________________
૧ લુ)
સાધન-સામગ્રી
સમયમાં એ લખાયેલા એ સમયના સુલતાનનાં નામો ઉપરથી રાખવામાં આવેલ છે. એ તેઓના રચનારાઓએ ભેટસોગાદની આશાથી જ લખેલા છે, તેથી મોટે ભાગે એમાં પ્રશંસા જ છે. સુલતાનના ઈતિહાસમાં એમનાં સારાં કૃત્યનું જ વર્ણન કરવું અને એમને એબ લાગે તેવાં કૃત્ય ગુપ્ત રાખવાં એ ઠીક નથી, તેથી મેં “મિરૂઆતે સિકંદરી એ ઉદ્દેશથી લખી છે કે જેમ આરસી કેઈની પણ તરફેણ કર્યા વિના આબેહૂબ પ્રતિમા પ્રદર્શિત કરે છે તેમ સિકંદરની બનાવેલી આ આરસીમાં સુલતાએ કરેલાં સારાનરસાં કૃત્યોનો ચિતાર જોવા મળે છે.
એમાં ગુજરાતની સલ્તનતની સ્થાપનાથી માંડીને ઈ.સ. ૧૫૯૧ માં મુઝફફરશાહ ૩ જાને કરુણ અંજામ આવ્યો ત્યાં સુધી સળંગ અને વિસ્તૃત ઈતિહાસ છે. એમાંનો ઈસ. ૧૫૫૪ સુધીનો હેવાલ મજકૂર ઈતિહાસના આધારે લખેલે છે. એ પછી હેવાલ પ્રમાણમાં વધુ વિગતવાર છે. કર્તાના પિતા અને ભાઈ ગુજરાતી અમીરોના લશ્કરી અમલદાર હતા તેથી તેઓ પાસેથી આ વિષયમાં એને સારી એવી સમકાલીન માહિતી જાણવા મળી હતી. કર્તા પિતે પણ એ સમયની રાજખટપટમાં રસપૂર્વક ભાગ લેતો હોઈ અમુક નેધેલા બનાવોનો જાતે સાક્ષી હતો. સલતનત કાલના રાજકીય સાંસ્કૃતિક તથા સાહિત્યિક ઇતિહાસ માટે આ પુસ્તક ઘણું મહત્ત્વનું છે.
અરબી ભાષામાં “ઝફરુલુવાલિહ બે-મુક્ક્રર વ આલિહ” નામે ઈતિહાસ અબ્દુલાહ મુહમ્મદ બિન ઉમર અલ્મકક્કી ઉર્ફે હાજી ઉ૬ દબીર નામને વિદ્વાને ઈ.સ. ૧૬૦૫-૧૬૧૩ દરમ્યાન રચ્યો હતો.
ગ્રંથકર્તાને જન્મ તો થયો હતો મક્કામાં, પરંતુ પાટણ અમદાવાદ અને ખાનદેશમાં જુદા જુદા અમીરાને ત્યાં એણે નોકરી કરી હતી તેમજ એનું વ્યક્તિત્વ વિશિષ્ટ પ્રકારનું હતું તેથી એ સમયની વિશ્વાસપાત્ર વિગત એના ઇતિહાસમાંથી મળે છે. હુસામખાનની તારીખે બહાદુરશાહી ની વિગત આગળ ચલાવવાને એને ખાસ ઉદ્દેશ હતો. સમકાલીન બનાવો માટે એણે જે કાંઈ જોયેલું અને એમાં ભાગ લેનારાઓ પાસેથી સાંભળેલું તે ઉપર આધાર રાખેલ છે. એના પૂર્વજેમાંના કેટલાકને સંબંધ ગુજરાતના સુલતાનો સાથે ગાઢ હતો તેથી એના ઇતિહાસમાં કેટલાક એવા બનાવોનું વર્ણન છે, જે “મિરૂઆત સિકંદરીમાં પણ નથી. વિશેષમાં એણે ગુજરાતનાં બંદરમાં પોર્ટુગીઝેએ ઉપસ્થિત કરેલા ભયને આબેહૂબ હેવાલ આપે છે, જેમાં તુર્કો પોર્ટુગીઝ અને ગુજરાતીઓ વચ્ચે ત્રિપક્ષી ઝપાઝપી થયેલી તેને સમાવેશ થાય છે.