SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ મું] હiષા અને સાહિત્ય મુનિ લક્ષ્મીકલ (ઈ.સ. ૧૫૧૦)–તપા. રત્નમંડનસૂરિના શિષ્ય લક્ષ્મીકલ્સેલે સં. ૧૫૬૬( ઈ.સ. ૧૫૧૧)માં “આચારસૂત્ર” પર “તવારગમા” નામની અવચૂરિ રચી છે. વળી સમવિમલસરિના સમય(સં. ૧૫૯૭–૧૯૩૭)માં “જ્ઞાતાસૂત્ર” ઉપર મુગ્ધાવધા નામની લધુ વૃત્તિ રચેલી જાણવા મળે છે. મુનિ સિદ્ધાંતસાર (ઈ.સ. ૧૫૧૪)–તપા. નંદિના શિષ્ય મુનિ સિદ્ધાંતસારે સં. ૧પ૭૦(ઈ.સ. ૧૫૧૪)માં દર્શનરત્નાકર” નામનો ગ્રંથ ચાર લહરીઓમાં રચ્યો છે. ગ્રંથમાં ઋષભદેવનું ચરિત-નિરૂ પણ છે. હર્ષકુલગણિ. (ઈસ. ૧૫૨૧)-તપા. હેમવિમલસૂરિના સમયમાં કુલચરણ ગણિના શિષ્ય હર્ષકુલગણિએ બે પદેવના “કવિકલ્પદ્રુમ” નામક ગ્રંથથી પ્રેરાઈ સિદ્ધહેમશબ્દાનુશાસનમાં નિર્દિષ્ટ ધાતુઓની “કવિકલ્પદ્રુમ નામથી પબદ્ધ રચના સં. ૧૫૭૭( ઈ.સ. ૧૫ર૧ )માં કરી છે. આ ગ્રંથ ૧૧ પલ્લવોમાં વિભક્ત છે. એના ઉપર કવિએ પોતે “ધાતુ ચિંતામણિ” નામે પણ ટીકા કરી છે, પરંતુ સમગ્ર ટીકા હજી ઉપલબ્ધ થઈ નથી. વળી એમણે મુનિ ઉદયધર્મરચિત “વાક્યપ્રકાશ” પર સં. ૧૫૮૩ (ઈ. સ. ૧૫ર૭) લગભગમાં ટીકા રચી છે.૩૭ પંડિત પીતાંબર (ઈ.સ. ૧૫૩)–ખંભાતનિવાસી ગૌડ બ્રાહ્મણ પંડિત પી.બરે સં. ૧૫૭૯(ઈ.સ. ૧૫૩)માં વિવાહપટલ” નામે ગ્રંથ રચ્યો છે અને સ. ૧૫૮૧ (ઈ.સ. ૧૫ર ૫)માં એના પર “નિર્ણધામૃત” નામની ટીકા પણ રચી છે. લાવણ્યવિજયગણિ (ઈ.સ ૧૫૨૪)–મુનિ લાવણ્યવિજયગણિએ લાવણ્યસમયગણિત ગુજરાતી “વમલમંત્રિચરિત’ના આધારે સંસ્કૃતમાં વિમલમંત્રિચરિત' નામે ગ્રંથ સં. ૧૫૮૦(ઈ.સ. ૧૫૪)માં રચ્યો છે. જિનહસમૂરિ (ઈ.સ. ૧૫૨૬)–જિનસમુદ્રસૂરિના શિષ્ય જિનસમૂરિએ સં. ૧૫૮૨(ઈ.સ. ૧૫ર ૬)મ આચારાંગસૂત્ર ઉપર દીપિકા” નામની સુખાવહ વૃત્તિ રચી છે. પંડિત વિકધીરગણિ (ઈ.સ. ૧૫૩૧)–પંડિત વિનયમંડનના શિષ્ય પંડિત વિવેકધીરગણિએ સં. ૧૫૮૭(સ. ૧૫૩૧)માં “શત્રુંજય તીર્થોદ્ધારપ્રબંધ નામક ઐતિહાસિક કાવ્યની રચના કરી છે. આ વર્ષમાં ચિત્તોડનિવાસી એ સવાલઈપ-૨૧ * .
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy