________________
ભાષા અને સાહિત્ય
૩૧૧
જયતિલકસૂરિ (ઈ.સ. ૧૪૦૦)-આગમગચ્છીય જયતિલકસૂરિએ “મલયાસુંદરીચરિત', “સુલસાચરિત', “સુપ્રાર્થનાથચરિત', “મહાબલચરિત” અને “હરિવિક્રમચરિત’ નામના ગ્રંથ રચ્યા છે. તદુપરાંત વીતરાગસ્તવ”, “ઋષભજિનસ્તવ વગેરે સ્ત્રોત્ર રચેલાં જાણવા મળે છે.
એમણે સં. ૧૪૫૬(ઈ.સ. ૧૪૦૦)માં સ્તંભતીર્થમાં “અનુગઠારચૂણિીને ઉદ્ધાર કર્યાનું એ ગ્રંથની અંતિમ પુપિકાથી જાણવા મળે છે.
શાંતિસૂરિ (ઈ.સ. ૧૪૦૦)-પહલીવાલગચ્છીય શાંતિસૂરિએ મલય. સંદરીચતિ સં ૧૪૫૬(ઈ.સ. ૧૪૦૦)માં રચ્યું છે.
દેવસુંદરસૂરિ (ઈ.સ. ૧૪૧) મતિલકસૂરિના પટ્ટધર દેવસુંદરસૂરિએ સાધારણ-જિનસ્તવન”, “ઉત્તમઋષિસ્મરણ ચતુષ્પદી', “પાશ્વજિનસ્તવન વગેરે રચાં છે. એમના પાંચ વિદ્વાન શિષ્ય ૧. જ્ઞાનસાગરસૂરિ, ૨. કુલમંડનસૂરિ,
. ગુણરત્નસૂરિ, ૪. સેમસુંદરસૂરિ અને ૫. સાધુરત્નસૂરિ એમના આદેશથી ગ્રંથરચનાઓ કરવામાં સંલગ્ન હતા. ગુણરત્નસૂરિએ ક્રિયારત્નસમુચ્ચય' વગેરે ગ્રંથ રચ્યા છે. જ્ઞાનસાગરસૂરિએ વિમલનાથચરિત' રચ્યું છે. સોમસુંદસૂરિએ પણ અનેક ગ્રંથરચનાઓ કરી છે.
સોમસુંદરસૂરિ (ઈ. સ. ૧૮૦૧)-તપાગચ્છીય દેવસુંદરસૂરિના પટ્ટધર સોમસુંદરસૂરિએ “મૈત્યવંદનભાષ્ય-અવચૂરિ', “કલ્પાંતવ, ચતુર્વિશતિજિનભકીર્તનસ્તવ”, “નવખંડપાર્શ્વનાથ-અષ્ટક’, યુગાદિજિનતવસાવચૂરિ, યુગ્મતશબ્દનવસ્તવ', “અસ્મતાબ્દનવસ્તવ” “ભાષ્યત્રયગૃણિ”, “કલ્યાણકસ્તવ, યતિજીતકપરનકેશ', સં. ૧૪૫૦(ઈ.સ. ૧૩૯૩-૯૪)માં ભાષામાં “આરાધનારાસ', સં. ૧૪૮૦ (ઈ.સ. ૧૪૨૩–૨૪)માં “અબ્દક૯૫” “નેમિનાથનવર્સીફાગ', સં. ૧૮૮૨માં ઉપદેશમાલા-બાલાવબોધ', સં. ૧૪૯૧ (ઈ.સ. ૧૪૩૪-૩૫)માં “સ્થૂલિભદ્રફાગ,
ગશાસ્ત્ર–બાલાવબોધ', “પડાવશ્યક બાલાવબોધ', “નવતત્વબાલાવબોધ” “આરાધનાપતાકા-બાલાવબોધ, સં. ૧૪૮૬(ઈ.સ. ૧૪૩૯-૪૦)માં “ષષ્ટિશતકબાલાવબોધ વગેરે ગ્રંથ રચ્યા છે.
સેમસુંદરસૂરિના ઉપદેશથી ઈડરના સંઘપતિ શ્રેષ્ઠી ગોવિંદ ઓશવાળે સં. ૧૪૬૬ (ઈ. સ. ૧૪૦૯-૧૦)માં શત્રુંજય ગિરનાર સોપારક તારંગા વગેરે તીર્થોને યાત્રાસંધ કાઢયો હતો ને તારંગ તીર્થની યાત્રા કરતાં સંધપતિએ અજિતનાથ પ્રભુની નવી પ્રતિમા સ્થાપન કરવાને મને રથ કર્યો હ.૨૫