________________
સલ્તનત કાલ
[પ્ર. આ નાટક રચ્યા પછી કવિ ગંગાધર જૂનાગઢ આવ્યો. જૂનાગઢના છેલ્લા હિંદુરાજા માંડલિક ૩ જાના દરબારમાં રહીને એણે મંડલિક રાજાના જીવનને આલેખતું ઐતિહાસિક મંડલિક મહાકાવ્ય” ઈ.સ. ૧૪૬૦ ના સમયમાં લગભગ રચ્યું.
મુનિ ઉદયધર્મ (ઈ. સ. ૧૪૫૧)-બુહગીય રત્નસિંહસૂરિના શિષ્ય મુનિ ઉદયધમેં સં.૧૫૦(ઈ.સ. ૧૪૫૦-૫૧)માં “વાક્યપ્રકાશ” નામક ઔકિની રયના સિદ્ધપુરમાં કરી છે. રચનાને ઉદ્દેશ ગુજરાતી ભાષા દ્વારા સંસ્કૃત ભાષા શિખવાડવાનો છે. અહીં કેટલાંયે પદ્ય ગુજરાતીમાં આપીને એની સાથે સંસ્કૃતમાં અનુવાદ આપવામાં આવ્યો છે.
આ વાક્યપ્રકાશનું મહત્વ સમજીને (૧) પં. હર્ષ કુલગણિએ સં. ૧૫૮૩ (ઈ.સ. ૧૫૨૬-૨૭)માં, (૨) કીતિવિજય શિષ્ય મુનિ જિનવિજયે સં. ૧૯૯૪ (ઈ.સ. ૧૬૩૭-૩૮)માં, (૩) જૈન ગ્રંથાવલિના ઉલેખ મુજબ રત્નસૂરિએ અને (૪) અજ્ઞાતનામ મુનિએ ટીકાઓ રચી છે.
મુનિ ઉદયધર્મો ધાત્રિશદલકમલબંધમહાવીરસ્તવ”ની રચના કરી છે. વળી આદિજિનસ્તવન-ચિત્ર કાવ્ય ૨૪ અને “જીરાપલ્લી પાર્શ્વનાથ જિનસ્તવ” વગેરે કૃતિઓ રચી પિતાની વિદ્વત્તાને પરિચય કરાવ્યો છે.”
રનમંડનમરિ (ઈ.સ. ૧૪૫૪ લગભગ)-તપા. સોમદેવસૂરિના શિષ્ય રનમંડનસૂરિએ સં. ૧૫૧(ઈ.સ. ૧૪૬૦-૬૧)માં દાનવીર શ્રેષ્ઠી પેથડકુમાર અને એમના પુત્ર ઝઝણકુમારના ચરિત્ર વિશે સંતસાગર” નામે કાવ્ય રચ્યું છે.
હેમહંસગણિ (ઈ.સ. ૧૪૫૮)--તપા. રત્નશેખરસૂરિના શિષ્ય ચરિત્રરાનગણિના શિષ્ય હેમહંસગણિએ આ ઉદયપ્રભસૂરિએ રચેલા “આરંભસિદ્ધિ” નામના મુહૂર્તવિષયક ગ્રંથ ઉપર સં. ૧૫૧૪(ઈ. સ. ૧૪૫૮)માં આશાપલીમાં રહી “સુધી શૃંગાર' નામનું વાર્તિક રચ્યું છે.
વળી એમણે આ. હેમચંદ્રરચિત “સિદ્ધહેમશબ્દાનુશાસનમાં આપેલા પ ન્યાય અને વ્યાકરણો પગી બીજા ૮૪ ન્યાય ઉપર “ન્યાયાર્થમંજુષા' નામને ટીકાગ્રંથ સં. ૧૫૧૫(ઈ.સ. ૧૪૫૮-૫૯)માં રચ્યો છે.
પરશુરામ (ઈ.સ. ૧૪૫૯)--ઉદીચ્ય વિપ્ર કર્ણના પુત્ર પરશુરામે “મહારૂદ્રપદ્ધતિ' નામને કમ કાંડ વિષયક ગ્રંથ સં. ૧૫૧૫ (ઈ.સ. ૧૪૫૯)માં રચ્યો છે.
રત્નમદિરગણિ (ઈ.સ. ૧૪૬૧)-તપા. રશેખરસૂરિના શિષ્ય નંદિરન રત્નમંદિરમણિએ સં. ૧૫૧૭ માં “ભોજપ્રબંધ' (પ્રબંધરાજ) અને લગભગ એ જ સમયમાં “ઉપદેશતરંગિણી' નામના ઈતિહાસ-સંબંધિત ગ્રંથ રચ્યા છે. આ મિશ્ર સંસ્કૃત રચના છે.