SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ મું]. ભાષા અને સાહિત્ય [૩૦૯ “હમ્મરમહાકાવ્યના ઉલેખ• મુજબ જયસિંદસૂરિએ “નૂતન વ્યાકરણ' અને ભાસ રચેલા “ન્યાયસાર' નામક જૈનેતર દાર્શનિક પ્ર થ ઉપર “ન્યાયનાસ્ય. દીપિકા” નામક વૃત્તિની રચના કરી છે. એમણે એ પણ નોંધ્યું છે કે અમીરરાજના પંડિત સારંગને એમણે વાદમાં પરાજિત કર્યો હતો. ૨૧ આ પંડિતે જ સંભવતઃ “શાધર-પદ્ધતિ નાથને ગ્રંથ પણ રચ્યો છે. મહેંદ્રસૂરિ (ઈ.સ. ૧૭૭૧)-મદનસૂરિના શિષ્ય મહેદ્રસૂરિએ યંત્ર રાજારામ” નામક પાંચ અધ્યયન પંચાગવિષયક જયોતિષને ઉપયોગી ગ્રંથ સં. ૧૪ર૭ (ઈ.સ. ૧૭૭૨–૭૧)માં લગભગ ર છે. એના ઉપર એમના વિદ્વાન શિષ્ય મલયચંદ્રસૂરિએ ટીકા રચી છે ૨૨ મલયચંદ્રસૂરિ (ઈ.સ. ૧૭૭૧)-મહેદ્રસૂરિના શિષ્ય મલયચંદ્રસૂરિએ “યંત્રરાજગમ” પર સુગમ ટીકા સં. ૧૮૨૭( ઈ.સ. ૧૩૭૦-૭૧)માં રચી છે. એમાં પૂનમ અમાસ અને નક્ષત્રનું સ્પષ્ટ ગણિત આપ્યું છે. સં. ૧૪૨૭ થી ૧૪૯૪ સુધીનાં નક્ષત્રોનાં કાષ્ઠક પણ આલેખ્યાં છે. આમાં ૭૫ નગરોના અક્ષાંશ આપ્યા છે. વેધે પયોગી ૩૨ તારાઓનાં સાધન અને ભોગશર પણ આપવામાં આવ્યાં છે. મૂળ ગ્રંથનાં યંત્રોને ઉદાહરણ પૂર્વક સમજાવ્યાં છે. રત્નશેખરસૂરિ (ઈ.સ.૧૩૭૨)-તપાગચ્છની નાગપુરી શાખાના હેલિકસૂરિના શિષ્ય રત્નશેખરસૂરિએ સં. ૧૪૨૮ (ઈ.સ ૧૯૭૧-૭૨)માં પ્રાકૃતમાં સિરિ. વાલકહા' રચી છે. એમણે “છંદષ્કાશનામક છંદવિષયક ગ્રંથ પણ રચ્યો છે. પ્રાપ્ત ઈદેમાંથી કેટલાયે છંદોનાં લક્ષણ લક્ષ્ય-લક્ષણયુક્ત અને ગણમાત્રાદિપૂર્વક આપવામાં આવ્યાં છે. ૨૩ સં. ૧૪૪૭(ઈ.સ. ૧૩૯૦-૯૧)માં “ગુણીન-ક્રમારોહ” વૃત્તિ સહિત, ગુરુગુરુષત્રિશત-પત્રિંશિકા”, “સંબોધસિત્તરી, સિદ્ધચક્રમંત્રોદ્ધાર” અને મલયગિરિ-ટીકાના આધારે રચેલ “લઘુક્ષેત્રસમસ’ સ્વપજ્ઞ વ્યાખ્યા સહિત રચ્યાં છે. - જિનદયસૂરિ (ઈ.સ. ૧૩૭૫)-ખરતરગચ્છીય જિનદયસૂરિ એ પાણથી ૧૧૦૦ શ્લેકપ્રમાણ મહાવિજ્ઞપ્તિપત્ર અયોધ્યમ 1 માસ નિવાસાથે રહેલા પિતાના ગુરુ કહિતસૂરિ ઉપર ગદ્ય-પદ્યાત્મક શૈલીમાં સં. ૧૪૩૧(ઈ.સ. ૧૩૭૫)માં લખે છે. આ વિજ્ઞપ્તિપત્રની શબ્દછટાત્મક ગદ્યરચને બાણ દંડી અને ધનપાલ જેવા ઉત્કૃષ્ટ કોટિના કવિઓની રચના જેવી છે. આમાં અણહિલપુર પતન અયોધ્યા વગેરેનું સુંદર વર્ણન છે. જયશેખરસુરિ (ઈ.સ. ૧૩૮૦)–અંચલગચ્છીય મહેદ્રસૂરિના શિષ્ય જયશેખરસૂરિએ સં. ૧૪૩૬ માં સ્વપજ્ઞવૃત્તિયુત “ઉપદેશચિ તામણિ, સં.
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy