SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮] સતનત કા (પ્ર. વિધિચૈત્ય બંધાવ્યું હતું.૭૯ વિ.સ. ૧૩૯૪(ઈ.સ. ૧૩૮) માં વિમલમંત્રીના વંશજ મંત્રી અભયસિંહના પુત્ર મંત્રી જગસિંહ અને એના પુત્ર મંત્રી ભાણ કે આબુ ઉપરના વિમલવસતિની અંદર અંબિકા દેવીની મૂર્તિ કરાવી. • વિ.સં. ૧૪૪૪(ઈ.સ. ૧૩૮૮)માં ખરતરગચ્છીય જિનરાજરિએ ચિત્તોડમાં આદિનાથની પ્રતિષ્ઠા કરી.૮૧ ગોવિંદ સાધુ( –શાહ)એ તારંગાના કુમારપાલવિહારને ઉદ્ધાર કર્યો ત્યારે એણે ત્યાં આરાસણની ખાણના ખાસ આરસમાંથી ઘડાવેલ અજિતનાથનું મોટું બિબ વિ.સં. ૧૪૭૦ (ઈ.સ. ૧૪૨૩)માં સેમસુંદરસૂરિને શુભ હસ્તે જ પ્રતિતિ કરાવ્યું.૮૨ ખરતરગચ્છીય પ્રભાવક આચાર્ય જિનભદ્રસૂરિની પ્રેરણાથી ગિરનાર ચિત્તોડગઢ માંડવ્યપુર(મંડ વર) આદિ સ્થળેએ મેટાં જિનાલય બંધાવાયાં અને મંડપદુર્ગ(માંડવગઢ) પ્રહૂલાદનપુર(પાલનપુર) વગેરે નગરોમાં અનેક જિનબિંબની પ્રતિષ્ઠા કરાઈ.૮૩ આ જ અરસામાં ગિરનાર ઉપર પણ બે નવાં ચૈત્ય બંધાયાં. પૂર્ણચંદ્ર કોઠારીએ એક મોટું જિનમંદિર ત્યાં બંધાવ્યું, જેમાં જિનકીર્તિસૂરિએ પ્રતિષ્ઠા કરી અને ગંધારના લોબા સંધપતિએ કરાવેલ ચતુર્મુખ જિનાલયમાં સમદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી.૮૪ જૂનાગઢના રામંડલિકના રાજ્યમાં વિ.સં. ૧૫૦૯(ઈ.સ. ૧૪૫૩)માં સ્તંભતીર્થવાસી શાહારાજે ગિરનાર પર વિમલનાથને પ્રાસાદ બંધાવ્યા, જેમાં બૃહદ્ તપાગચ્છના રત્નસિંહસૂરિએ પ્રતિષ્ઠા કરી. આ સંબંધી વિશાળ શિલાલેખ પ્રથમાધ ગિરનાર પર મોજૂદ છે.૮૫ સંપ્રતિ રાજાના મંદિરમાંથી વિ.સં. ૧૫૨૩ (ઈ.સ. ૧૪૬૭)ના સમયનિર્દેશવાળો એક સુંદર કલામય પરિકર મળી આવ્યો છે, જેના ઉપર સ્પષ્ટ વિધાન છે કે એ વિષે ઉદયવલભસૂરિના ઉપદેશથી શ્રીસંઘે વિમલનાથદેવ પરિકર સહિત બનાવ્યા અને જ્ઞાનસાગરસૂરિએ એની પ્રતિષ્ઠા કરી. બે વર્ષ બાદ વિ સં. ૧૫ર ૫ ઈ.સ. ૧૪૬૯)માં સુંદર મંત્રીના પુત્ર અને સુલતાન મહિમૂદના મંત્રી ગદાએ આબુના ભીમવિહાર–ભીમાશાવાળા અષભદેવના મંદિરમાં ૧૨૦ મણ વજનનું પિત્તળનું ઋષભદેવનું બિંબ તેમજયસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત કરાવ્યું.૮૭ સોજિત્રામાં અહમ્મદાબાદના વાસી શ્રીગદરાજ મંત્રીએ ત્રીશ હજાર દ્રમ્પ ખચી નવું જૈન મંદિર કરાવી એમાં સોમદેવસૂરિ દ્વારા પ્રતિષ્ઠા કરાવી હતી.૮૮ એ જ રીતે વિ.સં. ૧૫૩૩(ઈ.સ. ૧૪૭૭)માં અમીપુરના ઉકેશવંશીય સોની ભાઈઓ ઈશ્વર અને પતાએ ઈડરના ભાણ રાજાના દુગર ઉપરના પ્રાસાદ કરતાં ઊંચે પ્રસાદ કરાવી એમાં ઘણાં બિંબ સાથે અજિતનાથના બિંબની લક્ષ્મીસાગરસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી હતી.૮૯
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy