SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦] સલ્તનત કાલ ૧૪૬૨ માં ખંભાતમાં રૂપકાત્મક કૃતિરૂપે સાત અધિકારમાં “પ્રબંધચિંતામણિ, “ધમ્મિલકુમારચરિત્ર', 'જૈનકુમારસંભવ” નામક ઉચ્ચ કોટિના ગ્રંથો રચ્યા છે. ૨૪ એ ઉપરાંત શત્રુંજય-ગિરનાર-મહાવીર–ઠાત્રિ શિકાત્રયી', “આત્માઓ ધકુલક” અને બીજા પ્રાકૃત ભાષામાં ૧૨ કુલકે, “ધર્મસર્વસ્વ”, “ઉપદેશમાલાવચૂરિ', પુષ્પમાલાઅવસૂરિ', નવતત્ત્વગાથા ૧૭, અજિતશાંતિસ્તવ ોક ૧૭, “સ બેધસપ્તતિકા, સં. ૧૮૫૭માં “સમ્યફવ કૌમુદી શ્લોક ૯૯૫, “નલ-દમયંતી ચંપૂર, કલ્પસૂત્ર ઉપર “સુખાવબેર્ધાવવરણ” અને “ન્યાયમંજરી વગેરે ગ્રંથ રચ્યા છે. એમણે ભાષામાં ત્રિભુવનદીપક, પરમહંસપ્રબંધ, પ્રબંધચિંતામણિપાઈ અંતરંગોપાઈ', નેમિનાથ ફાગ” ૫૮ કડી અને કેટલાંયે સ્તવન વગેરે રચ્યાં છે. મુનિસુંદસૂરિ (ઈ.સ. ૧૩૮૦ થી ૧૪૪૭)-તપાગચ્છીય સેમસુંદરસૂરિને પ્રતિભાસંપન્ન પદધર શિષ્ય મુનિસુંદરસૂરિએ વિ.સં. ૧૪૫૫ (ઈ.સ. ૧૩૯૮-૯૯) માં સંસ્કૃતભાષી વિદ્યાર્થીઓ માટે ઐવિદ્યગોષ્ઠી” નામને ગ્રંથ રચ્યો છે. સં. ૧૪૬૬(ઈ. સ. ૧૪૦૯-૧૦ )માં એમણે ૧૦૮ હાથ લાંબે એક વિજ્ઞપ્તિપત્ર લખી દેવસુંદરસૂરિને મેક, જેનું નામ હતું 'ત્રિદશતરંગિણી'. એમાં ત્રણ સ્ત્રોત અને ૬૧ તરંગ હતાં. હાલ માત્ર ત્રીજા સ્ત્રોતને “ગુર્નાવલી' નામને સ્ત્રોત ૪૯૬ પદ્યો ભાગ મળે છે. એમણે સં. ૧૪૫૫(ઈ.સ. ૧૩૯૮-૯૯)માં “અધ્યાત્મકલ્પદ્રુમ” અપનામ “શાંતસુધારસ”, “ચતુર્વિશતિસ્તોત્ર રનકોશ", સં. ૧૪૮૩ (ઈ.સ. ૧૦૨૬-૨૭)માં “જયાનંદચરિત મહાકાવ્ય, સં. ૧૪૮૪(ઈ.સ. ૧૧૭-૨૮)માં “ મિચતુષ્કકથા', સં. ૧૪૯૩(ઈ.સ. ૧૪૩૬-૩૭)માં “ઉપદેશનિકાર-પન્ના વૃત્તિ સાથે, સં. ૧૮૯૩ કે સં. ૧૫૨(ઈ.સ. ૧૪૪૫-૪૬)માં “સંતિકર સ્તોત્ર વગેરે કવિત્વપૂર્ણ કૃતિઓ રચેલી મળી આવે છે, ક્ષેમકરસૂરિ (ઈ.સ. ૧૦૯૪)–તપાગચ્છીય દેવસુંદરસૂરિના શિષ્ય ક્ષેમં કરસરિએ પ્રાકૃતમાં રચાયેલી સિહાસણબત્તીસિયા': ઉપરથી સં. ૧૪૫૦ (ઈ.સ. ૧૩૯૪) લગભગમાં ગદ્યપદ્યાત્મક “સિંહાસનધાવિંશિકા' નામની કૃતિ રચી છે. ગંગ (ઈ.સ. ૧૪મી સદી)–દ્વિવેદી ગંગ નામના એક વૈદિક વિદ્વાને ઈસ.ના ૧૪મા સૈકામાં બૃહદારણ્યક ઉપર “મુખ્યાર્થપ્રકાશિકા' નામનું ભાષ્ય રચ્યું છે. એમની વિદ્વત્તાથી તેઓ વિઠજજનતિલક' તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. સમરસિંહ (ઈ.સ. ૧૪મી સદી)-પાટણ મંત્રી-કુલમાં જામેલા પ્રાગ્વાટવંશીય શોભનદેવના પુત્ર સમરસિંહે “મનુષ્યજાતક' અથવા 'તાજકતંત્રસાર નામનો ગ્રંથ ખાસ કરીને તાજિકકારોને જાતક ગ્રંથની પદ્ધતિએ રચ્યું છે.
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy