________________
સલ્તનત કાલ
વાસણોની માફક કાચને ઓપ ચડાવવામાં આવે. આ નળિયાંનું પ્રમાણ ઓછું છે. રાજમહેલ પર કે સેનાપતિ કે પ્રધાન જેવા મોટા અધિકારીઓનાં મકાનો પર આવાં નળિયાં વપરાતાં હોય એમ લાગે છે. એ જમાનાના માનનીય સંતનાં રહેઠાણ પર પણ આવાં નળિયાંઓને ઉપયોગ થતો હોય એમ ઉપલબ્ધ પુરાવા પરથી લાગે છે.
આ કાલમાં બનેલી ઈટો સારી રીતે પકવેલી હતી, પરંતુ એ ૩૦ સેન્ટિમીટર જેટલી લાંબી, ૨૦ થી ૨૨ સેન્ટિમીટર જેટલી પહોળી અને ૭ થી ૮ સેન્ટિમીટર જેટલી જાડી હોવાનું સમજાય છે. આ કદ ૧૫ મી-૧૬ મી સદીનું છે.
ઈને ઉપયોગ સારા પ્રમાણમાં થતો. એ કિલ્લા મકાને કંડ વગેરે તૈયાર કરવા તથા ફબંધી કરવા માટે એમ વિવિધ રીતે વપરાતી. એને માટીમાં કે ચૂનામાં બેસાડવામાં આવતી.
માટીનાં પકવેલાં રમકડાં પણ આ કાલમાં મળ્યાં છે. એમાં ઘોડાનું પ્રમાણ ઘણું દેખાય છે. ખાસ કરીને જન ગોઠવેલા ઘોડાના ટુકડા ઘણા મળી આવે છે. એની સરખામણીમાં બીજાં રમકડાં ઓછાં દેખાય છે. એમાં વૃષભ, ઘેટાં (આકૃતિ ૧૫),
સ વગેરે પશુઓ અને લખોટા સૂકા વગેરે વસ્તુઓને સમાવેશ થતો. પથ
માટીની આ વિવિધ વસ્તુઓના પ્રમાણમાં ઓછી, પરંતુ બીજ પદાર્થોની સરખામણીમાં વધારે વસ્તુઓ પથ્થરની બનેલી નજરે પડે છે. આ કાલમાં હિંમતનગર નાથકુવા વગેરે સ્થળોની ખાણે ગુજરાતમાં ચાલુ હતી. ધ્રાંગધ્રા અને બીજાં સ્થળોએ સૌરાષ્ટ્રમાં પણ ખાણ ચાલુ હોવાનું સકારણ માની શકાય. ઇમારતમાં વપરાયેલા પથ્થર જોતાં એ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, તેમજ આબુ ડુંગરપુર ઇત્યાદિ સ્થળોએથી આપ્યા હોય એમ એની જાતો તપાસતાં લાગે છે. આ પથ્થરો પર સારાં સુશોભન થઈ શકતાં હતાં.
પરંતુ આ પ્રદેશના પર મધ્યકાલમાં વિવિધ રીતે વપરાતા લાગે છે. એમાં પથરનાં ગોળાએ ઘંટીઓ નીશા નીશાતરા સરાણ વગેરેનો ઉપયોગ સ્પષ્ટ થાય છે. પથ્થરના ગોળાઓનાં વિવિધ કદ જોવામાં આવ્યાં છે. એકાદ સેન્ટિમીટરથી શરૂ કરીને ૬૦ સેન્ટિમીટર જેટલા વ્યાસના આ ગાળામાં નાના ગોળા લખોટી કે લખોટા તરીકે રમકડાં હોવાનો પૂરતો સંભવ છે, પરંતુ પંદરેક સેન્ટિમીટરથી મોટા વ્યાસના અને ઘણા ભારે ગોળાઓને ઉપયોગ કરયંત્ર ૮ કલી” જેવાં નામોથી ઓળખાતાં યંત્રમાંથી શત્રુઓ પર ફેંકવા માટે થતો હતો. આ