________________
પરિ.) ગુજરાતમાં ઇસ્લામને ફેલાવે અને એની અસર [૩૯૦
એ સમયના હિંદુ સમાજની સ્થિતિ પણ ઇસ્લામના પ્રચાર માટે કેટલેક અંશે જવાબદાર હતી. હિંદુ સમાજ ઊંચ-નીચ વર્ણોના લેટેમાં વિભાજિત હતો. એમાં નીચા વર્ણની જનતાને ઉચ્ચ વર્ણની જનતા જેવા સામાજિક અને આર્થિક અધિકાર મળ્યા ન હતા. ઇસ્લામમાં એમને એ અધિકાર મળશે એમ લાગતાં એમણે ઇસ્લામને આવકાર્યો. નીચલા વર્ગની જ્ઞાતિએ, એ ઇસ્લામને સ્વીકાર કર્યો હોવાનાં અનેક દષ્ટાંત મળે છે; જેવીકે ઘાંચી ખત્રી છીપા કડિયા પિંજરા કુંભાર ધોબી કસાઈ ભિસ્તી રંગરેજ ભઠિયારા મોચી બારોટ ભોઈ તેલી ખારવા મતિયા મિયાણા મેમના વગેરે.૩૩
ઉપર્યુક્ત પરિબળોને લઈને ગુજરાતમાં સલ્તનત કાળ દરમ્યાન ઇસ્લામને પ્રચાર તેમ પ્રસાર થયો.
સંપર્ક
સલ્તનત કાલ દરમ્યાન રાજકીય અને સામાજિક ક્ષેત્રે અહીં વસતી હિંદ પ્રજા મુસ્લિમ શાસકે તથા પ્રજાજનેના વિશેષ સંપર્કમાં આવી.
નાઝિમના શાસનમાં હિંદુ નાગરિકોને મહત્વના રાજકીય હેદા ભાગે જ મળતા, પરંતુ સુલતાન અહમદશાહ ૧ લાના સમયથી એમને રાજ્યના વહીવટીતંત્રમાં ઉચ્ચ હોદ્દા અપાવા શરૂ થયા. વહીવટીતંત્રમાં સાધારણ રીતે બીજી પંક્તિના મોટા હોદ્દા હિંદુઓને આપવામાં આ તા. મહેસૂલખાતું હિસાબખાતું વગેરેમાં મોટે ભાગે હિંદુઓ જ હતા.૩૪ કહેવાય છે કે સુલતાન અહમદશાહ ૧ લાના મંત્રીમંડળમાં માણેકચંદ અને મોતીચંદ નામના બે વણિકે સમાવેશ હતો.૩૫ જૈન સાહિત્યમાંથી એના દરબારીઓમાં ગુણરાજ સંઘવી, ગદા મંત્રી અને કર્મણ મંત્રી એવાં નામ પ્રાપ્ત થાય છે. રાયરામાં નામનો હિંદુ અમીર મહમૂદ બેગડાના સમયમાં અમદાવાદમાં હતો.૩૭ આ સુલતાનના સમયમાં સુરતમાં ગોપીનાથ નામને પ્રખ્યાત નાગર અમીર હતો. ફિરંગીઓ સાથેના ગુજરાતના સુલતાનના ઝઘડામાં એણે સુલતાનપક્ષે અગત્યને ભાગ ભજવ્યો હતો.૮ સુલતાન કુબુદ્દીને (ઈ.સ. ૧૪૫૧-૧૪૫૯) મેવાડના રાણા કુંભા સામે મેકલેલી સેનામાં રાય રાયચંદ(રામચંદ્ર કે અમીચંદ)ને આગેવાની સંપી હતી.૩૯ હુમાયૂ સામે પાવાગઢના કિલ્લાનું રક્ષણ બહાદુરશાહે ઈખ્તિયારખાન તથા રાજા નરસિંહદેવને સેપ્યું હતું. • એને સૌરાષ્ટ્રના નાઝિમ મુજાહીદખાનને કવિરાજ અને નૃસિંહ નામના બે જૈન કારભારી હતા.૪૧