________________
સલ્તનત કાલ
ઝફરુલવાલિહ” ભારતની તમામ ઈસ્લામી સલ્તનને અકબરના સમય સુધીને ઈતિહાસ છે. એ દળદાર ગ્રંથ લગભગ ત્રણ સદી સુધી અપ્રાપ્ય રહેલો તે છેવટે ઈસવી સદીના આરંભમાં પ્રકાશમાં આવ્યો હતો. એ ગ્રંથમાંથી ગુજરાતનાં પાટણ અને અમદાવાદ જેવાં મુખ્ય શહેરમાં ચાલતી, ખાસ કરીને મુસ્લિમ પરંપરાનાં શિક્ષણ અને વિદ્યાપ્રકારની, પ્રવૃત્તિઓ વિશે સારું એવું જાણવા મળે છે.
ઝફરુલુવાલિહ પછી લગભગ દોઢ વર્ષ બાદ મીઝ મુહમ્મદ હસન ઉર્ફે અલી મુહમ્મદખાને “મિરઆતે અહમદી” લખી હતી. ગુજરાતના સલ્તનત કાલના ઇતિહાસ માટે “
મિતે સિકંદરીમાંથી એણે સાર લીધેલ છે. આ ઉપરાંત માળવા અને દખણનાં પ્રાદેશિક રાજ્યોના સમકાલીન ઈતિહાસગ્રંથમાંથી તેમજ વિદેશી પ્રવાસગ્રંથમાંથી પણ ગુજરાતની સતનતને લગતી બીજી બાજુ દર્શાવતી સામગ્રી મળે છે.
૨. અરબી-ફારસી શિલાલેખો અને સિક્કાઓ ગુજરાતના સતનત-કાલના ઇતિહાસ માટે મુસ્લિમ તવારીખની જેમ અરબી-ફારસી શિલાલેખો તથા સિક્કા પણ મહત્વની સામગ્રી પૂરી પાડે છે.
(અ) શિલાલેખો: ગુજરાતના અરબીફારસી ભાષાના લેખેને ગુજરાતના ઈતિહાસ માટે જોઈએ તે ઉપયોગ થયો નથી. ઈ.સ. ૧૮૮૯માં ભાવનગર રાજ્યના પુરાતત્વ ખાતા તરફથી સૌરાષ્ટ્રના અરબી-ફારસી લેખનો એક નાને સંગ્રહ Corpus Inscriptionum Bhavanagari નામે તેમજ ઈ.સ. ૧૯૪૨ ના અરસામાં ડો. મુહમ્મદ અબ્દુલ્લાહ અઘતાઈ–કૃત અમદાવાદ શહેરના zuleta1121 248 Muslim Monuments of Ahmedabad through their Inscriptions નામે બહાર પડ્યો હતો. તદુપરાંત ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ તરફથી અમદાવાદ ખંભાત ધોળકા પાટણ અને ભરૂચ જેવાં શહેરના અમુક અભિલેખ એના વાર્ષિક હેવાલમાં પ્રગટ થયા હતા, પણ તેઓના પાઠોની શુદ્ધિઓ પ્રત્યે કાંઈ ખાસ ધ્યાન અપાયું ન હતું.
છેલ્લા બેએક દસકામાં ભારતીય પુરાતત્વ ખાતાની ઈ.સ. ૧૯૪૬માં સ્થપાયેલી અરબી-ફારસી અભિલેખોની શાખા તરફથી ગુજરાત રાજ્યના જુદા જુદા ભાગોમાં રહેલા સેંકડો નવા તેમજ પહેલાં નોંધાયેલા અભિલેખ વંચાઈ ભારતીય અભિલેખવિદ્યાના વાર્ષિક અહેવાલમાં સેંધાઈ ચૂક્યા છે. આમાં ૧૧ મી સદીના કહેવાતા, અમદાવાદવાળા, એક લેખને બાદ કરતાં ૧૨ મી સદીના લગભગ