________________
૧૧ મું)
ભાષા અને સાહિત્ય
હિ૦૭
સં. ૧૪૦૯(ઈ.સ. ૧૩૫૨-૫૩)માં “કામદેવચરિત' અને સં. ૧૪૧૩(ઈ.સ. ૧૩૫૫-૫૬)માં “સંભવનાથચરિત” નામે કાવ્યગ્રંથ રચા-મળ્યા છે તે રચનાઓ આ મેતુ વસૂરિની હોય એવી સંભાવના છે.
મેરૂતુંગસૂરિ ( ઈસ. ૧૩૪૭ થી ૧૪૧૫)-ત્રીજા મેરૂતુંગસૂરિ અંચલગછીય મહેદ્રસૂરિના પટ્ટધર થયા હતા. એમના જીવનકાળમાં એમણે અનેક સંરકૃતપ્રાકૃત ગ્રંથ નિર્માણ કર્યા છે.
રાજશેખરસૂરિ (ઈસ ૧૩૪૯)-માલધારીગચ્છના તિલકસૂરિના શિષ્ય રાજશેખરસૂરિએ “પદનસમુચ્ચય રચે છે, તેમાં જૈન સાંખ્ય જૈમિનીય ગ વૈશેષિક અને બૌદ્ધ એમ છ દર્શનનું સંક્ષેપમાં વર્ણન છે. વળી
સ્યાદ્વાદકલિકા” (સ્વાદાદદીપિકા) ૪૧ પદ્યમાં, “રત્નાકરાવતારિકાપંજિકા', અને કપિલમુનિએ રચેલાં વૈશિવક સૂત્રે ઉપર જે પ્રશસ્ત-કરદેવનું ભાષ્ય છે તેના ઉપર બીજી ત્રણ ટીકા ૧૮ હેવા છતાં શ્રીધરાચાર્યે રચેલ “ન્યાયકંદલી” પર “પંજિકા’ નામે વૃત્તિ રચી છે.
એમણે આ બધા દાર્શનિક ગ્રંથે ઉપરાંત “સંધમહેસવપ્રકરણ અને “દાનપત્રિશિકા રચાં છે. કથારસિક જનતાના મનોરંજન માટે ૮૪ કથા ગદ્ય સંસ્કૃતમાં રચી છે, જે “ચતુરશીતિ-ધમકથા” “કૌતુકકથા” અગર “વિનોદકથા' નામથી પણ ઓળખાય છે.
એમણે મુગ્ધાવબોધ માટે “પ્રબંધકોશ' (ચતુવિંશતિપ્રબંધ) નામક ગ્રંથની સં. ૧૪૦૫ સ. ૧૩૪૮-૪૯)માં રચના કરી છે. આ ગ્રંથમાં મહત્ત્વના ૨૪ ઐતિહાસિક પ્રબંધ છે.
જ્ઞાનસાગરસૂરિ (ઈ.સ. ૧૩૪૯થી ૧૪૦૪)–તપાગચ્છીય દેવેંદ્રસૂરિના શિષ્ય જ્ઞાનસાગરસૂરિએ સં. ૧૪૪૦ (ઈ. સ. ૧૭૮૩-૮૪)માં “આવશ્યકસૂત્રઅચૂર્ણિ, સં ૧૪૪૧(ઈ.સ. ૧૩૦૪-૮૫)માં “ઉત્તરાધ્યયનસૂત્ર-અવચૂર્ણિ અને એ ઘનિર્યુક્તિ-અવચૂર્ણિ' રચ્યાં છે. કેટલાંક સ્તોત્ર પણ એમનાં મળ્યાં છે.
કુલમંડનસૂરિ (ઈ.સ. ૧૩૫૩ થી ૧૯૯૯)–તપાગચ્છીય દેવેંદ્રસૂરિના શિષ્ય કુલમંડનસૂરિએ “મુગ્ધાવબોધ ઔક્તિક ની રચના સં. ૧૪૫૦(ઈ.સ. ૧૦૯૪)માં કરી છે. એમાં એ સમયે આરંભિક ગુજરાતી ભાષા દ્વારા સંસ્કૃત ભાષાનું શિક્ષણ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યું છે.