________________
૩૧૪)
સતનત કાલ
ઝિ,
હર્ષભૂષણ (ઈ.સ. ૧૪૨૪)–તપાગચ્છના મુનિસુંદરસૂરિના શિષ્ય હર્ષસેનના શિષ્ય હર્ષભૂષણે સં. ૧૪૮૦(ઈ.સ ૧૪૨૩-૨૪)માં “શ્રાદ્ધવિધિવિનિશ્ચય',
અંચલ મતદલન” તથા સં. ૧૪૮૬(ઈ.સ ૧૪૨૯-૩૦)માં “પર્યુષણવિચાર' નામના ગ્રંથ રચ્યા છે. એમણે ઉદયધર્મના “વાક્યપ્રકાશ” નામક ઔતિક પર ટીકા પણ રચી છે.
સત્યરુથિ (ઈ.સ. ૧૪૨૫ લગભગ)-ખરતરગના ઉપાધ્યાય "સાગરના શિષ્ય સત્યરુચિએ પિતાની બાલ અવસ્થામાં જ પ્રાથમિક કૃતિ લેખે “ ઉત્તમચરિતકથા' રચી છે.
જિનસુંદરસૂરિ (ઈ.સ. ૧૪૨૭)–તપાગચ્છના સોમસુંદરસૂરિના વિશિષ્ટ પાંચ વિદ્વાન શિષ્ય પૈકી જિનસુંદરસૂરિએ સં. ૧૪૮૩(ઈ.સ. ૧૪૨૭)માં દીપાલિકાકલ્પની રચના કરી છે.
માણિજ્યસુંદસૂરિ (ઈ.સ. ૧૪૨૭)–અચલગચ્છીય મેરૂતુંગરિના શિષ્ય માણિક સુંદરસૂરિએ સં. ૧૪૮૪(ઈ.સ. ૧૯૨૭)માં “ગુણવર્મચરિત્ર', સત્તરભેદી પૂજા કથા', 'ચતુવકથાચંપ', “ચંદ્રવિલ–ધર્મદત્તકથાનક', “શુકરાજકથા’, ‘સંવિભાગવતકથા', સં. ૧૪૮૩(ઈ.સ. ૧૪ર૬)માં “શ્રીધરચરિત' વગેરે અનેક ગ્રંથની રચના કરી છે. વળી એમણે સં. ૧૮૭૮(ઈ.સ. ૧૪૨૧-૨૨)માં ૫૮ કાત્મક પૃથ્વીચંદ્રચરિતની પારંભની ગુજરાતીમાં ગદ્ય કાદંબરી જેવી રચના કરી છે.
એમણે શુકરાજસ્થ (સંસ્કૃત)”માં પણ ગુજરાતી ભાષાનાં સુભાષિત પ્રચલિત સાહિત્યમાંથી વીણીને આપ્યાં છે.
સેમકુંજર (ઈ.સ. ૧૪૨૯)–ખરતરગચ્છના ઉપાધ્યાય જયસાગરના શિષ્ય મુનિ સોમકું જરે જેસલમેરના સંભવનાથ જિનાલયની વિદ્વત્તાભરી પ્રશસ્તિ રચી છે. એમણે ચિત્રકાવ્ય પણ રચેલાં છે. ૨૪
માણિક્યશેખર (ઈ.સ. ૧૪૨૯ લગભગ–અંચલગચ્છીય મેરૂતુંગસૂરિના શિષ્ય માણિકથશેખરે ‘આવશ્યક નિર્યુક્તિ-દીપિકા' નામે ગ્રંથ રચે છે. એની પ્રશસ્તિમાં એમણે પોતાની રચનાએ આ પ્રકારે જણાવી છે: ૧. આવશ્યક મિર્યક્તિદીપિકા, ૨. પિંડનિર્યુક્તિ-દીપિકા, ૩. ઘનિર્યુક્તિ-દીપિકા, ૪. દશકાલિકદીપિકા, ૫ ઉત્તરાધ્યયન-દીપિકા, ૬. આચારાંગ-દીપિકા, ૭. કલ્પનિર્યુક્તિ -અવચૂરિકા, ૮. નવતત્વવિચારણા વગેરે.