________________
૩૨૦]
સલ્તનત કાલ
પ્રિ. ૧૧ મું
૧૫૪૪(ઈ.સ. ૧૪૮૭-૮૮)માં રચી હતી. સં. ૧૫૪૯ (ઈ.સ. ૧૪૯ર-૯૩)માં કમસ્તવ' નામક કર્મગ્રંથ ઉપર વિવરણ રચ્યું હતું. વળી ‘સિદ્ધાંત સારોદ્ધાર નામની કૃતિ ના ગુજરાતી ગદ્યમાં રચી છે.'
મુનિ સાવિજય (ઈ.સ. ૧૪૮૯ લગભગ)–તપા. મુનિ જિનહર્ષના શિષ્ય સાધુવિજયે સુમતિસાધુના રાજ્યમાં ‘વાદિવિજયં પ્રકરણ’ અને ‘હેતુબંડ પાંડિત્ય” નામના દાર્શનિક ગ્રંથ સં. ૧૫૪૫ થી ૧૫૫૧ (ઈ.સ. ૧૪૮૯ થી ૧૪૯૫) દરમ્યાન રચ્યા છે.
મુનિ જિનસૂરિ (ઈ.સ. ૧૪૯૪ લગભગ)–તપા. વિશાલરાજસૂરિના શિષ્ય સુધાભૂષણસૂરિના મુનિ જિનસૂરે સં. ૧૫૫૦ (ઈ.સ. ૧૪૯૪) લગભગમાં ઉવસગ્ગહારસ્તોત્રનો પ્રભાવ દર્શાવતો પ્રિયંકરપકથા' નામને ગ્રંથ રચ્યો છે.
વળી એમણે મન્મથ રાજાના પુત્રની સ્થારૂપે “રૂપસેનચરિત મ્યું છે અને રામચંદ્રસૂરિએ રચેલા કુમારવિવારશતક' ઉપર અવચૂર્ણિ રચી છે.
મુનિ શુભવધન (ઈ.સ. ૧૪૯૬) –તપા. મુનિ સાધુવિજયના શિષ્ય મુનિ શુભવધને પ્રાકૃતમાં દશશ્રાવરિત્ર અને હેમવિમલસૂરિના રાજ્યમાં સં. ૧૫૫૨ (ઈ. સ. ૧૪૯૬)માં વર્ધમાનદેશના” અને “ઋષિમંડપરતવ” ઉપર વૃત્તિની રચના
કરી છે.
કીતિવભલગણિ (ઈ.સ. ૧૪૯૬)–અંચલગચ્છીય જયકીર્તિસૂરિના શિષ્ય જયકેસરસૂરિના શિષ્ય કીતિ વલભગણિએ અમદાવાદમાં રહીને સં. ૧૫પર (ઈ.સ. ૧૪૯૬)ને દિવાળીના દિવસે ઉત્તરાધ્યયનસૂત્ર' ઉપર ટીકા રચી છે.
સૂત્રધાર મંડન (ઈ.સ.ને પંદરમો સૈક) સુત્રધાર મંડને (માંડણ) વાસ્તુસાર’ નામે શિલ્પને અતિઉપયોગી ગ્રંથ રચ્યો છે. શિપી મંડન મેવાડના રાણા કુંભકર્ણ-કુંભારાણા(ઈ. સ. ૧૫મો સૈકા)ને આશ્રિત હતો. એણે શિલ્પના અને વાસ્તુશાસ્ત્રને લગતા “રૂપમંડન આદિ અનેક ગ્રંથ રચ્યા છે.૩૫
મહાદેવ (ઈ.સ. ૧૫ મે સકે)–ઉચ્ચ કોટિના વિદ્વાન તરીકે ખ્યાતિ પામેલા ઔદીચ્ય બ્રાહ્મણે પં. મહાદેવે ઈ.સ.ના ૧૫ મા સૈકામાં કાત્યાયન શ્રૌત સૂત્ર ઉપર ભાષ્ય રહ્યું છે.
મુનિ લબ્ધિસાગર (ઈ સ. ૧૫૯૧)મુનિ ઉદયસાગરના શિવ મુનિ લબ્ધિસાગરે સં. ૧૫૫૭(ઈ.સ. ૧૫૦૦-૦૧)માં શ્રીપાલકથા’ અને સં. ૧૫૫૮ (ઈ.સ. ૧૫૦૧-૦૨)માં “પૃથ્વીરચરિત' નામના ગ્રંથ રચ્યા છે.