________________
જ મુ]
ભાષા અને સાહિત્ય
દરબારી ઇતિહાસનેધક હલવી શીરાઝી કુશળ શાયર હતો અને એણે “તારીખે અહમદશાહી' મમ્નવી પ્રકારના કાવ્યમાં લખી હતી.
આ અબુલકાસિમ ઉર્ફ મુહમ્મદ સિમ નામના લેખકે મિરકાકુલ વસૂલ' (પ્રાપ્તિનું પાન) નામક ગ્રંથમાં હઝરત શેખ અહમદ ખટ્ટ (મૃઈ.સ. ૧૪૪૫) નામના મહાન સૂફીનું જીવનચરિત લખેલું છે એણે એમના કથનને સંગ્રહ એમાં કરેલો છે એમાંથી જણવા મળે છે કે એ સંત અન્ય શાયરની સુંદર શેર ગાતા હતા, એટલું જ નહિ, પરંતુ એ પોતે પણ અરબી ફારસી તેમજ ગુજરાતીમાં શેરો રચતા હતા. મજકૂર ગ્રંથમાં એમના અરબી શેરે, ફારસી રુબાઈઓ અને ગુજરાતી (દેહા) છે. - સૈયદ ઉસમાન ૪૨ (મૃ. સ. ૧૪૫૮) જે શમૂએ બુરહાની એટલે કે મહાન સૂકી રોયદ બુરહાનુદ્દીન કુબે આલમની શમા-મીણબત્તી કહેવાતા હતા. એમને કંઠ મધુર હતો. તેથી એમના સોહરવદિયા ફિરકાના સિદ્ધાંતોના પ્રસાર માટે એમની પસંદગી કરવામાં આવી હતી. એ શાયર પણ હતા અને “ઉસમાન' તખલ્લુસથી ફારસીમાં સુંદર ગઝલ રચતા હતા.
મજકુર “તારીખે મહમૂદશાહીને કર્તા ફેઝલાહ બિરબાની એની મજમદાનવાદીર” (અદ્ભુત વસ્તુઓને સંગ્રહ)ના દીધાચામાં લખે છે કે એણે દળદાર ગ્રંથ ઉપરાંત અરબી તેમજ ફારસીમાં ગદ્ય તેમજ પદમાં પુસ્તિકાઓ લખી હતી.૪૩
સૈયદ અલેખન, ૪૪ જેને સુલતાન મહમૂદશાહ બેગડાએ અઝીઝુલુમુલ્ક શેરખાન સુલતાની નામના અનાર સાથે હરિયાર સામઉદ્દીનને નસિયત કરવા મોકલ્યો હતો તે, એક શાહી કક્ષાને શાયર હતો. એણે ભારતમાં મશહૂર શાયર અમીર ખુસરોના મશહૂર કસીદ (પ્રશસ્તિકાવ્ય) બદ્દલૂઅબાર” (સંતપુરુષોને સમુદ્ર)નું અનુકરણ કરીને એક સુંદર કસીદો રચ્યો હતે.
આ ઉપરાંત આવા બીજા અનેક શાયરે અ કાકામાં થયા હતા, પરંતુ તેઓ પૈકીને એકે એવો ન હતો કે જેને ફારસી ભાષાને ઉચ્ચ કોટિનો શાયર ગણી શકાય. અરબી-ફારસી સાહિત્યમાં સૂફીઓએ આપેલ ફળ
સુલતાનોના શાસન દરમ્યાન ગુજરાતમાં જે અરબી અને ફારસી સાહિત્ય સર્જાયું હતું તેને માટે ભાગ સૂફીઓએ ર હતો. તેઓ પવિત્ર હતા અને વિદ્વાન હતા. સુલતાનો ઇલામના પ્રચાર અર્થે એમને આર્થિક સહાય કરતા હતા. ચિતિયા સટ્ટરવર્દિયા શત્તા રયા મચિબિયા જેવા ફિરકાઓના સુફીઓ