SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ મું] લિપિ (૩૫ સુલેખન ઉચ્ચ કોટિનું છે. આમાં પેટલાદવાળા લેખમાં સુલેખનકારનું નામ સદુભાગ્ય મળે છે, પણ એ પ્રકાશિત પાઠમાં પૂરું વંચાયું નથી. આવા જ એક અત્યંત મનહર સુઘટિત અક્ષરવાળા, પણ દુર્ભાગ્યે નટ પામેલા, એક લેખના બે નાના ખંડિત ભાગ પાટણમાં જુદી જુદી જગ્યા બે સચવાયેલા મળ્યા છે. એમાં સુલેખનકલાની અત્યંત મધુરતાનાં દર્શન થાય છે. આ લેખ નાઝિમ અ૯૫ખાનના સમયનો છે અને મારે મતે એણે બંધાવેલી મોટી જામે મસ્જિદના આ લેખ હેાય તો નવાઈ નહિ.૨૮ આવા સલતનત કાલના નમૂનાઓમાં વડોદરાની જામે મજિદને હિ.સ. ૯૧૦(ઈ.સ ૧૫૦૪-૦૫)ન,૩૯ ચાંપાનેરની જામે મજિદને હિ.સ.૯૨૪(ઈ.સ. ૧૫૨૪)ને, ભરૂચમાં મલેક ઇમાદુલુમુકના રાજાને હિ સં. ૯૬૭(ઈ.સ. ૧૫૬૦)નો તથા ઝચ્ચાની વાવને હિ.સ. ૯૭૧(ઈ.સ. ૧૫૬૩૬૪),૪ર વગેરે લેખો અત્યંત સુઘટિત અક્ષરો અને લસરકાવાળી મનોહર શૈલીના પ્રથમ પંક્તિના નમૂના છે. આમાં સર્વમાં વિશિષ્ટ ઈમાદુલ મુલ્કના રોજાવાળે ભરૂચને લેખ છે, જેમાં ઊભા અને આડા લસરકાઓ સાથે અમુક ઊભા લસરકાઓને તિર છા-૪૫° ખૂણે-મૂકવાની કલામય ગોઠવણ, ચાર મોટી આડી હરોળમાંની પ્રત્યેક હરોળમાં લખાણના જ આડા લસરકાઓ પૈકીના અમુકને લબાવી જુદી પડતી બે પંક્તિઓનું લખાણ, અક્ષરના વર્તલીય કે વક ભાગેનું અત્યંત સુઘટન તથા સુરમ્ય અલેખન અને આખા લખાણનું મોટા સુંદર અક્ષરેથી અતિ સુઘડ અને સફાઈદાર આલેખન વગેરેને લઈને આ અભિલેખને અન્ય ત સુંદર નમૂનાઓમાં પ્રથમ પંક્તિમાં મૂકી શકાય. યુલ્ય શૈલીના બેત્રણ તુગ્રાઓનો પણ ઉલ્લેખ જરૂરી છે. આમ તો તુગ્રા” એ લખાણના અક્ષરોને એક બીજા પર ગોઠવીને લખવાથી થતો એક આલંકારિક પ્રકાર છે. ગુજરાતમાં તુઝાને આવો કાઈ નમૂન આજ પર્યત મળ્યો નથી. એ સિવાય ભૌમિતિક આકારે સર્જતા તુઝા હોય છે, જેના ત્રણેક નમૂના અમદાવાદમાં જમાલપુરની કાચની મજિદમાં છે, જેમાં બે માં અલ્લાહ, મુહમ્મદ (સ.અ.વ.) અને (હઝરત અલી, અને ત્રીજામાં અલ્લાહ, મુહમ્મદ (સ.અ.વ.સ.) અને પહેલા ચાર ખલીફાઓ (હઝરત) અબુબક્ર, હઝરત) ઉમર, (હઝરત) ઉસ્માન અને (હઝરત) અલી એ નામ-શબ્દોની સીધી, અર્ધવક કે વક રેખાની કલાત્મક સુયોજનવાળી ગોઠવણ દ્વારા આંખને ગમી જાય તેવા ભૌમિતિક આકાર સજ્ય છે ૪૩ યુથે સાથે સારી એવી માત્રામાં સામ્ય ધરાવતી, પણ પુસ્તકમાં પણ જેના અત્યંત મર્યાદિત નમૂના ઉપલબ્ધ છે તેવી બિહાર કે બહાર શૈલીના
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy