________________
૧૫ મું ]
સ્થાપત્યકીય સ્મારક
[૪૫
બેગડાએ કોટ બંધાવ્યું. પરિણામે “કામું ક” અને “દંડક બંને પ્રકારનું મિશ્રણ થતાં શહેરનું રૂપ મિશ્ર પ્રકારનું બન્યું, જેથી પછીના ઇતિહાસકારોને એને શાસ્ત્રાવ નગર પ્રકારમાં મૂકવામાં મુશ્કેલી પડે છે.
આમ છતાં પુરનિવેશના નિયમ અહીં ઘણી રીતે સચવાયા છે, જેવા કે પદવિન્યાસમાં પ્રકારના નગરમાં ૧૭ રસ્તા હેય; એ પ્રમાણે અમદાવાદના આયોજનમાં મુખ્ય રસ્તાઓની સ ખ્યા ૧૭ થાય છે. એમાં ત્રણ દરવાજા આગળને કાલુપુર તરફ જતો રસ્તા નિયમ પ્રમાણે ૨૪ હાથ(૩૬ ફૂટ)ને છે. તેમજ બ્રાહ્મણો પૂર્વમાં અર્થાત મુસલમાનના ગુરુઓ વગેરે મોટા ભાગની આ પ્રકારની વસ્તી કાલુપુરમાં જોવામાં મળે છે. તેમજ હિંદુઓમાં પણ પૂર્વમાં રાયપુર વગેરે ને વચલા ભાગમાં નાગરો વગેરેની વસ્તી છે. ઉત્તરમાં શાહપુરમાં શહે અથત કામ કરનારો નિમ્ન કક્ષાનો વર્ગ, જે હજીય વાધરી નાગોરી ને મજશી ભરેલો છે. જમાલપુરમાં કાછ મુન્શી મુસિફ અને ઉમરાવો વગેરે અને વસ્યા. આમ શાસ્ત્રનું અનુસરણ જાતિવણુંધિવાસના પાલનમાં દેખાઈ આવે છે.
પિળાનું અસ્તિત્વ તેમ સ્થાન ગુજરાતના ભારતના ને જગતના વસવાટના ઇતિહાસમાં અદ્વિતીય છે એ અત્રે નોંધવું જરૂરી છે, કારણ કે બીજે કયાંય આ પ્રકારના વસવાટોનું સુનિશ્ચિત સફળ આયોજન જોવા મળતું નથી. તેથી વિદેશી નગર–આજનના અભ્યાસીઓ પાસે પિળ સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક આર્થિક, રાજકીય તેમજ નગર–આજનને એકમ તરીકે અભ્યાસમાં વિશિષ્ટ ધ્યાન ખેંચી શકી છે. “ળ” શબ્દ મૂળ વતી માંથી ઉદ્ભવ્યો છે. પ્રતી– વગોરી-વોહિ-વરિ––ળ (પો). “પ્રતોલી એટલે પ્રવેશદ્વારા વિશિષ્ટ જન. સમૂહના નિવાસસ્થાનનું પ્રવેશદ્વાર તે તેની પ્રતોલી અથવા પળ', આમ સોનીઓના જનસમૂહનું પ્રવેશદ્વાર તે સેનાની પોળ વગેરે. પળને જન્મ જાતિવર્ણાધિવાસમાં અપાતા ને કરાતા વિભાગીકરણને પરિણામે થાય છે. પિાળ એટલે કેાઈ એક જ્ઞાતિ સમૂહ કે ધધાના માણસને રહેવા માટે ફાળવવામાં આવતો વિસ્તાર, જેમાં એ લેકે સમૂહમાં રહી શકે. શ્રેણીઓના સમયને અનુકૂળ આ વિભાગીકરણ કુટુંબ કે સમૂહને સલામતી ને પરસ્પર સંબંધ આપે છે. પિળાનો ઈતિહાસ જોતાં એણે આ કાર્યને સાર્થક કર્યાના ઘણા દાખલા છે. મરાઠા કાલમાં આ પિળોને દરવાજા થયા ને એની મેડી નિરીક્ષણસ્થાન બની, અંદરની આયોજનામાં પણ પરિવર્તન આવ્યું.
અહમદનગર (હિંમતનગ૨)–અમદાવાદથી ઈડર જવાના રસ્તે આવતું અત્યારનું હિંમતનગર પણ સુલતાન અહમદશાહે સ્થાપેલું નગર છે. એ સમને