________________
૪૧૪] સલ્તનત કાલ
[ s. અનુકૃતિરૂપે આયોજિત થયું, પરંતુ હાલનું પાટણ પાછળથી વિકસેલું પાટણ છે ને જૂનું પાટણ અનાવડા ગામ તરીકે જાણીતું છે એમ કહેવાય છે. જોકે પાટણના આયોજન અને અમદાવાદના આયોજનમાં સામ્ય ઘણું છે, પણ આજનું પાટણ અમદાવાદ પહેલાં વસેલું પાટણ સાબિત થાય તે જ પાટણના આયાજનનું અનુકરણ અમદાવાદમાં થયું કહેવાય. વધારે સંભવિત તો એ લાગે છે કે પાટણ અમદાવાદના આયોજન મુજબ પાછળથી વિકસેલું હેય, કારણ કે ત્યાંનાં (અત્યારના પાટણના સમય કરત) પ્રાચીન સ્થળ પાટણના હાલના આયોજન સાથે સુસંગત થતાં નથી તેમજ સહસ્ત્રલિંગ વગેરેનું સ્થાન પણ હાલના પાટણને ભાગ નથી એ તે હકીકત છે, તેથી અમદાવાદ પાટણના અનુકરણમાં આવેજિત થયું કહેવું યોગ્ય નથી.
અમદાવાદને ભદ્રને કિલ્લો બંધાવો શરૂ થયું એટલે પ્રજાને વસવાટ પણ શરૂ થયો. નદીને એક કિનારો અમદાવાદની એક ભીંત બની ગઈ, જેથી વિકાસ માટે બીજી બાજુ જ જવાનું રહ્યું. સિદ્ધાંતની તેમજ ઉપગની દષ્ટિએ રાજના સેનાપતિએ વજીર ઉમરાવો તથા અન્ય અસરો એક બાજ વસે ને કામ કરનારો વર્ગ બીજી બાજુ એ રીતે પહેલા વિભાગ કિલ્લાની જમણી બાજુએ દક્ષિણે ક્ષત્રિયે આવે તે રીતે વો ને ઉત્તરે ડાબી બાજુએ કામ કરનારે વર્ગ વ. જુમ્મા મરિજદ બંધાતાં એ વિભાગ સ્વાભાવિક રીતે વેપારનું કેદ્ર બન્યું. એમ અષ્ટ લાગે છે કે અહમદશાહના સમય દરમ્યાન માત્ર જમાલપુર ને શાહપુરવાળા વિસ્તાર વધે હશે, કારણ કે એ સમયે અમદાવાદને ફરતો કેટ બંધાય ન હતું, પરંતુ મસ્જિદની આસપાસ વસવાટ ચાલુ થયે હતો ને માંડવીપુર (બજાર વિસ્તાર) શરૂ થયું હશે. અર્થાત અહમદશાહના સમય દરમ્યાન અમદાવાદને વિરતાર “દંડક પ્રકારનો થયો હોય એમ વધુ લાગે છે. અલબત્ત આયેજના તો શહેરને “કામુક અર્થાત ધનુષ' પ્રકારનું બનાવવાની કે “ચતુરસ્ત્ર' બનાવવાની હશે. રસ્તાની આજના પરથી કદાચ “ચતુરસ્ત્રીની વધારે હશે એમ લાગે છે, પરંતુ એ એના જીવન દરમ્યાન સફળ ન થઈ શકી. મહમૂદ બેગડાએ શહેરને વિકસાવવા સેનાપતિઓને સેવાની કદરરૂપે જમીન આપી જુદાં જુદાં પુર વિકસાવવાનું સંપ્યું, જેને પરિણામે એક નવું કેદ્રગામી પુરાનું નગર થયું (પટ્ટ ૬). સ્વાભાવિક રીતે જ બધાનું કેન્દ્ર ભદ્રને કિલે હતો. એટલે વ્યવસ્થિત રૂપે શાહપુરની શહેરની રેખાથી જમાલપુરની શહેરની રેખા સુધીમાં અર્ધવર્તુલાકારે શહેરને વિક્સાવવાની અનુકૂળતા થઈ, જેમાં જુમ્મા મજિદે પણ ધાર્મિક દ્ર તરીકે સારો ભાગ ભજવ્યું. આ વસવાટ ઘેડા જ વર્ષોમાં વધી પડતાં મહમૂદ