SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ શુ| ધમ સપ્રદાયા [33 આવા બે ફ્રારસી લેખ જૂન!ગઢ મ્યુઝિયમમાં રાખેલા છે, જેમ તે એક હિ.સ. ૮૫૯(ઈ સ. ૧૪૫૫)ને અને બીજો હિ.સ. ૯૫(ઈ.સ. ૧૫૪૩)તે છે.૩૨ જેમ સામનાથ આંખલ ભારતીય મહત્ત્વનું પ્રાચીન ચૈત્ર તીર્થા છે, તેમ દ્વારકા અખિલ ભારતીય મહત્ત્વનું પ્રાચીન ભાગવત-વૈષ્ણવ તીથ છે. મહમૂદ મેગડાએ ઈ.સ ૧૯૭૩ માં આ સુપ્રદ્ધિ વૈષ્ણવ તી' પર ત્રાટકી મદિરાને નાથ કર્યા,૩૩ છતાં આ સમગ્ર કાલખંડ દરમ્યાન વૈષ્ણવ સંપ્રદાય પણ જીવંત રહ્યાનાં અનેક પ્રમાણ પ્રાપ્ત થયાં છે. ખાસ કરીને ૧૫ મા શતકમાં વૈષ્ણવ ધર્માંતા પ્રવાહ પૂરજોસમાં આવ્યા જણાય છે. વિ સં. ૧૪૬૯( ઈ સ. ૧૪૧૩)માં નૃસિ ંહારણ્ય તમે રચેલ વિશ્વ િચદ્રોદય' નામક ગ્રંથની એક હસ્તપ્રત પાટણ ભ’ડારમાંથી મળી છે,૩૪ તેમાં સામાન્ય પૌરાણિક વૈષ્ણભક્તિનું નિરૂપણ કરેલું છે. વલ્લભાચા અને ચૈતન્ય જેવાની અસર આવી તે પહેલાંનેા સામન્ય ભાગવતધમ યારે પ્રમાન હતા.૩૫ અમદાવાદથી ઉત્તરે આવેલી અડાલજની વાવને શિલાલેખ દડાહી પ્રદેશના વાધેલા રાજા મેકલિસહુને ‘ ભાગવતપ્રધાન ’ તરીકે એાળખાવે છે.૩૬ વિ.સ., ૧૫૫૫( નં.સ. ૧૪૯૯ )ના આ લેખમાં વાધેલા મેકલિસ હે ભાગવતાના સમૂહની રક્ષા કર્યાને ઉલ્લેખ છે.૩૭ આ કાખંડમાં માધવ-રુક્મિણી લક્ષ્મીનારાયણ બલરામ-રેવતી દ્વારકાધીશ મદનગે।પાલ નરિસંહ વગેરેનાં થઈને ૧૦ થી ૧૨ વૈષ્ણવ મંદિર સ્થપાયાંના ઉલ્લેખ ઉપલબ્ધ છે.૩૮ . હુવાના લક્ષ્મીનારાયણ મદિરમાંથી વિ. સં. ૧૫૦૦( ઈ.સ ૧૪૪૪)ના અભિલેખ મળેલે છે, જેનાં એક શ્રેષ્ઠીએ બાવ કરાવી ને એમાં લક્ષ્મી સહિત જ≠શાયી પુરાણપુરુષ(નારાયણ) તે પધરાવ્યા ઉલ્લેખ કરેલે છે. એ વાવ બંધાવનારના કુલમાં ઘણા વિષ્ણુભક્ત થયા હતા એવું પણ એમાં જણાવેલું છે.૩૯ ધોળકાના વાવમાં પણ શેષશાયી વિષ્ણુ પધરાવ્યના ઉલ્લેખ છે.જ આવાં lશયે! સાથે જલશાયી તરીકે વિષ્ણુને સૂચક સબંધ છે એમ જણાય છે. . કેટલાક અભિલેખોમ વિષ્ણુની સ્તુતિથી પ્રાર ંભ કરાયા છે. વિ. સં. ૧૪૩૭ ( ઈ.સ. ૧૭૮૧)ના જૂનાગઢ જિલ્લાના ધામળેજન! વિશૃગયા અથવા ચક્રતી નામના તળાવ પાસેથી મળેલા શિલાલેખમાં ‘હરિ'ની સ્તુતિથી પ્રારંભ કરાયે છે અને આ તે વિષ્ણુ; પ્રીયતામ્ ' એવે! ઉલ્લેખ કરેલા છે.૪૧ ધંધુસર પાસેની હાનીવાવની વિ. સં. ૧૪૪૫(ઈ.સ. ૧૩૮૯)ની પ્રશસ્તિમાં જલશાયી વિષ્ણુના પ્રશ્ને'ધ જય માટે થાએ! ' એવી વિષ્ણુસ્તુતિથી પ્રારંભ કરાયા છે.૪૨ વિ. સ. ૧૪૭૩(ઈ.સ. ૧૯૧૭)ના જૂનાગાઢ-ગિરનારના રેવતીકુંડ ઉપરના ઉપર બતાવેલા સ ંસ્કૃત શિલાલેખમાં નવનીતચેર દામેાદરની સ્તુતિથી શરૂઆત કરાઈ છે,૪૩
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy