SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬] સતનત કાલ [x, - જિ તકીર્તિસૂરિ (ઈ.સ. ૧૪૩૮) –તપાગચ્છના સોમસુંદરસૂરિના શિષ્ય જિનકીર્તિરિએ સં. ૧૪૯૪ (ઈ.સ. ૧૮૩૮)માં પાટીકા સાથેનું “નમસ્કારજીવ', “ઉત્તમકુમારચરિત' અને શીલવિષય ઉપર “શ્રીપાલ-ગોપાલકથા રચ્યાં છે. વળી ચંપકકી કથા રચી છે; એમાં ત્રણ સુંદર ઉપાખ્યાન છે. રત્નશેખરસૂરિ (ઈ. સ. ૧૪૪૦)–તપગચ છીય સોમસુંદરસૂરિના શિષ્ય નશેખરસૂરિએ સં ૧૪૯૬(ઈ.સ ૧૪૪૦)માં “શ્રાદ્ધપ્રતિક્રમણ સત્ર-વૃત્તિ (અર્થ. દીપિકા), સં. ૧૫૦૬ (ઈ.સ. ૧૪૪૯-૫૦) શ્રદ્ધવિધિસૂત્ર' અને એની સંસ્કૃતવૃત્તિ “શ્રાદ્ધવિધિકૌમુદી', સં. ૧૫૧૬ (ઈ.સ. ૧૪૫૯-૬૦)માં આચારપ્રદીપ” “લઘુક્ષેત્ર સમાસ', “હેમવ્યાકરણ-અવચૂરિ અને પ્રબોધચંદ્રોદય–વૃત્તિ વગેરે ગ્રંથ રચ્યા છે. આબુતીર્થના પાર્શ્વનાથ અને નેમિનાથનાં રતવને, “નવખંડ-પાર્શ્વનાથ-તવન', મહેસાણ-પાર્શ્વનાથસ્તવન” (લેક ર૬), સ્તવનચોવીશી', સં. ૧૫૦૦(ઈ.સ. ૧૪૪૩-૪૪)માં સંસ્કૃત-પ્રાકૃત-શૌરસેની એમ ત્રણ ભાષામાં “ચતુર્વિશતિજિનસ્તોત્ર' (લેક ૨૫), સં. ૧૫૧ (ઈ.સ. ૧૪૫૩-૫૪)માં “ રચૂડાસ', ભારકમુનિસુંદરસૂરિ સુધીની તપાગચ્છશ્ર્વવલી' (કડી ૨૭) વગેરે રચનાઓ કરી છે. જિનહર્ષગણિ (ઈ.સ. ૧૪૪૧)-તપાગચ્છના જયચંદ્રસૂરિના શિષ્ય જિનહર્ષગણિએ સં. ૧૪૭(ઈ.સ. ૧૪૪૧)માં ચિત્તોડમાં “વસ્તુપાલચરિત’ નામક કાવ્ય રચ્યું છે. એમાં વિરધવલે રાજાના પૂર્વજોનું પણ છતિવૃત્ત સંગ્રહ્યું છે. એમણે રયણસેહરીકથા' પ્રાકૃતમાં ગદ્ય-પદ્યમય રચી છે. વળી સં. ૧૫ર ૫(ઈ.સ. ૧૪૬૮-૬૯)માં પ્રતિક્રમણવિધિ’, ‘આરામશોભાચરિત(૪પ૧ શ્લોકમાં) અનર્ધરાધવનાટકની વૃતિ, જબૂસ્વામી રાસ, અષ્ટભાષામય સી મધંરજિનસ્તવન, સં. ૧૫૦૨(ઈ.સ. ૧૪૪૫-૪૬)માં વીરમગામમાં રહીને વિંશતિસ્થાનકવિચારામૃત સંગ્રહ “ રશેખરનરપતિચરિત', સં. ૧૪૮૭ ઈ.સ. ૧૪૩૦-૩૧)માં “સમ્યકત્વકૌમુદી' (૨૮૫૮ કલેક પ્રમાણ) વગેરે ગ્રંથ રચ્યા છે સેમદેવસૂરિ (ઈ. સ. ૧૪૪૧)–તપાગચ્છતા સેમસુંદરસૂરિના શિષ્ય સોમદેવસૂરિએ યુગ્મદસ્મશબ્દ-અષ્ટાદશસ્તવી” ઉપર સં. ૧૪૯૭(ઈ.સ. ૧૪૪)માં અવચૂરિ ર વી છે. એમણે “ચતુર્વિશતિસ્તવ' રચ્યું છે. થારિત્રરત્નગણિ (ઇ.સ. ૧૪૪૩)–તપાગચ્છના જિનસુંદરસૂરિના શિષ્ય ચારિત્રરનગણિએ સં. ૧૪૯૯ (ઇ.સ. ૧૪૪૩)માં ચિત્રકૂટ-મહાવીર પ્રશસ્તિ’ નામની વિદ્વત્તાપૂર્ણ કૃતિ રચી છે. એ જ વર્ષમાં ચિત્તોડમાં દાનપ્રદીપ” નામે ગ્રંથ રચ્યો છે. વળી કેટલાંક સ્તોત્ર રચ્યાં છે.
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy