SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ ] { પ્ર. સાવ શાસ્ત્રીય વ્યાખ્યા પ્રમાણેના નમૂના અભિલેખામાં મળ્યા નથી. પૂર્વ ગુજરાતમાં એના એક નમૂના મળ્યા છે. કપડવંજની જામે મસ્જિદના હિ.સ. છ ( ઈ.સ. ૧૩૭૦-૭૧ )ના લેખવાળા આ લખાણમાં અક્ષરાની જાડાઈ વચમ વધી. પણ છેડા કુંઠિત હાવાને બદલે અણીદાર છે.૪૪ આ લેખના લખનાર કમાલ-સુત ઉસ્માન હતા, જે વ્યવસાયે સુલેખનકાર હતે. વિજાપુરની જામે મસ્જિદના હિ.સ. ૭૭૧( ઈ.સ. ૧૩૬૯-૭૦ )ના લેખ આ લેખને ધણા મળતે આવે છે.૪૫ સાન ફાલ ઇસ્લામી સામ્રાજ્યના પૂર્વના વિસ્તાર એટલે કે ઈરાન અફધાનિસ્તાન મધ્ય એશિયા અને હિં દ-પાક-બાંગ્લાદેશ ઉપખ`ડમાં લગભગ ૧૪ મી સદીમાં શેાધાયેલી૪૬ અને અર્વાચીન સમયમાં અરબી દેશે। સિવાય બીજા અરબી લિપિ અપનાવેલા દેશામાં માટે ભાગે પ્રચલિત એવી લેાકપ્રિય નતાલીક શૈલી સલ્તનત કાલના અભિલેખામાં ૧૬મી સદી પડેલાં દેખા દેતી નથી, માત્ર ગુજરાતમાં જ આ લિપિ આટલે માડે પ્રયાગમાં લેવાઈ એમ નથી, ખુદ હિંદુસ્તાનમાં પણ નસ્તાલીકના પ્રયાગ ૧૬ મી સદીની પહેલી પચીસીની લગભગથી જોવા મળે છે.૪૭ ૧૫ મા સૈકામાંની હસ્તલિખિત પ્રતામાં તે આ શૈલીનું સંપૂર્ણ વિકસિત રૂપ જોવા મળે છે, પણ બીજી એકાદ સદીમાં એની લોકપ્રિયતા એટલી વધી કે અભિલેખેામાં પણ એને પ્રયાગ થવા લાગ્યા અને જેમ નખ શૈલીએ ફૂફીનું સ્થાન લીધું તેમ ૧૬મી સદીથી નસ્તાલીકના પ્રયાગ ઉત્તરાત્તર વધતા જઈ છેલ્લાં અઢીસે વર્ષથી તા નસ્તાલીક જ અભિલેખાની લેખન-શૈલીનું છહુધા માધ્યમ બની રહી છે. નસ્તાલીકની આ લાકપ્રિયતાનું મુખ્ય કારણ એના અક્ષરાના વર્તુલીય ભાગાની ગાળાઈનું સંપૂર્ણ સંતુલન અને સ્વાભાવિક સુગમતા તેમજ એના ઊભા કે આડા લસરકાએાના લાલિત્યપૂર્ણ ઢાળ છે. સલ્તનત કાલના અભિલેખેામાં નસ્તાલીક લખાણના નમૂના એત્રણથી વધુ મળ્યા નથી. આમાં હિ.સ ૭૭ર(ઈ.સ.૧૩૭૦-૯૧) અને હિ.સ. ૯૨૮(ઈ.સ. ૧૫૨૨)ના એ ખંભાતમાં, હિ.સ. ૯૭૩ ઈ.સ. ૧૫૬૫૬૬)ના એક અમદાવાદમાં અને હિ.સ. ૯૭૮(ઈ.સ. ૧૫૭૦૭૧)ના એક ભરૂચ ખાતે વિદ્યમાન છે. આમાં હિ.સ. ૭૭૨ વાળે લેખ પ.છળથી મુકાયેલો લાગે છે. લેખનશૈલી પરથી આ લેખ હિજરી સનની ૧૧મી સદી (ઈ.સ.ની ૧૭મી સદી) પહેલાંને। હાય એમ લાગતુ નથી,૪૮ એટલે એની ફ઼ારસી પદ્યલખાણની નસ્તાલીક શૈલીને સલ્તનત કાલ સાથે સંબંધ નથી, ખંભાતના બીજ અભિલેખના વર્ષી વિશે સ ંદેહ કરવાને કારણુ નથી. એ પશુ મૃત્યુલેખ છે. અને આમ પણ લખાણ, ગેાવની ભાત વગેરેની
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy