________________
૩૪]
સતત કાલ
વિ. સં. ૧૪પ૬( ઈ.સ. ૧૪૦૦)ના પાટડીમાંથી પ્રાપ્ત થયેલ અભિલેખમાં એક કર્ણરાજને “મરિયળ:” કહ્યું છે. બીજા એક શિલાલેખમાં મંત્રી સૂદ વિષ્ણુભક્ત તરીકે નિરૂપેલો છે. ૪૫ જૂનાગઢ મહીપાલદેવ વિષ્ણુપૂજન કરતે હતા એવો ઉલ્લેખ મળે છે કે કેટલાક અભિલેખમાં “વિષ્ણુનો વાસઃ ' શ્રીકળવાવર” “સમસ્યા વિદgમાં શ્રીકૃદાનમતું', વિરો: પ્રારાત' જેવા ઉલ્લેખ આવે છે. બીજા કેટલાકમાં “રણછોડજીના ચરણસેવાને પ્રાસાદ ૪૮
સ્વર્ગલેકના ધણી છે સત્યશ્રી રણછોડ ૪૯ જેવા ઉલ્લેખ પણ જોવા મળે છે. વળી એક શિલાલેખમાં વિષ્ણુના પ્રિય ભક્તો પ્રહૂલાદ ધ્રુવ નારદ આદિને નિર્દેશ કરતી પંક્તિ મૂકેલી છે.પ૦
આ બધા ઉલ્લેખ સ્પષ્ટ કરે છે કે સલ્તનત કાળમાં વૈષ્ણવ સંપ્રદાય પણ સારી રીતે પ્રર્વતમાન હતું. વિષ્ણુની જે મૂર્તિઓ ગુજરાતમાંથી પ્રાપ્ત થઈ છે તેઓમાંની મોટા ભાગની “ ત્રિવિક્રમ ની જણાઈ છે. કેટલાક કવિઓએ પણ વિષ્ણુભક્તિ-કૃષ્ણભક્તિને વેગ આપે છે. આ કાલખંડમાં વિહરેલ ક વેઓમાં ખાસ ઉલ્લેખનીય છે “રણમલ છંદને રચયિતા શ્રી પર, પરમ વૈષ્ણવ નરસિંહ મહેતા, વિરસંગ, કર્મણમંત્રી, રામાયણકાર માંડણ, ભીમ, જનાર્દન, ભાલણ, મહાન કૃષ્ણભક્ત કવયિત્રી મીરાબાઈ, નાકર, વસ્ત, એમની ભાવવાહી રચનાઓએ હિંદુ ધર્મમાંના વૈષ્ણવ સંપ્રદાયના પ્રવ અને અવિખલિત રીતે વહેતો રાખે. ૧૫ મા-૧૬ મા શતકમાં મહાત વૈષ્ણવાચાર્ય વલ્લભાચાર્ય તથા એમના પુત્ર વિઠ્ઠલનાથ ગુજરાતમાં અનેક વાર આવી ગયા અને વૈષ્ણવ સંપ્રદાયના પ્રવાહે નવા ઝોક સાથે અવિક વેગ પકડયો ગુજરાતની વેપારી પ્રજાને વલ્લભાચાર્યની પુષ્ટિમાગીય કૃષ્ણભક્તિ રુચિ જતાં ધીમે ધીમે એની જમાવટ થવા લાગી.પર
સેલંકી કાલમાં સૂર્ય પૂજાને પ્રચાર સમસ્ત ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં વ્યાપક સ્વરૂપે હતે.પ૩ સલ્તનત કાળમાં પણ આદિત્ય અર્થાત સૂર્યની પૂજા થતી અને સૂર્ય મંદિર પણ બાંધવામાં આવતાં હોવાનું અનેક અભિલેખો ઉપરથી, સ્પષ્ટ થાય છે. ઉપાસનામાં સૂર્યને “આદિત્ય’ એ નામ ખાસ પ્રચલિત હતું. ૫૪ સૂર્યની સ્તુતિથી શરૂ થતા શિલાલેખ પણ ઉપલબ્ધ થયા છે.૫૫ “સર્વ દય’ “કૃષ્ણાર્ક” “મુખ્યા જેવાં આદિત્ય” અને “અર્ક પદાંતયુક્ત મનુષ્યનામે પણ પ્રવર્તમાન સૂર્યોપાસનાની સાક્ષી પૂરે છે ૫૪ અભિલેખાદિમાં ઉપલબ્ધ પ્રમાણે ઉપરથી જણાય છે કે જૂનાગઢ જિલ્લામાં સૂર્ય પૂજાને પ્રચાર તેમ પ્રસાર સારા પ્રમાણમાં હતું, જે પ્રાય: ૧૫ મી શતાબ્દીથી ક્ષીણ થતો ગયે છે. ૫૭