________________
સલ્તનત કાલ
સુલતાન મહમૂદશાહ ૩ જા (ઈ.સ. ૧૫૩૭–૧૫૫૫) ના રાજ્ય-અમલના આરંભમાં સૈયદ મુબારક બુખારી માટે રો હતા. એ ગ્રંથ અપ્રાપ્ય છે.
તારીખે સલાતીને ગુજરાત” નામને એક ઈતિહાસવિષયક સંક્ષિપ્ત ગ્રંથ સૈયદ મહમૂદ બિન મુનવ્વરુમુલ્ક બુખારીએ લખ્યો હતો. એમાં સુલતાન અહમદશાહ ૧ લાની તખ્તનશીનીથી માંડી સુલતાન મુઝફૂફરશાહ ૩ જાને તખ્ત ઉપરથી ખસેડી દેવામાં આવ્યું ત્યાં સુધી ટ્રકે હેવાલ છે.
તારીખે મુઝફરશાહી'(ત્રીજી)માં સુલતાન બહાદુરશાહના શાસનથી શરૂ કરીને ગુજરાતના છેલલા સુલતાનના શાસનના અંત એટલે કે મુઘલ શહેનશાહ અકબરે ગુજરાત ઉપર ચડાઈ કરી એને પોતાની શહેનશાહતમાં સમાવી દીધું ત્યાંસુધીને વિગતવાર હેવાલ છે.
મીર અબૂ તુરાબ વલી(મૃ. ઈ.સ. ૧૫૯૫)એ “તારીખે ગુજરાત' નામને એક મહત્વનો ગ્રંથ લખેલ છે. હિ. સ. ૯૭૨ (ઈ.સ. ૧૫ર ૫) ના બનાવોથી માંડીને મુઘલ સામે સુલતાન મુઝફરશાહ ૩ જાએ બળવો પોકાર્યો ત્યાંસુધીની વિગત એમાં આવે છે. શહેનશાહ અકબરે પડે ગુજરાતમાં આવી એ પ્રદેશને પિતાની શહેનશાહતમાં સમાવી દીધે એ વર્ણન એણે વિગતવાર આપેલું છે. એક બાજુએ બહાદુરશાહ અને હુમાયૂ વચ્ચે અને બીજી બાજુએ બહાદુરશાહ અને પોર્ટુગીઝ વચ્ચે જે જંગ જામ્યા તેના અભ્યાસ માટે એ ઘણો કિંમતી ગ્રંથ છે. એમાં સરકારી દફતરોને ઠીક ઉપયોગ કરેલ છે.
મુઘલ કાલ દરમ્યાન લખાયેલા અબૂલફઝલસ્કૃત ‘આઇને અકબરી,” નિઝામુદીન અહમદ બક્ષીની “તબકાતે અકબરી,' મુહમ્મદ કાસિમ ફિરિતા-રચિત “તારીખે ફિરિશ્તા” વગેરે તથા એ પછી લખાયેલા અનેક ઇતિહાસમાં ભારતના સામાન્ય ઈતિહાસની સાથે પ્રાદેશિક રાજ્યના ઇતિહાસમાં ગુજરાતના સલ્તનત કાલના ઇતિહાસની વત્તા-ઓછા પ્રમાણમાં વિગત મળે છે.
મુઘલ કાલમાં ગુજરાતમાં લખાયેલ નીચેના ગ્રંથોમાં ગુજરાતનો ઇતિહાસ સમગ્રપણે મળે છે, જેમાં પ્રસ્તુત સહતનત કાલના ઇતિહાસનો પણ સમાવેશ થાય છે.
એમાંનો એક “મિરૂઆતે સિકંદરી' છે, જે સિકંદર બિન મુહમ્મદ ઉર્ફે ભખૂએ ઈ.સ. ૧૬૧૨ માં લખ્યું હતું. 'મિરૂઆતનો અર્થ આરસી થાય છે, અને “સિકંદરી” એના કર્તા સિકંદરના નામ ઉપરથી છે. ગ્રંથકર્તા એના, દીબાચામાં જણાવે છે કે “તારીખે મુઝફફરશાહી”, “તારીખે અહમદશાહી ” તારીખે મહમૂદશાહી', “તારીખે બહાદુરશાહી ” વગેરે ઈતિહાસોનાં નામ જે