________________
૧૨ મું]
લિપિ
[૩૫
દષ્ટિએ જોઈએ તે, ઈસવી સનની ૧૫મી સદીના આવા અભિલેખોની હરોળમાં આવે, પણ લેખનશૈલી સહેજ ઊતરતી કક્ષાની છે. બીજું એનું લગભગ આખું લખાણ અરબીમાં અને નખ શૈલીમાં છે, માત્ર થોડી થોડી જગ્યા ખાલી રહી તે પૂરી કરવા માટે મૃતક વ્યક્તિ માટે ઈશ્વરની દયાયાચનાના ભાવાર્થવાળી એક વિખ્યાત ફારસી તૂક જ નસ્તાલીકમાં કંડારવામાં આવી છે. એમાં પણ અમુક અક્ષરો પર નખની અસર સાફ જ નજરે પડે છે એ જે અભિલેખમાં નસ્તાલીકના પ્રયોગનો એ સાવ શરૂઆતને નમૂનો હોવાનું પ્રતીત થાય છે. આ જ
એનું વિશેષ મહત્તવ છે, નહિ તો કલાની દષ્ટિએ લખાવટ-શૈલી સાવ સાધારણ, બલકે ઊતરતી કક્ષાની છે.
બાકીના બે લેખ નમતાલીકના નમૂના છે. બંને લેખ સલ્તનત કાલના અંતસમયના છે. આમાં અમદાવાદવાળો અભિલેખ શાહપુરમાં આવેલી શેખ હસન ચિરતા સાહેબની મજિદ પર છે, જેમાં આડી અને ઉભી ચોકડી જેવી જાડી બહિરેખાથી પથરને ચાર ભાગમાં વહેંચી બનાવેલી ચાર હળેમાં એક એક ચરણ સમાવતું બે કડીનું પદ્ય-લખાણ સુંદર વસ્તાલીક શૈલીમાં કંડારવામાં ખાવ્યું છે એકંદરે આ લખાણ-શૈલી સુંદર અને આંખને ગમે તેવી છે, પણ ન તાલીક શૈલીનું પ્રમુખ લક્ષણ ગણાતી. અક્ષરોના વક્ર કે વસ્તુ લીય લસરકાઓની જોઈએ તેવી લચક અને અક્ષરના આડા કે ઊભા લસરકાઓની જાડાઈમાં સપ્રમાણ કે સંતુલનની પૂર્ણતાના અભાવે એને નસ્તાલીકને અત્યંત ઉત્કૃષ્ટ નમને તે ન કહી શકાય, પણ એકંદરે લખાવટની છટા, એની કમ મીય ગોઠવણ, સફાઈ અને સુઘડતાને લઈને એ આકર્ષક જરૂર છે આ લેખમાં સુલેખનકારનું નામ દસ્ત મુહમ્મદ આપેલું છે. આના મુકાબલે ભરૂચને અભિલેખ, જે મમ શરફુદ્દીન સાહેબની દરગાહમાં છૂટા પડી રહેલ પથ્થર પર છે, તેની નસાલીક શૈલી સાધારણ છે. એને લખનાર હાફિઝ વફાદાર હતો.૫૧
પાટીપ
૧. પ્ર. ચિ. પરીખ, ગુજરાતમાં બ્રાહ્મીથી નાગરી સુધી લિપિ-વિકાસં, પૃ. ૨૫-૫૮
ગુજરાતી લિપિનો વિકાસ મુઘલકાલમાં થયો હોવાથી એનું વિગતવાર નિરૂપણ ગ્રંથ ૬ માં કરવામાં આવશે. “ ૨. આવા સાંકેતિક શાં માટે જુઓ G. Bihler, Indian Palaeography,
pp. 103 f; મોસા, “મારતીય પ્રાચીન પિમા', પૃ. ૧૨૦; D. C. sincar, Indian Epigraphy, pp. 230 ff.