SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ મું) ભાષા અને સાહિત્ય [૩૧૫ ચાથિસુંદરગણિ (ઈ.સ. ૧૪૩૧)– રનસિંહસૂરિના શિષ્ય ચારિત્ર્યસુંદરગણિએ સં. ૧૪૮૭ ઈ.સ. ૧૪૩૦-૩૧)માં “શીલદૂત' નામનું કાવ્ય રચ્યું છે. કવિ કાલિદાસના મેઘદૂત કાવ્યના ચોથા ચરણને લઈને નવાં ત્રણ ચરણે દ્વારા ૧૩૧ શ્લેકામાં રચેલું આ સમસ્યામય કાવ્ય છે. એમણે સં. ૧૪૮૭(ઈ.સ. ૧૪૩૦-૩૧)માં મુનિ શુભચંદ્રની અભ્યર્થનાથી કુમારપાલચરિત” ૨૦૩૨ કય દશ સર્ગમાં રચ્યું છે. વળી જૈન ગૃહરાના દૈનંદિની આચાર વિશે “અ ચારોપદેશ અને કથાચરિતાત્મક મહીપાલચરિત'ની રચના કરી છે. રામચંદુસૂરિ (ઈ.સ. ૧૪૩૪) –પૂર્ણિમાના અભયચંદ્રસૂરિના શિષ્ય રામચંદ્રસૂરિએ સં. ૧૪૯ (ઈ.સ. ૧૪૩૩-૩૪)માં ડભોઈમાં રહીને “વિક્રમચરિત સંસ્કતપદ્યબદ્ધ ૩૨ કથારૂપે રચ્યું છે. ક્ષેમકરગણિએ સંસ્કૃત ગદ્યમાં રચેલી સિંહાસનધાત્રિશિકા ઉપરથી એ રચ્યું છે. એ જ વર્ષમાં સંસ્કૃત ગદ્ય-પદ્યમાં પંચદંડાતપત્રછત્રપ્રબંધ' નામક કૃતિ રચી છે. શીલરત્ન (ઈ.સ. ૧૪૩૫)–જયકીર્તિ સૂરિના વિદ્વાન શિવ શીલરને મેરૂતુંગસૂરિએ રચેલા જૈનમેઘદૂતકાવ્ય' ઉપર સં. ૧૪૯૧(ઈ.સ. ૧૪૩૪-૩૪)માં નવૃત્તિની રચના કરે છે. વળી એમણે ચૈત્યવંદનચતુર્વિશિકા' સીમંધરજિનાષ્ટક વગેરે કૃતિઓ પણ રચી છે. શુભશીલગણિ (ઈ.સ. ૧૪૩૬ )–તપાગચ્છના મુનિસુંદરસૂરિના શિષ્ય શુભશીલગણિ વ્યાકરણ સાહિત્ય અને સિદ્ધાંતના સારા પંડિત હતા. એમણે સં. ૧૪૯૦(ઈ.સ. ૩૪૩૬)માં અગર સં. ૧૪૯૯(ઈ.સ. ૧૪૪૩)માં વિક્રમચરિત, સં. ૧૫૦૪(ઈ.સ. ૧૪૮૭-૮૮)માં “પ્રભાવકકથા” તેમજ “શાલિવાહનચરિત', સં. ૧૫૦૯(ઈ.સ. ૧૪૫૨-૫૩)માં કથાકેશ-અપરના ભરતેશ્વર -બાહુબલીવૃત્તિ, સં. ૧૫૧૮(ઈ.સ. ૧૪૬૧-૬૨)માં શત્રુંજયકલ્પવૃત્તિ, હેમચંદ્રના અભિધાનચિંતામણિ અનુસાર ઉણાદિનામમાલા, પૂજાપંચાશિકા અને પંચશતી પ્રબંધ જેવા અનેક ગ્રંથ રચ્યા છે જિનમંડનગણિ (ઈ.સ. ૧૪૩૬ )–તપાગચ્છીય સેમસુંદરસૂરિના શિષ્ય જિનમંડનગણિ વિશિષ્ટ વિદ્યાનિધિ હતા. ૨૭ એમણે વિ.સં. ૧૪૯૨(ઈ.સ. ૧૪૩૬) માં “કુમારપાલપ્રબંધ' નામક ગ્રંથ ગદ્ય-પદ્યરૂપે રચ્યો છે. આમાં અણહિલપુર પાટણની સ્થાપનાથી લઈને કુમારપાલના સ્વર્ગવાસ (સં. ૧૨૩૦-ઈ.સ. ૧૧૭૪) સુધીના પ્રસંગેની નોંધ લીધી છે.
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy