________________
• ૧૦]
સલ્તનત ફાલ
[ત્ર.
વગેરેના રૂપમાં આજ સુધી મળ્યાં નથી, પણ આવાં ફરમાન ધરાવતા થાડા લેખ પ્રાપ્ત થયા છે, જેના પી એ સમયની કર-પદ્ધતિ, આમ જનતાની સ્થિતિ તથા એમને થતી કોઈ પ્રકારની અગવડ મુસીબત સતામણી વગેરે, વેપારીઓ તથા મુસાફને પડતી તકલીફો અને એ બાબત રાજ્ય તરફથી લેવાતા ઉપાયે કે એવી વિવિધ બાબતેની ઘેાડીવ્રણી .માહિતી મળે છે. આવાં ફરમાનેમાં અમુક કામ પાસેથી લેવાતા લગ્નવેરાની નાબૂદી, મુર્દારકશી(મરેલા જાનવરને લઈ જવા પર વેરા)ની મના, સરકારી પ્રવાસે કે એ રીતે આવેલા અફસરા માટે ખાટલા વગેરે ઉધરાવવાની પ્રથાની બધી વગેરે ઉલ્લેખનીય છે. આવે એક મહત્ત્વન લેખ મુઝફ્ફર ૨ જાના સમયના ખંભાત ખાતે મળી આવેલ છે.
સુલેખન-કલાની દૃષ્ટિએ ગુજરાતના શિલાલેખ ઘણા અગત્યના છે. અમુક તે। આ કલાના ઉત્કૃષ્ટ નમૂના પૂરા પાડે છે. થેાડા અણુપ્રીથા સુલેખનકારાનાં નામ પણ આ લેખોમાં સચવાયાં છે. ઈ.સ. ૧૬મી સદીના એક લેખમાં પ્રાચીન ઉર્દૂના નમૂના મળી આવે છે, જે ભાષાના ઇતિહાસ માટે અગત્યના લેખાયા છે.
એ જ પ્રમાણે ઇતિહાસમાં ન ઉલ્લેખાયેલાં તેવાં—મલેકશાખાન અને બાઈ હરીરનાં ઉદ્યાના જેવાં—ખીજા ક્ષેત્રણ ઉદ્યાનેાના લેખ પણ પ્રાપ્ત થયા છે. રાણી સરાઈ(જેને ‘રાણી સમરાઈ' અને ‘રાણી સિપ્રી' પણ લખવામાં આવે છે)ની જેમ રાણી હીરબાઈએ અમદાવાદ ખાતે હિ.સ. ૯૨૨(ઈ.સ. ૧૫૧૬-૧૭)માં મસ્જિદ બંધાવી હતી, જેને લેખ મા(મન્થા)ની મસ્જિદમાં મળ્યો હતા. એ પ્રમાણે અહમદ ૨જાના સમયમાં રાજમાતાએ બનાવેલી મસ્જિદના લેખ પણ મળ્યો છે. એ ઉપરાંત બીજા ખાનદાનાની સ્ત્રીઓના પણ મસ્જિદ ઉદ્યાન વગેરે બધાવવા વિશેના છએક લેખ પ્રાપ્ય છે. શિલ્પ-સ્થાપત્યના અભ્યાસ માટે આ લેખાની અગત્ય છે જ.
ભરૂચના હિ. સ. ૮૨૧(ઈ.સ. ૧૪૧૮ )ના એક લેખ પરથી ગુજરાતમાં ‘ સુર સન’ પ્રચલિત હેાવાનું જાણવા મળે છે. ગુજરાતના મુઝફ્ફર ૨ જાને ગુજરાતમાં પેાતાના નામ પરથી પેાતાનાં રાજ્યવ દર્શાવવાનુ માન જાય છે. એના લેખામાં હિજરી સન સાથે (એના ખિતાબ શમ્મુદ્દીન પરથી) “ શમ્સિય્યા વર્ષોં ”ને પ્રયાગ મળે છે. આવાં શક્સિય્યા વર્ષ ૨, ૪, ૬, ૧૨ અને ૧૪ ના લેખ ખંભાત અમદાવાદ સંખેડા અને હિંમતનગર ખાતે મળી આવ્યા છે.
k
,,
ટૂંકમાં, ઇતિહાસનાં વિવિધ પાસાંઓ માટે આ અભિલેખામાં સારી એવી પ્રમાણિત સામગ્રી મળી આવે છે; એટલું જ નહિ, પણ અરબી-ફારસી હસ્તપ્રતમાં