SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪] સ્થળ તપાસ અને ઉત્પનન દ્વારા મળેલી માહિતી [૪૦e પથ્થર ફેંકીને દુશ્મનોનાં હાડ ભાંગી નાખતા તથા ઘણે ભારે પથ્થરો સછત્ર હાથીઓને છૂંદી નાખતા, એવાં વર્ણન પરથી આ વજનદાર પથરોને મારક સાધન તરીકે ઉપયોગ સ્પષ્ટ થાય છે. આવા ગેળા જાલર અને ચાંપાનેર જેવાં સ્થળોએ આ કાલના અવશેષોમાં જોવામાં આવ્યા છે, એ પરથી સમજાય છે કે તેનો ઉપયોગ વધ્યો તે પહેલાં આ સાધન વપરાતાં હતાં. ગુજરાતમાં ૧૫ મી સદીના અંત સુધી આ પ્રકારનાં મારક સાધન વપરાતાં અને એને દુર્ગાના રક્ષણ માટે વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવતો હોવાના પુરાવા લક્ષમાં લેતાં કન્હડદે–પ્રબંધ'ના તપના ઉલ્લેખ ક્ષેપક હેવાનું સરળતાથી સમજાય છે. સામાન્ય વ્યવહારમાં પથ્થરોને નાની મોટી ઘંટીઓ બનાવવા માટે ઉપયોગ ઘણો વ્યાપક બની ગયો હતો. આજની ઘંટીઓના પ્રમાણમાં ઘણી મોટી આશરે મીટર કરતાં વધારે વ્યાસની ઘંટીઓ વપરાતી હોવાના પુરાવા છે. તદુપરાંત આજના જેવી નાની ઘંટીઓ પણ વપરાતી એની રચના હાથે દળવાની ઘંટીના જેવી હોઈ, આજની પરંપરા પણ સારી એવી જૂની હોવાનું સમજાય છે (આકૃતિ ૧૬). ઘંટીની સાથે પથ્થરના ખાંડણિયા અને વિવિધ ઘાટના રસિયા તથા નીશા અને નીશાતરા તેમજ ખલ–દસ્તા પણ પથરના બનેલા જોવામાં આવે છે. આ નશા અને એરસિયા પાયા વિનાના અથવા ટૂંકા પાયાવાળા હોય છે (આકૃતિ ૧૭), અને એ રીતે એક બાજુ ગોળાકાર હોય અને બીજી બાજુ લંબચોરસ હોય એવા પ્રાચીન ઘાટની નીશા કરતાં એ જુદા પડે છે. કેટલાક ઓરસિયાઓના જ પાછળના ભાગમાં સુશોભન કોતરવામાં આવતાં નજરે પડે છે. કેટલાક નાના પથ્થરોન ચંપુ કે અસ્ત્રાની ધાર કાઢવાની પથરી તરીકે ઉપયોગ થયેલો દેખાય છે એ પરથી પથ્થરોને સામાન્ય ઉપયોગ વિવિધ રીતે થતો હોવાનું સ્પષ્ટ થાય છે. મધ્યકાલમાં દફનનો રિવાજ ઇસ્લામી પરંપરામાં ફેલાયેલે હાઈ કબરોના પથ્થરો તરીકે ખરતા પથ્થર આરસપહાણું વગેરે વપરાતા જોવામાં આવે છે. આ પથ્થરો નક્કર હોય છે અથવા કેટલીક વાર નીચેના ભાગે કોતરીને પિલા બનાવેલા હોય છે. આવા પિલા બનાવેલા પથ્થરોનો મૂળ ઉપયોગ ભુલાઈ જતાં એ જુદા જ ઉપયોગ માટે વપરાતા જોવામાં આવે છે. પથ્થરોન ઈમારતી ઉપયોગ જાણીતું છે, પરંતુ ચૂનામાં જેસ્પર જેવા પથ્થરોની નાની નાની કટકીઓ બેસાડીને એની મદદથી ભાતો ઉપજાવવાનો પ્રયાસ થતો દેખાય છે. આ પ્રયાસ આપણે ત્યાં રોમની જેમ વિશાળ પાયા પર
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy