________________
સલતનત કાલ
[,
એનું નામ “અહમદનગર હતું. અત્યારનું “હિંમતનગર” નામ ઈડરના રાજા હિંમતસિંહે પોતાના નામ પરથી જૂના અહમદનગરમાં ગાદી સ્થાપી પાડેલું છે. અહમદનગર હાથમતીના ડાબા કિનારે આવેલું છે. એની બાંધણી “દંડક પ્રકારની હતી ને એ લંબાણમાં વિસ્તરેલું હતું. પાણીના સંગ્રહ માટે નદીના કિનારે ૧૫૦ મીટર લાંબો ને ૩૩ મીટર પહોળો કંડ કરવામાં આવ્યા હતા, કારણ કે આ નદી ઉનાળામાં સુકાઈ જતી. શહેરનું આયોજન મધ્યમ પ્રકારના નગરવાળું, ૧૩ રસ્તાઓથી વિભૂષિત અને એક મુખ્ય રાજપથથી યુક્ત હતું ને એની સામાન્ય આજન-પદ્ધતિ દંડક’ના વિધિ અનુસાર હતી. ત્યાંને શાહી વસવાટ નદીના કિનારે કુંડેથી થોડે દૂર હતો. કુંડ મુખ્યત્વે હવા ઠંડી કરવામાં તેમજ જલસંગ્રહ તરીકે કામ આવતો. ત્યાર પછી મહેલો પડી જતાં ત્યાં ઘણું ફેરફાર થયા છે. અહીં પણ વયિને તુ ગાશયાન નગર-આ જિનનો સિદ્ધાંત વ્યવસ્થિત રીતે અમલમાં આવેલું જોવા મળે છે. તેમજ જાતિવર્ણાધિવાસની પદ્ધતિ પણ અનુસરાઈ છે એની પ્રતીતિ અત્યારે અસ્તિત્વ ધરાવતી મજિદ અને બજારમાંય સ્પષ્ટ પણે થાય છે.
મુસ્તફાબાદ (જુનાગઢ)–જુનાગઢ જીતીને સુલતાન મહમૂદ બેગડાએ ત્યાં નવું શહેર વસાવ્યું અને એનું નામ “મુસ્તફાબાદ' પાડ્યું. અમીરોએ પણ મકાન બંધાવ્યાં તેથી મુસ્તફાબાદ અમદાવાદની નકલ જેવું થઈ ગયું.૮ મોટા કાઓ અને સૈયદોને પણ વસાવ્યા. સુલતાને પોતે પણ જૂનાગઢમાં રહેવાનું પસંદ કરી ત્યાં ટંકશાળ કરી મુસ્તફાબાદના સિક્કા પણ પડાવ્યા.૯ મહમૂદ બેગડાએ સંપૂર્ણ પણે નવું–જૂનાગઢના તત્કાલીન વસવાટથી દૂર નવી જગ્યાએ – મુસ્તફાબાદ વસાવ્યું, એવું આમાંથી સ્પષ્ટ થતું નથી, પરંતુ સંભવતઃ અગત્યના વિસ્તારમાં જ્યાં પહેલાં રા'માંડલિકના આશ્રિતો તથા સેનાપતિ ન્યાયાધીશ વગેરે રાજદરબારી માણસે રહેતા હશે ને ત્યાંથી ખાલી કરી ગયા હશે તેની પાસે અથવા એની લગોલગ પિતાના માણસ વસાવ્યા હેય મહમૂદે બીજો કોટ કરાવેલો તે હજીય અસ્તિત્વમાં હોઈ એની પ્રતીતિ કરાવે છે. ને સંભવતઃ કેંદ્રીય જગ્યાએ પિતાના અમીરી પાસે નવેસરથી મકાન બનાવડાવ્યાં હેય. વળી રાજાના નિવાસની બાજુમાં પિતાના માણસેને વસાવવાની પદ્ધતિ પ્રચલિત હોઈ આમ કર્યું હશે તેમજ એનું દશ્ય અમદાવાદના કેંદ્રીય વિસ્તાર જેવું અર્થાત અમદાવાદની નકલ જેવું “તબકાતે અકબરી'ના લેખકને લાગ્યું હોય.
મહમૂદ અમદાવાદનાં પરાં વસાવવામાં પણ પ્રચલિત ભારતીય નગરઆયોજનને અનુસર્યો હતો તેમજ એણે પછી વસાવેલાં મહેમદાવાદ તથા ચાંપાનેરમાં