________________
૩૯૮]
સલ્તનત કાલ
'
[પ્ર. ૧૩ મું
હવે રાજ્યતંત્રમાં હિંદુઓ અને મુસલમાને તે એકબીજાની નિકટ આવવાને અવસર મળે. વળી રાજકીય વર્ગના મુસલમાનેએ હિંદુ સ્ત્રીઓ સાથે લગ્ન કરવા માંડયાં તેથી એમનાં ઘરોમાં હિંદુ ઘરોનું સાસ્કૃતિક વાતાવરણ પહોંચી ગયું. હિંદુ સ્ત્રીઓના પ્રભાવથી મુસલમાનોની ધાર્મિક કટ્ટરતા અને ફરતા ઘટી અને તેથી સાંસ્કૃતિક ક્ષેત્રે સમન્વય સાધવો સુગમ બન્યો. વળી શાંતિમય સમયમાં હિંદ તથા મુસ્લિમ મહેલામાં વસતા લોકોના પરસ્પર સંપર્કને લઈને તેઓની રહેણીકરણીમાં પરસ્પર અસર પ્રવર્તી.
આ સંપર્કની સારી માઠી અસર ભવાઈના વેશમાં જોવા મળે છે, જેમાં સમાજ જીવનનું પ્રતિબિંબ પડતું હોય છે; દા.ત., ઝંડા-ઝુલણ, મિયાં–બીબી વગેરે વેશ. અસરે
ઇસ્લામને ફેલાવો થવાથી ગુજરાતી સમાજમાં મુસ્લિમોને એક વિભાગ ઉમેરાય.
અલાઉદીનની સેનાઓના સોમનાથ પરના આક્રમણ પછી હિંદુ પ્રજાએ સલામતી માટે નાસભાગ કરવા માંડી ને વિવિધ જ્ઞાતિઓ સ્થાનાંતર કરીને જ્યાં ત્યાં વેરાઈ-પથરાઈ ગઈ. આ જ્ઞાતિ ઓ જ્યાં ગઈ ત્યાં એમણે પોતાના વસવાટના મૂળ સ્થળની સૂચક અટકો ધારણ કરી; દા.ત. સોમપુરા બ્રાહ્મણ, સલાટ; ડીસાવાળ બ્રાહ્મણ, વાણિયા; જાલહરા (જાલેરા) બ્રાહ્મણ, વાણિયા: સાચોરા બ્રાહ્મણ, વાણિયા; અડાલજા બ્રાહ્મણ, વાણિયા; સે રઠિયા વાણિયા, વગેરે. આ કાલની બ્રાહ્મણો અને વાણિયાઓની ૮૪-૮૪ જ્ઞાતિ જાણવા મળે છે, જેમાં ની કેટલીક સ્થાનાંતરને કારણે ઉદભવેલી હોવાનું એમનાં મૂળ સ્થાનસૂચક નામ પરથી જણાય છે.૪૩ ૧૩ મી સદીના અંતમાં અને ૧૪ મી સદીના પ્રારંભમાં કેટલાક લેક સૌરાષ્ટ્ર છેડી છેક દક્ષિણ ભારતમાં જઈ વસ્યા.૪૪
ખાણીપીણીના શોખીન અને ગરમ પ્રદેશમાંથી આવેલા મુસ્લિમોને મીઠાઈ અને શરબત ઘણાં પ્રિય હતાં. ભારતના અન્ય પ્રદેશની જેમ ગુજરાતમાં પણ એમની કેટલીક મીઠાઈઓ પ્રસ્તુત કાલમાં પ્રચલિત થઈ હોવાનું જણાય છે. જલેબી, જુદી જુદી જાતના હલવા, બરફી, સક્કરપારા, શીરો, ગુલાબજાંબુ અને મેંદાની ઘણી વાનીઓ હિંદુઓએ અપનાવી. ૧૬ મી સદીના મધ્ય ભાગમાં મલે ગુજરાતમાં આવી વસ્યા હેવાથી મુઘલ વાનીઓ પણ પ્રચલિત થઈ હેવા સંભવે છે.