SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૩] સાધન-સામગ્રી લહિયાઓ દ્વારા થયેલી નામ તારીખ વગેરેની :ભૂલેાથી ઐતિહાસિક સાધન તરીકે તેનું સ્થાન સંગ્રહ તેમ સૂચિ પ્રકાશિત થયાં છે.૭ ઊંચું છે. (૧૧ આ લેખે મુક્ત હાઈ આ અભિલેખેાના કેટલાક (આ) સિક્કા——ગુજરાતના ચૌદ સુલતાનેામાંથી બાર સુલતાનેાના સિક્કા અત્યાર સુધી પ્રાપ્ત થયા છે. જે બે સુલતાનાના સિક્કા મળ્યા નથી તે મુહમ્મદ ૧ લા (ઈ.સ. ૧૪૦૩) અને દાઊદ (ઈ.સ. ૧૪૫૮) છે. આ રાજાઓએ પેાતાના સિક્કા પડાવ્યા જરૂર હશે અને ભવિષ્યમાં મળી આવવાની પૂરી વકી છે. એમના રાજ્યકાલ ટૂંકા હેાવાથી સિક્કા પડાયા નહિ હોય એવું અનુમાન ઐતિહાસિક દૃષ્ટિએ ઠીક ન લેખાય, કેમકે ‘ સિક્કા' એ મુસ્લિમ રાજાઓને ♦ ખુત્બા ' સાથે અબાધિત અને અતિ મહત્ત્વને હક હાઈ રાજ્યારેાહણ સાથે જ સિક્કા પડાવવાનું કાર્યાં પહેલું હાથમાં લેવાતું. સુલતાન સિકંદર(ઈ.સ. ૧૫૨૫)ના સિક્કા, એના રાજ્ય-અમલ ફૂંકે। હાવા છતાં, થેાડા સમય પહેલાં મળી આવ્યા છે. ૧ સિક્કા પરના લખાણમાં સુલતાનનું વ્યક્તિત્વ વ્યક્ત થાય છે. શિલાલેખાની જેમ, ભારતના–દિલ્હીના કે પ્રાદેશિક રાજ્યાના-ઇસ્લામી સિક્કાઓની આખી હારમાળામાં માત્ર ગુજરાતના સિક્કા રાજાની પૂરી વંશાવળી આપતું લખાણ ધરાવે છે. ગુજરાતના અહમદ ૧લા અને રજો, મહમૂદ ૧ લે! (મેગડે!) અને બહાદુર એમ ચાર સુલતાનાના સિક્કાઓમાં એમની પૂરી વંશાવળી આપવામાં આવી છે. એવી ખીજી વિશિષ્ટતા આ સિક્કાના પદ્મ-લખાણની છે. અહીં પણ ભારતના પ્રાગ્–મુધલકાલીન સિક્કાઓમાં પહેલવહેલાં માત્ર ગુજરાતના સુલતાનાના સિક્કાઓમાં ફારસી પદ્યમાં લખાણ જોવામાં આવે છે. પદ્મનું લખાણ માત્ર મુહમ્મદ ૨ જો અને બહાદુરના સિક્કાઓમાં અપનાવવામાં આવ્યું છે. બહાદુરશાહના સિક્કાએ પરના લખાણમાં એણે મુધલ બાદશાહ હુમાયૂ'સાથે બાથ ભીડી પેાતાને ભારત-સમ્રાટ કહેવડાવ્યા હતા એને ઉલ્લેખ છે. એ જ પ્રમાણે ગદ્ય-લખાણ પરથી અમુક સુલતાનાના પોતાના રાજ્યાધિકાર વિશેના વિચારાને સહેજ ખ્યાલ આવે છે. અહમદ ર્જાના સિક્કાઓમાં એના નામ સાથે ‘ ખલીફા ’તે ઉલ્લેખ થયા નથી, પણ એના રાજ્યને ‘ખિલાફત’ના નામે ઓળખાવાયુ છે. સુલતાનામાં મહમૂદ ૧ લા (મેગડા )ના રાજ્યાધિકારના વર્ષમાં શરૂઆતના તાંબાના સિક્કાઓમાં એના ‘ ખલીફા ' તરીકે ઉલ્લેખ છે, જે પરથી એણે ખલીફા હૈાવાના દાવા કર્યાં હતા એમ જણાય છે. સાથે સાથે એમ પણ લાગે છે કે એણે આ દાવા તરત જ મૂકી દીધા હતા, કેમકે પાછળના સિક્કાઓમાં · ખલીફા 'ના ખિતાબ મળતા નથી.
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy