________________
૪)
ભાવના છે
મિ.
માટે ગુજરાત એ જમાનામાં ગ્ય કાર્યક્ષેત્ર બની ગયું હતુ. અણહિલવાડ પાટણ અને અમદાવાદમાં મુસલમાનોની વસ્તીનું પ્રમાણ વિશેષ હેવાના કારણે તેઓ વિરષ કરીને ત્યાં રહેતા હતા. એમના પૂર્વ કે અરબસ્તાનનાં કે ઈરાનના મૂળ વતની હતા અને મજહબની ભાષા અરબી હોવાથી તેઓ એને અભ્યાસ કરતા હતા અને એની મારફત જ્ઞાનપ્રાપ્તિ કરતા હતા. તેમાંના કેટલાક ઈરાની હતા અને ફારસી દફતરી અને દરબારી ભાષા હોવાથી તેઓમાંના કેટલાક ફારસીમાં પણ નિષ્ણાત હતા અને એમાં પણ એમણે પુસ્તકો રચ્યાં હતાં.
એવા પૈકીમાં સૌથી વિશેષ મશહૂર, જેમને ઉલેખ શાયર તરીકે આગળ આવી ગયો છે તે, શેખ અહમદ ખટ્ટ૫ મઝિબીજ ગંજબક્ષ૭ (મૃ. ઈ.સ. ૧૪૪૫) હતા. એ સુલતાન અહમદશાના મજહબી બાબતો માટેના સલાહકાર હતા. ‘ઈર્શાદુલ તાલિબીનજ૮ (શોધકોને સૂચના) નામક ફારસી પુસ્તકમાં એમણે ચૌદ સૂફી ફિરકાઓને ઇતિહાસ આપેલો છે અને “રિસાલએ અહમદિયા'(અહમદની પુસ્તિકા)માં મરિબી ફિરકાના મુખ્ય સંતે વિશે ચર્ચા કરેલી છે. એ બીજું પુસ્તક સુલતાન અહમદશાહને એણે અર્પણ કરેલું હોવાથી “રિસાલએ અહમદિયા (અહમદને રચેલે) એવું એનું નામ એણે આપેલું છે.
ભારતમાં એક સમય એવો હતો, જ્યારે મુસ્લિમ આલમના ફાજલ લેકમાં પાક કુરાનને પરદેશી ભાષાઓમાં તરજુમો થઈ શકે કે નહિ એવો વિવાદ ચાલ્યો હતા.૪૯ અમદાવાદના વાયવ્ય ખૂણામાં નવેક કિ.મી.ના અંતર ઉપર આવેલા સરખેજમાં આ સૂફીને રોજામાં પાક કુરાનની તરજુમા અને કેટલીક જગ્યાએ ભાષ્ય સાથેની નકલ છે, જે વિશે લોકવાયકા એવી છે કે એ હજરત શેખે તયાર કરેલી, એમના પિતાના હસ્તાક્ષરની, છે."*
શેખ મહમૂદ ઈરછ (મ. ઈ.સ. ૧૪૫૮), જે શેખ પીર" નામથી પણ ઓળખાતા હતા તે, શેખ અહમદ ખદના ભાવિક મુરીદ હતા. એમણે એમના તૈફતુલમજલિસ (મજલિસોને ભેટ)માં એમના પર હજરત શેખના મૃત્યુ સુધીનાં રોજિંદાં કથને અને એમના જીવનના પાછલા ભાગમાં એમના થયેલા ચમત્કાર સાદી અને સરળ ભાષામાં સેંધાયેલાં છે. ગુજરાતમાં જે પ્રકારની ફારસી એ સમયે બેલાતી હતી તેને એ ગ્રંથ સુંદર નમૂનો છે.
અગાઉ જેમને ઉલ્લેખ આવી ગયા છે તે હજરત સૌયદ બુરહાનુદ્દીન અબૂ મુહમ્મદ બુખારી સદરવદ ઉર્ફે કુબે આલમે (મૃ. ઈ.સ. ૧૪૫૨) અનેક ગ્રંથ લખ્યા હતા. એ પૈકીને એમને ‘મહમતાનામએ બુરહાનપર (બુરહાન સહીને