________________
૩૦૬]
સતનત કાલ ૩૬)માં જશકીર્તિએ રચેલી “ પદેશમાલા” પર “શીલતરંગિણી' નામની વૃત્તિ અને લઘુપડિત-કૃત ‘ત્રિપુરાભારતીસ્તવ” ઉપર ટીકા રચી છે. એમને કુમારપાલદેવચરિત' નામક ગ્રંથ અપૂર્ણ સ્થિતિમાં મળે છે.
ધર્મપ્રભસૂરિ (ઈ.સ. ૧૩૩૩)–એમણે સં. ૧૩૮૯(ઈ.સ. ૧૩૩૨-૩૩)માં કાલકાચાર્યકથા' રચી છે.૧૪ વળી જ્યોતિષ વિષયનો શૈલેશ્વપ્રકાશ' નામને ગ્રંથ રચે છે. “ચૂડામણિસારધાર' ગ્રંથ મુજબ “અર્ધકાંડ'ની પણ રચના કરી છે.
એમના શિષ્ય રત્નપ્રભ સં. ૧૩૯૨(ઈ.સ. ૧૩૩૫-૩૬)માં અપભ્રંશમાં “અંતરંગસિંધિ' નામક કાવ્ય રચ્યું છે. ૧૫
રત્નદેવગણિ (ઈ.સ. ૧૩૩૭)–રનદેવગણિએ બૃહગચ્છીય ધર્મચંદ્રની વિનંતીથી તાંબરાચાર્ય જયવલભમુનિએ રચેલા પ્રાકૃત સુભાષિત ગ્રંથ વજાલય” ઉપર . ૧૯૩(ઈ.સ. ૧૩૩૬-૩૭)માં ટીકા રચી છે.
કકસૂરિ (ઈસ ૧૩૩૭)–સિદ્ધસેનના શિષ્ય આચાર્ય કક્ક સૂરિએ સં. ૧૩૯૩ (ઈ.સ. ૧૩૩૬-૩૭)માં કાંજરકેટપુરમાં રહીને “નાભિનંદનજિન દ્ધારપ્રબંધ' નામક ગ્રંથ રચ્યો છે. આમાં અલાઉદ્દીન ખલજીની કેજે ગુજરાત વગેરે પ્રદેશો ઉપર ચડાઈ કરીને જે જે રાજય ધ્વસ્ત કર્યા તેઓની નેંધ છે તથા ગુજરાતના સૂબા તરીકે આવનાર અલ્પખાનને વૃત્તાંત છે. આ અલ્પખાન સાથે સમરસિંહ શ્રેષ્ઠીને મૈત્રીસંબંધ હતો. આ કારણે સમરસિંહે શત્રુ જય ઉપર થયેલી ભાંગફેડને સમરાવી લેવાનું ફરમાન મેળવ્યું હતું એનો વિરતૃત વૃત્તાંત છે.
જ્યાનંદસૂરિ (ઈ.સ. ૧૩૪૪ લગભગ) –તપાગચ્છના સો મતિલકસૂરિના શિષ્ય જયાનંદસૂરિએ ક્ષેત્રપ્રકાશરાસ’ આરંભની ગુજરાતીમાં રચ્યો છે, પણ એ ઉપલબ્ધ થયું નથી. એમણે સંસ્કૃતમાં “સાધારણજિનસ્તોત્ર' રહ્યું છે તે કુલમંડન રિએ પોતાના મુગ્ધાવધઔક્તિકમાં ઉદાહરણરૂપે લીધું છે.
મેરતંગસૂરિ (ઈ.સ. ૧૩૪૪ લગભગ)– પ્રબંધચિંતામણિ' ગ્રંથના કર્તાથી ભિન્ન એવા એક બીજા મેરૂતુંગસૂરિએ સ્થવિરાવલી' (વિચારશ્રેણી) ૧૭ નામની એક ઐતિહાસિક જૈન કાલક્રમસુચક કૃતિ રચી છે. આમાં જૈનાચાર્યોની પટ્ટપરંપરાને કાલક્રમ બતાવવામાં આવ્યો છે. એના અંતભાગમાં ગુજરાતના રાજાઓ-ચાવડા ચૌલુક્ય અને વાઘેલાઓ ની યાદી આપી એમના રાજવકાલની સાલવારી આપી છે. આમાં કાલક ચાય હરિભદ્રસૂરિ અને જિનભદ્ર ક્ષમાશ્રમણનાં વૃત્તાંત પણ છે.