________________
૩િ૨૯
૧૧ મું]
ભાષા અને સાહિત્ય ઉદયરાજ (ઈ.સ. ૧૪૬૨ થી ૧૪૬૯)–પ્રયોગદાસના પુત્ર અને અનેક શાસ્ત્રવેદી પંડિત રામદાસના શિષ્ય ઉદયરાજે અમદાવાદના સુલતાન મહમૂદ બેગડા(ઈ.સ.૧૪૫૮ થી ૧૫૧૧)નું જીવનચરિત્ર આલેખતું રાજવિનોદ નામક મહાકાવ્ય સંસ્કૃત પદ્યોમાં રચ્યું છે. આમાં મહમૂદનું વંશાનુક્રમે વર્ણન છે. આ કાવ્ય સાત સર્ગોમાં વિભક્ત છે. આમાં રાણું કુંભકર્ણ (૧૪૩૩ થી ૧૪૬૮)ને મહમૂદના સેવક તરીકે ઉલ્લેખ કર્યો છે, એટલે આ મહાકાવ્ય ઈ.સ. ૧૪૬૨ થી ૧૪૬નાં વર્ષો દરમ્યાન રચાયું હોય એમ લાગે છે. | મુનિપ્રતિષ્ઠાસોમ (૧૪૬૮)-સોમસુંદરસૂરિના શિષ્ય મુનિ પ્રતિષ્ઠાસોમે સં. ૧૫૨૪(ઈ.સ. ૧૪૬૮)માં સેમસુંદરસૂરિના જીવનપ્રસંગેનું ઐતિહાસિક ખ્યાન આપતું “સોમસૌભાગ્યકાવ્ય” નામક કાવ્ય ૧૦ સર્ગોમાં રચ્યું છે.
તપા. લક્ષ્મીસાગરસૂરિના શિષ્ય સુમતિસાધુએ પણ આવી જ કૃતિ “સોમસૌભાગ્યકાવ્ય નામથી રચી છે. આને કેટલાક સૈભાગ્યકાવ્ય” પણ કહે છે.
સેમસૂરિ (ઈ.સ. ૧૪૬૯)- રત્નમંડનસૂરિના શિષ્ય સમજયસૂરિએ સ્તંભતપાWજિતસ્તોત્રઋષભદેવ-વધમાન જિનસ્તોત્રમ્ (દ્વિસંધાન), તારંગામંડન અજિતજિતસ્તોત્રમ્ (લે. ૮) અને મહાવીર સ્તવન વગેરે કૃતિઓ રચી છે. તેઓ વાદકળામાં મહાકુશળ હતા ૩૨
મુનિ સત્યરાજગણિ (ઈ.સ. ૧૪૮)–મુનિ સત્યરાજગણિએ ગદ્ય-પદ્ય-ભંગ શ્લેષાત્મક “પૃથ્વીચંદ્રચરિત' સં. ૧૫૩૫ (ઈ. સ. ૧૪૭૮)માં રહ્યું છે.
મુનિ મેઘરન (ઈ.સ. ૧૪૮૦)-વડગછીય મુનિ વિનયસુંદરસૂરિના શિષ્ય મેઘરત્નમુનિએ સં. ૧૫૩૨ (ઈ.સ. ૧૪૭૦)માં “સારસ્વત-દીપિકા રચી છે. આને 'ટુંઢિકા પણ કહે છે. વળી એમણે ખગોળશાસ્ત્રને “ઉસ્તરલાયંત્ર' નામે ગ્રંથ રઓ છે અને એના ઉપર રપજ્ઞ ટીકા પણ રચી છે.૩૩
સોમચારિત્રગણિ (ઈ.સ. ૧૪૮૫) –તપા. ચારિત્રહંસ મુનિના શિષ્ય સમચારિત્રગણિએ સં. ૧૫૪૧(ઈ.સ. ૧૪૮૪-૮૫)માં “ગુરુગુણરત્નાકર કાવ્યની રચના કરી છે. ચાર સર્ગોમાં રચાયેલા આ કાવ્યમાં લક્ષ્મી સાગરસૂરિના જીવનપ્રસંગ વર્ણવ્યા છે.
કમલસંયમ ઉપાધ્યાય (ઈ.સ. ૧૪/૮)–ખર. આ. જિનભદ્રસૂરિના શિષ્ય કમલસંયમે સં. ૧૪૭૬(ઈ.સ. ૧૪૧૦-૨૦)માં દીક્ષા લીધી હતી અને જિનસમુદ્રસૂરિના આદેશથી ઉત્તરાધ્યયનસૂત્ર' ઉપર “સર્વાથસિદ્ધિ નામની ટીકા સં.