________________
૪૦૬
સતનત કાલ
પ્રિ.
‘એની પર પડઘી પાડી હોય છે કે સુશોભન બનાવ્યાં હોય છે. આ વાસણો
મુખ્યત્વે લીલા રંગનાં હોય છે અને એની પર કુદરતી રીતે ઝીણી વાતડ પડેલી 'હાય છે. આ વાતડને લીધે એની પરીક્ષા કરવાની એક પરંપરા કલાના અભ્યાસી કલેકામાં ચાલુ છે.
ચીનથી આયાત થતાં બીજાં વાસણ અફેદ રંગનાં હોય છે અને એની ઉપર ભૂરા રંગે ચિત્રકામ કરેલું હોય છે. આ વાસણ મિંગ વંશના સમયમાં બનતાં. એમાં જુદા જુદા રાજવીઓની નીતિની તથા વેપારની ચડતી પડતીની અસર થતી. ૧૪ મી સદીથી સંભવતઃ આ વાસણો જુદા જુદા પ્રસગે આપણું દેશમાં આવતાં રહ્યાં છે અને એ મિંગ વંશ બાદ પણ આવતાં હતાં. આ પરંપરાનાં વાસણોમાં કટર, થાળી, નાનીમોટી શીશીઓ, નાનીમોટી કડીઓ વગેરે ઘણા ઘાટ જોવામાં આવે છે. આ વાસણો પર ફૂલવેલની ભાત તેમજ કેટલીક વાર પંખાઓનાં ચિત્ર અને ભૌમિતિક ભાત વગેરે નજરે પડે છે. આ વાસણ અત્યારનાં ચિનાઈ વાસણો જેવાં હેઈ એનાં પ્રાપ્તિસ્થાનેને ચોક્કસ
ખ્યાલ ન હોય અને એનાં ચિત્રોની વિગતોને ખ્યાલ એ છો હેય તો એ પારખવાં મુશ્કેલ પડે છે. જ્યારે આ વાસણને તળિયે ચીની લિપિમાં લખાણ હોય ત્યારે એ ચીનથી આયાત થયેલાં હોવાનું રપષ્ટ સમજાય છે, પરંતુ આ વાસણે પૈકી કેટલાંકની ઉપર સુંદર દેવનાગરી લિપિમાં લખાણ હોય છે. આ લખાણ જોઈને કેટલાક એ વાસણો ભારતમાં બન્યાં હતાં એમ માનીને પ્રેરાય, પરંતુ આ વાસણનું ઘડતર તેમતિ વગેરે જોતાં એ પરદેશથી આયાત થયેલાં હેવા બાબત શંકા રહેતી નથી.
ચીની લિપિમાં લખાણો વાંચવા માટે આપણને ભાષાજ્ઞાનના અભાવે મુશ્કેલી પડે છે, પરંતુ ગુજરાતમાં મળેલાં વાસણો પર “સારું નસીબ “મહાન મિંગ રાજવંશ દરમ્યાન બનેલાં વગેરે અર્થનાં લખાણ જેવામં આવ્યાં છે. આ વાસણ પરનાં લખાણ વંચાયા બાદ ચીન સાથેના વેપારની કેટલી બધી અસર આપણે ત્યાં હતી અને ખ્યાલ આવે છે.
ચીનથી આયાત થતાં વાસણમાં એક બાજુ ભૂરાં અને બીજી બાજુ સફેદ એવાં વાસણ પણ મળ્યાં છે. આ તમામ વાસને ચીની લેકે “પથ્થર જેવાં વાસણો” તરીકે ઓળખે છે. આપણે ત્યાં એ “ચીની વાસણો’ને નામે ઓળખાય છે, જ્યારે યુરોપમાં એને ડુક્કરના દાંત જેવાં સફેદ વાસણો” તરીકે ઓળખવામાં આવે છે. આજનાં પ્યાલા રકાબી જેવાં આ વાસણ જૂનાં સ્થળો પરથી મળે ત્યારે એને મેગ્ય ખ્યાલ ન હોય ત્યાં સુધી એને તદ્દન નવાં વાસણ ગણીને