________________
પરિ.]
ગુજરાતમાં ઇસ્લામનો કેવાવો અને એની અસર
[૩૯૫
સુલતાન અહમદશાહ ૧ લે ધર્મચુસ્ત હતો અને ઇસ્લા ને પ્રચાર કરે એને પોતાની ફરજ ગણતો હતો. એણે પિતાના રાજ્યકાલનાં આરંભિક વર્ષોમાં ઈસ્લામનો પ્રચાર કરાવવામાં બળને ઉપયોગ કર્યો હતો. વળી એણે બિનમુસ્લિમ લોકો પર જજિયાવેરો નાખ્યો અને એને વસૂલ કરવામાં કડકાઈ વાપરી, જેના પરિણામે ઇસ્લામમાં ધર્માતર કરનારાઓની સંખ્યા વધી. ૧૭ એણે સંખેડાબહાદુરપુરમાં ઇસ્લામના પ્રચારાર્થે કાજી અને ખતીબોની નિમણૂક કરી. ૧૮ કેટલાક લોકો સુલતાનની અસહિષ્ણુ નીતિરીતિઓને સામને કરવા લાગ્યા તે એમને કડક હાથે દબાવી દીધો અને એમનાં સ્થાનોમાંનાં દેવાલય તોડી પાડી ત્યાં મજિદે બાંધવામાં આવી. ૧૯ સુલતાને ધર્મપ્રચાર અને ધર્માતર કરાવવા અર્થે મલિક તુફા નામના અમલદારને “તાજુલ-સૂક'નો ખિતાબ આપીને મંદિરે તેડીને એને સ્થાને મસ્જિદ માંધવાની કામગીરી સોંપી. એને વિરોધ કરનારા પાસેથી ફરજિયાત જજિયાવેરો ઉઘરાવવામાં આવતો. • એણે કેટલાક હિંદુઓને ઇસ્લામમાં આણ્યા. જે રાજપૂતોએ ઈસ્લામ રવીકાર્યો તેઓ “મેલે સલામ” કહેવાયા, જ્યારે વાણિયા અને બ્રાહ્મણ વહેરા કામમાં ભળ્યા. ૨૧
મહમૂદ બેગડાએ જૂનાગઢ પર ત્રીજીવાર (ઈ. સ. ૧૪૬૯માં) આક્રમણ કર્યું ત્યારે એણે પિતાનો ઉદેશ ઇસ્લામના પ્રચાર કરવાનો સ્પષ્ટપણે જાહેર કર્યો હતો અને મનાયું છે કે જૂનાગઢના રા'માંડલિક ૩ જાને ઇસ્લામને સ્વીકાર કરવાની ફરજ પાડી હતી.૨૨ એણે ઈ.સ. ૧૪૭૨માં દક્ષિણ સિંધમાંના સોઢા અને સુમરા સરદારોને હરાવી એમાંના જેમણે ઇસ્લામને સ્વીકાર કર્યો તે પૈકીના, કેટલાકને પોતાની સાથે લાવી સોરઠમાં વસાવ્યા અને આ નવા મુસ્લિમોને ઇલામના સિદ્ધાંતો અને આચારાનું શિક્ષણ આપવાનો પ્રબંધ કર્યો. ૨૩ મહમૂદ બેગડાએ ઈ.સ. ૧૪૭૩ માં દ્વારકા પર આક્રમણ કરી દ્વારકા અને બેટનાં ઘણાં મંદિર અને મૂર્તિઓ તોડી પાડવા, અને દ્વારકાના રાજા ભીમને ક્રૂરત પૂર્વક મારી નાખ્યા. ૨૪ ચાંપાનેરની છત વખતે પકડાયેલા ચાંપાનેરના રાજ પતાઈ રાવળ(જયસિંહ)ની તથા એના પ્રધાન મંત્રી ડુંગરશીની સ્લામને સ્વી કાર કરવાનો ઇનકાર માટે કતલ કરવામાં આવી. પતાઈ રાવળની બે કુંવરીઓને ઝનાનખાનામાં મોકલી આપવામાં આવી અને એના એક બાળ કુંવરને ઇસ્લામને સ્વીકાર કરાવી એનું નામ “હુસેન રાખ્યું.૨૫ મહમૂદ બેગડાએ રાણપુરના રાણજી ગોહેલને મારી એના ભાણેજ હાલુજી પરમારને મુસલમાન બનાવી ગાદી આપી, જે રાણપુરના મેલે સલામ' ગરાસિયાઓના આદિપુરુષ ગણાય છે. *
સુલતાન મહમૂદ ૩ જાએ (ઈ.સ. ૧૫૩૭–૧૫૫૪) હિંદુઓ પાસેથી વાંટાની