું એમ “મિરાતે
ઈ.-૫-૨૭