________________
૫ મું)
સ્થાપત્યકીય સ્માર
[૪૨૫
ઉપયોગ થયો છે ને પથ્થરની બાંધણી પૂર્વકાલીન છે. વિશેષતા એ છે કે એની નીચેથી ઘોડાઓને સીધા સરોવરમાં પાણી પીવા લઈ જવાની વ્યવસ્થા છે. સરોવરમાં ઊતરવાનાં પગથિયાં ઉપરાંત ઢોરને કે પ્રાણીઓને ઊતરવાના ઢાળ બનાવેલા છે. સરોવરમાં પાણીના પ્રવેશ માટે ત્રણ સુંદર નાનાં બનાવેલાં છે, જેમાં હેડીમાં બેસીને કરી શકાય છે. એમાં આવતું પાણી કચરો બહાર રાખીને આવે તેવી ગાળવાની જાળીની ભેજના પણ છે. સરોવરની વચ્ચે આરામ માટે છત્રી હશે તે ખ્યાલ વચ્ચે આવેલી ઊંચી જમીન પરથી આવે છે. સરોવરમાં ઊતરવાનાં પગથિયાં બહુ વ્યવસ્થિત છે ને સરોવમાંનું વધારાનું પાણી બહાર કાઢી નાખવાની યોજના પણ છે.
કાંકરિયા અને ખામધ્રોળના મહેલ– સુલતાન કુબુદ્દીનના સમયમાં અમદાવાદમાં હેજ-ઈ-કુબ અથવા કાંકરિયા અને ખામધ્રોળના મહેલની રચના થઈ. એમાં કાંકરિયામાં પાણીના પ્રવેશનાં નાળાં, સરખેજનાં નાળાંની જેમ જાળીવાળાં છે. કાંકરિયાની પાળ વગેરે વધુ વ્યવસ્થિત છે. એમાં એક વચ્ચે સુધી જઈ શકાય તે માટે પુલ જેવું બનાવી ત્યાં ઉદ્યાન બનાવ્યું છે, જે નગીનાવાડીના નામે જાણીતું છે. આ અત્યારે તો સહેલાણીઓનું ધામ છે પરંતુ એક સમયે ત્યાં રાજ કુટુંબ આનંદપ્રમોદ કરતાં હતાં.
(આ) હેવાલ સહતનત કાળ દરમ્યાન એક બાજુ મૂર્તિભંજકના હાથે કેટલાક પ્રસિદ્ધ દેવાલનો નાશ થયે, તો બીજી બાજુ એમાંનાં ઘણાં મંદિરનું પુનર્નિર્માણ પણ થયું. વળી કેટલાંક નવાં દેવાલય પણ બંધાયાં, અભિલેખમાં અને ક્યારેક સાહિત્યમાં આ કાલમાં નિર્માણ અથવા પુનનિર્માણ પામેલાં અનેક દેવાલયના ઉલ્લેખ આવે છે. એમાંનાં કેટલાંક કાળબળે નામશેષ થયાં છે, તો બીજાં કેટલાંક એ સ્થળોએ જૂના નામે મેજૂદ રહ્યાં છે, પરંતુ જીર્ણોદ્ધારમાં તેનું સ્થાપત્યકીય સ્વરૂપ સાવ બદલાઈ ગયું હોય છે. ઉલિખિત દેવાલયો
આ કાલનાં દેવાલયના ઉપલબ્ધ ઉલ્લેખ મુખ્યત્વે આ પ્રમાણે છે :
વિ. સં. ૧૩૬૬(ઈ.સ. ૧૩૦૯-૧૦)માં ખંભાતમાં અ૫ખાનના સમયમાં ઊકેશવંશના શાહ જેસલે અજિતદેવ તીર્થંકરનું મંદિર બંધાવ્યું. એણે પાટણમાં શાંતિનાથનું ચૈત્ય બંધાવ્યું.
બેર(તા. વિજાપુર, જિ. મહેસાણા)માં વિ.સં. ૧૩૬૭( ઈ.સ. ૧૩૧૧)માં. પેશ્વર મહાદેવના મંદિરનો જીર્ણોદ્ધાર થયો.