________________
૧૩ મું ] ધમ-સદા
[૩ (ઈ.સ. ૧૫૩૧)માં વિદ્યામંડનસુરિ પાસે પુન:પ્રતિષ્ઠા કરાવી. સુલતાને આ કમાન દ્વારા સર્વને માટે તીર્થયાત્રાની સરળતા કરાવી લીધી.
અબુ ઉપરનાં વિમલવસહિ અને લુણિગવસહિ. આદિ મંદિરોને પુનરધાર વિ.સં. ૧૩૭૮(ઈ.સ. ૧૩૨૨)માં કરાયે. વિમલવસહિને ઉદ્ધાર લલ અને વીજડ નામના પિતરાઈ ભાઈઓએ કરાવ્યું, જ્યારે શિવસહિને સંધપતિ પીથડે. શ્રીમાલાજ્ઞાતીય ખેતલ અને બીજાઓએ પણ ત્યારે અન્ય દેવકુલિકાએ ત્યાં કરાવી.૭૧
અમદાવાદના સુલતાન અહમદશાહ ૧લાના માન્ય સમરસિંહ સને એ સેમસુંદરસૂરિના ઉપદેશથી સિદ્ધાચલની યાત્રાએ આવી, ગિરનારની યાત્રા કરી ત્યાંના નેમિનાથના ત્રણ કલ્યાણકના ચેત્યનો અર્થાત વસ્તુપાલના પ્રાસાદને ઉદ્ધાર કર્યો, જેમાં જિનકીર્તિ સરિએ પ્રતિષ્ઠા કરી. આ પહેલાં વિ.સં. ૧૪૪૯(ઈ.સ. ૧૩૯૩)માં ખંભાતના શ્રીમાલી હર શાહે પણ ગિરનારના નેમિનાથપ્રાસાદનો ઉદ્ધાર કર્યાને ઉલ્લેખ મળે છે.૭૩
એ જ રીતે ઈલદુર્ગ(ઈડર)ના રાવ પૂજાના માન્ય વચ્છરાજસુત ગોવિંદ સાધુ( =શાહ, વણિક)એ તારણુગરિ (તાર ગા) ઉપરના કુમારપાલે કરાવેલા વિહારને ઉદ્ધાર કર્યો અને એમાં નવ ભારપટ્ટ (ભારવાડ) ચડાવ્યા અને રતંભે કરાવ્યા. આ ઉદ્ધાર રાવ પૂજાના અવસાન (ઈ.સ. ૧૪૨૮) પહેલાં થયો હોવાનું જણાય છે.૭૪
આ પુનરુદ્ધાર શક્ય બન્યો એનું એક મુખ્ય કારણ એ ગણાવી શકાય કે એ કે મને કોઈ ને કોઈ પુરુષ કાં તો ઉચ્ચ હોદ્દા પર હોય અગર તે બીજી રીતે પણ રાજયકર્તાનું માન સંપાદન કરનારે હેય. દાખલા તરીકે વિ.સ. ૧૪૧૦ (૧૩૫૪)માં “શાંતિનાથચરિત' મહાકાવ્ય રચનાર બૃહદગચ્છીય મુનિભદ્રસૂરિએ પીરોજશાહ સુલતાનની રાજસભામાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલી હતી.૭૫ સુલતાન અહમદશાહના દરબારમાં ગુણરાજ સંઘવી, ગદામંત્રી અને કર્મણમ ત્રી એ નામના મેટા અમલદાર હતા–(કદાચ મંત્રીઓ હશે)–એવું જૈન સાહિત્યમાંથી વિદિત થાય છે. વિ.સં. ૧૬૧ (ઈ.સ. ૧૫૫૪)માં પ્રખ્યાત હીરવિજયસૂરિને ર૭ વર્ષની વયે શિરોહીમાં આચાર્યપદ અપર્ણ થયું ત્યારે દૂદા રાજાના જેન મંત્રી ચાંગા સંઘવીએ ઉત્સવ કરેલ.૭૭ એ પછી હીરવિજયસૂરિ પાટણ ગયા ત્યારે ત્યાં અહમદશાહ ર જાના સૂબેદાર પઠાણ યવન શેરખાનનું શાસન ચાલતું હતું તેના સચિવ સમરથ ભણશાલીએ ત્યારે આ સરિના માનમાં ગચ્છાનુજ્ઞા મહત્સવ કર્યો.૭૮
અલ્પખાનના શાસનકાલમાં જ, વિ.સં. ૧૩૬૬ (ઈ.સ. ૧૯૧૦)માં શત્રુ. જયાદિની યાત્રા કરનાર, શાહ જેસલે ખંભાતમાં પોપધશાલા સહિત અજિતનાથનું