________________
૧૧ મું] ભાષા અને સાહિત્ય
[૩૩ વિનયચંદ્રસૂરિ (ઈ.સ. ૧૪૧૯)–નસૂરિના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય વિનયચંદ્રસૂરિએ સં. ૧૪૭૪(ઈ સ. ૧૪૧૭-૧૮)માં “આદિનાથ ચરિત’ સંસ્કૃતમાં રચ્યું છે. ઉપરાંત “પાર્શ્વનાથચરિત’ અને ‘મુનિસુવતચરિત' પણ એમણે રચેલાં જાણવા મળે છે. વળી “કલ્પનિયુક્ત”, “કાલકાચાર્યથા”, “દીપાલિકાક૯પ અને જૂની ગુજરાતીમાં નેમિનાથચતુબદિકા’, તેમજ ઉપદેશમાલા કથાનક છપય” વગેરે એમની ગ્રંથરચનાઓ પ્રસિદ્ધિ પામી ચૂકેલી છે.
જિનભદ્રસૂરિ (ઈ.સ. ૧૪૧૦-૧૪૫૮)–ખરતરગચ્છીય જિનરાજસૂરિના શિષ્ય જિનભદ્રસૂરિ(સં. ૧૪૫૦-૧૫૧૪)એ “બાદશાંગીપદપ્રમાણુકુલક' અને “જિનસપ્તતિકા' (૨૨૦ પ્રાકૃતગાથાબ૯) વગેરે ગ્રંથ રચા પેતાની આગમિક પ્રતિભાનો પરિચય કરાવ્યો છે. એમણે સં. ૧૪૮૫ (ઈ.સ. ૧૪૨૮-૨૯)થી સં. ૧૪૯૩ (ઈ.સ. ૧૪૩૬-૩૭) સુધીમાં અનેક તાડપત્રીય ગ્રંથ લખાવ્યા હતા, જે જેસલમેર જ્ઞાનભંડારમાં વિદ્યમાન છે.
એમણે અનેક જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી, અને જેસલમેર, જાબાલિપુર (જાહેર), દેવગિરિ, અહિપુર (નાગોર) અને અણહિલપાટણ આદિ સ્થળોએ મોટા જ્ઞાનભંડાર સ્થાપ્યા હતા.
જયસાગર ઉપાધ્યાય (ઈ.સ. ૧૪૨૨)–ખરતરગચ્છના જિનરાજ સૂરિના શિષ્ય જયસાગર મુનિએ સં. ૧૪૭૮(ઈ.સ. ૧૪૨૧-૨૨)માં પાટણમાં પર્વ રત્નાવલી કથા'ની રચના કરી છે. વળી એમણે સિંધ દેશના મહિલકવાહન ગામથી સં. ૧૮૮૪ (ઈ.સ. ૧૪ર૭-ર૮)માં વિજ્ઞપ્તિત્રિવેણી” નામે વિજ્ઞપ્તિપત્ર અણહિલપુર પાટણમાં બિરાજમાન ગચ્છાચાર્ય જિનભદ્રસૂરિને મેકલ્યો હતો.
એમણે આ ઉપરાંત તીર્થરાજસ્તવ', “ઉવસગ્ગહસ્તોત્રવૃત્તિ', જિનદત્તસૂરિ કૃત ગુરુપરતં” આદિ સ્તો પર વૃત્તિ, જિનદત્તસૂરિ-કૃત સ્મરણાસ્તવ” ઉપર વૃત્તિ, “ભાવારિવારણ સ્તોત્ર પર વૃત્તિ, સં. ૧૪૯૫(ઈ.સ. ૧૪૩૮-૩૯)માં જિનદત્તસૂરિ-કૃત “સંદેહદોલાવલી’ પર લઘુવૃત્તિ, જિનકુશલસૂરિ-ચતુપદી', સં. ૧૪૮૭ (ઈ.સ. ૧૯૩૦-૩૧)માં “રત્યપરિપાટી', “શાંતિજિનાલયપ્રશસ્તિ” વગેરે રચનાઓ કરી છે.
સં. ૧૫૦૩ (ઈ.સ. ૧૪૪૬-૪૭)માં એમણે પ્રહૂલાદનપુર(પાલનપુર)માં પૃથ્વીચંદ્રચરિત'ની રચના કરી છે.
એમણે આશાપલ્લી અને પાટણના જ્ઞાનભંડાર માટે શ્રાવકને પ્રતિબોધી હજારે પુસ્તકોનું પુનર્લેખન સં. ૧૪૯૫-૯૭ (ઈ.સ. ૧૪૩૮-૩૯ અને ૧૪૪૦-૪૧) સુધીમાં કરાવ્યું હતું.