________________
ધર્મસંપ્રદાય
t૩૬૫
સૂર્ય સર્વ પ્રહને સ્વામી હેઈ નવગ્રહપૂજાનું પણ પ્રસ્તુત સમયે અસ્તિત્વ હતું એવું જણાય છે. વિ. સં. ૧૫૮૨(ઈ. સ. ૧૫૨૬)ના ઊનામાંથી મળેલા અભિલેખમાં સૂર્ય સાથે બીજા ગ્રહોની સ્તુતિ કરવામાં આવી છે.પ૮ નવગ્રહના સમૂહપઢો સ્થાપિત કર્યાના ઉલ્લેખ પણ પ્રાપ્ત થાય છે. આવા નવગ્રહપટ્ટ મેઢેરાના પ્રસિદ્ધ સૂર્યમંદિરમાં, પ્રભાસમાં ત્રિવેણી પાસેના સૂર્યમંદિરના દ્વાર પર, થાનના મુખ્ય મંદિરમાં સિંહદ્વારના શિરોભાગે અને મૂત્રાપાડાના સૂર્યમંદિરની દક્ષિણબાજની ભીંતમાંથી મળ્યા છે, જે પદોમાં સામાન્ય રીતે સૂર્યના બે હાથમાં કમળ, ચંદ્રના બે હાથમાં પદ્મ અને અન્ય ગ્રહોના હાથમાં મોટે ભાગે માળા અને કમંડળ રાબેતાં હોય છે; જેકે કવચિત્ આમાં થોડા ફેરફાર પણ થયા કરતા હોય છે. ૫૯
આ ઉપરાંત આ કાલખંડમાં અન્ય દેવની સ્થાપના ફર્યાના ઉલેખ પણ ઉપલબ્ધ થયા છે. ઈંદ્ર અને બીજા દિકપાલની સ્થાપનાના નિર્દેશ પણ ફર્વચિત્ પ્રાપ્ત થાય છે. ઊનાના શિવપાર્વતીના મંદિરમાંથી મળેલા અભિલેખમાં દ્રાદિ દિકપાલની પ્રતિમાઓની સ્થાપનાને ઉલ્લેખ કરે છે. •
આ બધા પ્રમાણેથી પ્રતીત થાય છે કે હિંદુ ધર્મના શૈવ શાક્ત વૈષ્ણવ જેવા પ્રધાન સંપ્રદાય તથા આદિત્યાદિ ગ્રહ અને દ્રાદિ દિપાલ વગેરેના અર્ચનની પ્રણાલીઓ આ કાલખંડમાં પ્રચલિત હતી, પરંતુ આ વિભિન્ન સંપ્રદાયના અલગ વાડા હતા એમ કહી શકાય નહિ. થોકબંધ અભિલેખે દર્શાવે છે કે સામાન્ય હિંદુ પ્રજાજનને મન તો આ સર્વ દેવ પૂજનીય હતા અને તેથી જ અભિલેખમાં બહુધા કોઈ એક જ સાંપ્રદાયિક દેવનું સ્મરણ કે સ્તુતિ ન કરતાં વિવિધ દેવને નમસ્કાર કરવામાં આવ્યા છે. આ સર્વતમખી હિંદુભાવનાનાં ઉદાહરણ તે સર્વ કાલના અભિલેખાદિ અને ગ્રંથાદિના પ્રારંભે દૃષ્ટિગોચર થાય છે ?
આ કાલખંડમાં હિંદુ પ્રજા અવસર મળતાં નવી મૂતિઓની સ્થાપના અને નવાં મંદિરોની રચના માટે પણ તક ઝડપતી રહી. નાના નાના હિંદુ રાજાઓના પ્રત્સાહને તથા સમયે સમયે આવતા સભાવશીલ હિંદુ-મુસ્લિમ અમલદારોની સહાનુભૂતિએ તેમજ કવિઓ અને તેની પૈર્યપૂર્ણ પ્રવૃત્તિઓ હિંદુ ધર્મની મહાનદીના પિષક અને પૂરક વિવિધ સંપ્રદાયોના પ્રવાહને ટકાવી રાખવામાં ઓછેવત્તો હિસ્સો આપ્યો છે. .