________________
- સતનત કાલ
|. ૧૩ મું જાગીરો લઈ લેવાનો હુકમ કર્યો. વળી એણે હિંદુઓને ઘોડેસવારી કરવાની અને હળી-દિવાળીના તહેવાર જાહેરમાં ઊજવવાની મનાઈ ફરમાવી. હિંદુઓએ પિતાના જમા અને અંગરખાની બાંય કે ખભા પર સુલતાન પ્રત્યેની શરણાગતિ સૂચવવા લાલ રંગનું કપડું રાખવું એ હુકમ ફરમાવ્યું. એણે દેવાલમાં પૂજા વખતે ઘંટ મૃદંગ કે કઈ પણ વાજિંત્ર વગાડવાની મનાઈ કરી.૨૭
મુસ્લિમ શાસકેની બળજબરીથી લાચાર બનીને કેટલાક હિંદુએ એ ઇસ્લામને સ્વીકાર કર્યો. જેમના ઉપર બળજબરી થઈ હશે તેમને મોટે ભાગ હિંદુ ધર્મમાં પાછો આવવા ઈચ્છા રાખે. પરંતુ એમને પાછા લેવામાં આવતા નહિ. આવી સ્થિતિમાં એવા લેકોને ઇસ્લામમાં જ રહી જવું પડયું.
મુસ્લિમનું રાજકીય પ્રભુત્વ સ્થપાતાં કેટલાક લોકેએ સહતનતમાં કરી ધન ઐશ્વર્ય અને રાજ-કૃપા મેળવવાની લાલચથી પણ ઇસ્લામને સ્વીકાર કર્યો. દિલ્હીના સુલતાનની માફક આવાં પ્રલેભન આપવાં ગુજરાતના મુસ્લિમ શાસકેને પણ આવશ્યક હતાં. હિંદુઓના વિવિધ રાજવંશ હજી પણ વિદ્યમાન હતા અને તેઓ પોતાની રાજશક્તિને ઉદ્ધાર કરવા માટે પ્રયત્નશીલ બનતા હતા. બીજી બાજુ રાજપૂતમાં વીરે અને સૈનિકોની પણ ઓટ આવી નહતી. આવી સ્થિતિમાં હિંદુઓને એક વર્ગ ઈસ્લામને સ્વીકાર કરીને મુરિલમ શાસનમાં સહાય કરે તો જ મુસ્લિમ શાસન દૃઢ થાય એમ હતું. એ માટે સુલતાનેએ જે હિંદુઓ ઇસ્લામને સ્વીકાર કરે તેમને જજિયાવેરામાંથી મુક્તિ આપી અને એમનામાંના પ્રતિભાશાળીઓને સરકારી નોકરીમાં ઊંચા હેદ્દા આપવની નીતિ અખત્યાર કરી ૨૮
દિલ્હીના સુલતાન કુબુદીન મુબારકશાહ ખલજી(ઈ.સ. ૧૩૧૬-૧૩૨૦ એ પિતાના માનીતા સલાહકાર હસનને “ખુરોખાન અને ખિતાબ એનાયત કરી વછર બનાવ્યો હતો. આગળ જતાં એણે દિલ્હીનું તખ્ત કબજે કર્યું હતું. ૨૯ દિલ્હીના સુલતાન મુહમ્મદશાહ તુગલકે ઈ.સ. ૧૭૩૯ માં ગુજરાતના નાઝિમ તરીકે નીમેલ મલિક મુકબિલ તિલંગી તાજો જ ધર્મ પરિવર્તન કરીને હિંદુમાંથી મુસલમાન બનેલ હતું અને ખાને જહાન નાયબ બખ્તયારે’ ખિતાબ ધરાવતું હતું. ગુજરાતની સતનતના વાસ્તવિક સ્થાપક મુઝફરશાહના પિતા વછરલ–મુક અને કાકા શમશેરખાન મૂળ ટાંક જાતિના રાજપૂત હતા.૩૧ ચાંપાનેરના ધર્માતર કરાવીને મુસ્લમાન બનાવેલ મલેક હુસેનને સુલતાન મુઝફફરશાહ ૨ જાએ અહમદનગર (હિંમતનગર)ને નિઝામુમુક નીમ્યો હતો.૩૨