________________
સલ્તનત કાલ
ગિ.
સંસ્કૃત ભાષા બેલવાની રીતના નિયમ આ વ્યાકરણમાં આપેલા છે. કર્તા કર્મ અને પ્રયોગની ઉક્તિઓનું આમાં મુખ્યતઃ વિવેચન કરવામાં આવ્યું છે. આમાં વિભક્તિવિચાર કુદતવિચાર ઉક્તિભેદ અને શબ્દોને સંગ્રહ છે. ૧૯
એમની આગમિક વિદ્વત્તાને ખ્યાલ એમના સિદ્ધાંતાલાપોદ્ધાર અને સં. ૧૪૪ (ઈસ ૧૩૮૬-૮૭)માં રચેલા “વચારામૃતસંગ્રહ', પર્યપણુંક૯પ-અવચૂર્ણિ,
પ્રતિક્રમણ સૂત્ર–અવચૂણિ”, “પ્રજ્ઞાપના તૃતીય પદં સંગ્રહણી', કાયસ્થિતિસ્તોત્ર વગેરેથી આવે છે. સં. ૧૪૪૦ (ઈ.સ. ૧૭૮૪) આસપાસમાં દેવસુંદરસૂરિના કોઈ શિષ્ય રચેલી આરંભિક ગુજરાતીની “કાકબંધ પાઈ (ધર્મ કકક) મળે છે તે સંભવતઃ આ કુલમંડનસૂરિની રચના હેવાને સંભવ છે.
એમણે રચેલાં સ્તોત્ર-અષ્ટાદશચક્રવિભૂષિત વીરરતવ, પંચજિનહારબંધસ્તવ વગેરેમાં એમની કવિત્વશક્તિનાં દર્શન થાય છે. | મુનિભદ્રસૂરિ (ઈ.સ. ૧૩૫૪)–બૃહદ્ગચ્છના ગુણભદ્રના વિદ્વાન શિષ્ય મુનિભસૂરિએ ૧૯ સર્ગમાં ૬ર૭૨ કાત્મક “શાંતિનાથચરિત્ર' સં. ૧૪૧૦(ઈ.સ. ૧૩૫૪)માં લગભગ રચ્યું છે. એને ૧૨ મો સર્ગ યમકાલંકારથી વિભૂષિત છે. શૈલી પ્રાસાદિક અને મનહર છે. મુનિભદ્રસૂરિનું પેરોજરાજા(ફીરોઝશાહ તુગલક)ની સભામાં બહુમાન હતું.
તરુણપ્રભસૂરિ (ઈ.સ. ૧૩૫૫)-ખરતરગચ્છીય જિનચંદ્રસૂરિ(૩ જા)ના શિષ્ય તરુપ્રભસૂરિએ પાતશાહ પિરોજ (ફરોઝશાહના રાજ્યમાં અણહિલપત્તનમાં ઠકકર બલિરાજની વિનંતીથી સં. ૧૪૧૧(ઈ.સ. ૧૩૫૫)માં દીપેત્સવીના દિવસે પડાવશ્યક સૂત્ર પરની વૃત્તિઓ પર બાલાવબેધ' રચ્ય છે. એ જ રીતે યોગશાસ્ત્ર વગેરે ગ્રંથે ઉપર રચેલા એમના એકાધિક બાલાવબોધ છે.
ભાવ દેવસૂરિ (ઈ.સ. ૧૩૫૬)-ખંડિલગચ્છીય કાલકાચાર્યસંતાનીય જિનદેવસૂરિના શિષ્ય ભાવ દેવસૂરિએ સં. ૧૪૧૨(ઈ.સ. ૧૩૫૫-૫૬)માં “પાર્શ્વનાથ ચરિત’ પાટણમાં રહીને રચ્યું છે, આઠ અધ્યાયાત્મક “અલંકારસાર” નામને અલંકારવિષયક ગ્રંથ રચ્યો છે, વળી પ્રાકૃતમાં “ઈદિણચરિયા’ અને ‘કાલકહા નામના ગ્રંથ પણ રચ્યા છે.
જયસિંહસૂરિ (ઈ સ. ૧૩૬ ૬)-કૃષ્ણર્ષિગછીય મહેદ્રસૂરિના શિષ્ય જયસિંહસૂરિએ સં. ૧૪રર(ઈસ. ૧૩૬૫-૬૬)માં દશસર્ગાત્મક કુમારપાલચરિત' નામક ગ્રંથ ૬૦૬૩ સં. પદ્યોમાં રચ્યા છે. આ ચરિતને પ્રથમ આદર્શ એમના પ્રશિષ્ય દાર્શનિક અને કવિ મુનિ નયચંદ્ર લખ્યો હતો. નયચંદ્રસૂરિએ રચેલા