________________
ભાષા અને સાહિત્ય
થિ કૃપા ગ્રંથ) નામક દળદાર ગ્રંથ છે. એમાં એમણે સૂફીમત વિશેના આંટીઘૂંટીવાળા ફૂટ પ્રશ્નોની બાબત સાફ અને સરળ ભાષામાં સમજાવેલી છે.
રૌયદ મુહમ્મદશાહે આલમ (મ. ઈ.સ ૧૪૭૫) એક મહાન સૂફી હતા. સુલતાન મહમૂદશાહ બેગડો બાળક હતો ત્યારે એમણે એના દુધભાઈ સુલતાન કુબુદ્દીનની હેરાનગતિમાંથી એને બચાવી એની સંભાળ પોતાની આધ્યાત્મિક શક્તિથી રાખી હતી. એ પ્રખર વિદ્વાન હતા. એમણે રિસાલ મુહમ્મદિયા (મુહમ્મદન રસાલે) અને “તહરતુલઓલિયા (ઓલિયાઓને ભેટ) વગેરે અનેક રસાલા ફારસીમાં લખ્યા હતા.
સૈયદ અહમદ જલાનશાહ (મૃ. ઈ.સ. ૧૪૯૪) સોહરવર્દિયા ફિરકાના સૂફી હતા અને મજકૂર રૌયદ બુરહાનુદ્દીન કુબે આલમના ભાષિક મુરીદ હતા. એમની ખાનકાહ અણહિલવાડ પાટણમાં હતી. એ વિદ્વાન હતા અને ફારસીમાં "સફીનg-. અન્સાલ (વંશાવળીઓનું પુસ્તક) અને દસ્તૂરે ખિલાફત ફી અબદે મશાખ૫૫ (શેખને સાહિત્યમાં ખિલાફતને સિદ્ધાંત) જેવાં અનેક પુસ્તક એમણે લખ્યાં હતાં.
શેખ જમાલુદ્દીન ઉફે જમન (મૃ. ઈ.સ. ૧૫૩૩)૫૬ ચિતિયા ફિરકાના સૂફી હતા. એમની ખાનકાહની મદ્રેસામાં એ શિક્ષણકાર્ય કરતા હતા. એમણે વિવિધ વિષય ઉપર અનેક પુસ્તક રચ્યાં હતાં. તેઓ પૈકીના એક રિસાલ મુઝાકિરા (ચર્ચાને રસાલા) મજહબ ઉપર એક મહત્વની પુસ્તિકા છે. એમાં એમણે સરળ ભાષામાં ઈસ્લામના મુખ્ય સિદ્ધાંત સમજાવવાના પ્રયત્ન કરેલા છે. એ શાયર પણ હતા અને જમ્મન' તખલુસથી ગઝલ લખતા હતા.
અલાઉદ્દીન અતા મહમ્મદ (મૃ. ઈ.સ. ૧૫૭૮-૭૯), જેને સુલતાન બહાદુર શાહની શહેનશાહ હુમાયૂના હાથે હાર થઈ, તેમને પોર્ટુગીઝોએ કેદ કર્યા હતા, જે પિતે મહાન કટ ઉઠાવનારા અને ઈદ્રિયદમન કરનારા અરબ સૂફી શાયર ઈબુફારિદ૫૭ (મૃ. ઈ.સ. ૧૯૩૫)ની શૈલીમાં અરબી શાયરી રચતા હતા. એમની ઉજૂબાતુઝમાન” (જમાનાની અજાયબીઓ) અને “નાદિરદૌરાન' (યુગોની અજાયબી) નામક બે દીવાને મશહૂર છે.
ઈસિયા રિકાના સ્થાપક સૈયદ અબ્દુલ્લાહ ઈસના પુત્ર સૈયદ શેખપ૮ (મૃ. ઈ.સ. ૧૫૮૩) અરબી શાયર હતા અને એમણે એક દીવાન રચી હતી એ અરબીના એક મહાન લેખક હતા. એમણે લખેલા અનેક ગ્રંથોમાં તો તુમુરીદ” (મુરીદને ભેટ) “સિરાજદૂત તૌહીદ' અદ્વૈતવાદને દીપક, કાઈકુતૂ તૌહીદ' (અe વાદની હકીકત), “નફહાનુભૂહિકમ’ વગેરે મજહબને લગતા વિષય ઉપર છે.