________________
૧૪મું
સ્થળ તપાસ અને ઉત્પનન દ્વારા મળેલી માહિતી
[૪૦
એકત્ર કરવામાં આવતાં નથી. અધ્યયન માટે એક અંતરાય છે, પરંતુ એનું પ્રાપ્તિસ્થાન, એના પરની ભાત વગેરેને સારે અભ્યાસ થયા પછી આ વાસણની યોગ્ય પરીક્ષા કરવાનું અનુકૂળ થઈ પડે છે. આપણા દેશનાં ઘણું કુટુંબોમાં ચીનથી આયાત થયેલાં સુંદર વાસણને સંગ્રહ હોય છે; એની તપાસ કરીને એનું યોગ્ય અધ્યયન કરવાથી ભારત અને ચીનના આ સંબંધ વધુ સ્પષ્ટ થતા જશે.
ચીનથી આવેલાં મનાતાં કેટલાંક વાસણ બ્રહ્મદેશ પ્રથેટ–ચાઈ (થાઈલેન્ડ) વિયેટનામ આદિ પ્રદેશમાંથી આવ્યાં હેવાને પૂરતો સંભવ છે. આવાં વાસણ મુખ્યત્વે “માર્તબાની' કે ધોરી' પ્રકારનાં વાસણોમાં હોવાની શક્યતા રહે છે. ચીનનાં વાસણોની અને આ વાસણોની પરંપરા એક જ હોવા છતાં સ્થાનિક પરિસ્થિતિ અને રુચિને લીધે એમાં થોડા ઘણા ફેરફાર હોય છે, અને એની તપાસ કરવાથી આ પ્રદેશમાંથી મધ્યકાલમાં આવેલાં વાસણ પરખાય છે અને એ પ્રદેશ સાથેના આપણા સંબંધોને ખ્યાલ આવે છે.
આ વાસણો ઉપરાંત કેટલીક ઓ૫ ચડાવેલી કોઠીઓ પણ આ કાલનાં સ્થળોએથી મળી આવે છે. સામાન્ય રીતે આશરે વીસથી ચાળીસ કિલોગ્રામ દાણા રહે તેવી આ કાઠીઓ વેપારમાં વસ્તુઓ ભરીને આણવામાં આવી હશે, પરંતુ મૂળ પદાર્થ વપરાઈ ગયા પછી હાલના પેકિંગના ડબાની માફક એને જુદા જ કામ માટે ઉપયોગ થતો હશે.
પદેશી કેડીએની સાથે દેશી મેટી કાઠીઓ પણ હાથે બનાવવામાં આવતી હોય એમ લાગે છે. આ કોઠીઓનાં તળિયાં સપાટ કે ગોળાકાર હોય છે અને એનાં મોં પહેલાં હોય છે. એમાં કિવન્ટલ કે એનાથી વધારે દાણા સમાઈ શકે તેવડી મોટી એ કાઠીઓ હોય છે. આ હાથે બનાવેલી કાઠીઓની સાથે કેટલીક નાની નળાકાર માટીની પવાલી દેખાય છે તે જમીનમાં દાટીને એને “દપટ તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય એમ લાગે છે. માટીનાં બીજાં સાધનમાં નળિયાં ઈટ જેવી ઇમારતી વસ્તુઓ અને રમકડાં વગેરે બનાવવામાં આવતાં. આ કાલમાં અર્ધગોળ નળિયાં બનાવવાની પરંપરા શરૂ થતી દેખાય છે અને એ અદ્યાપિ ચાલુ છે. ૧૫ મી સદીથી આ પ્રકારનાં અર્ધગોળ નળિયાં બનાવવામાં આવતાં, પરંતુ એની સાથે નીચેને ભાગ સપાટ અને બંને બાજુએ ઊભી ધારવાળાં થાપલાં પણ બનાવવામાં આવતાં. થાપલાંની પરંપરા જૂની છે, પરંતુ એ પણ નળિયાંની માફક અદ્યાપિ ચાલુ છે. આ પરંપરા પતરાં અને હવે ભરવામાં આવતાં ધાબાંને લીધે નષ્ટ થતી જાય છે. નળિયાંની બનાવટ બે પ્રકારની રહેતીઃ એક પ્રકાર માત્ર સાદાં અર્ધગળ નળિયાંને હતા, જ્યારે બીજા પ્રકારનાં નળિયાં પર