SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨) સતત કાલ [>, આબુકર્કના પત્રમાં જણાવેલું છે કે ગુજરાતના કિનારાની હદ પ્રભાસ પાટણથી માહીમ અને ચેવલ સુધી છે અને એની લંબાઈ ૧૩૦ લીગ છે. • ઈ.સ. ૧૫૦૩ માં આવેલા ઇટાલિયન મુસાફર હ્યુંડે વિકો ડી વર્થેમાએ પણ ચેવલ સુધી ગુજરાતની સત્તા હતી એવું સ્પષ્ટ જણાવ્યું છે. ૨૧ ગુજરાત ચોરાસી બંદરના વાવટા તરીકે જાણીતું છે. એની ગણતરી કરતા મિત-ગમી જણાવે છે કે એમાં ૨૩ ગુજરાત-સૌરાષ્ટ્રનાં બંદર અને બાકીનાં ૬૧ હિંદ અરબસ્તાન વગેરેનાં બંદર સમજવાં, પરંતુ ગુજરાતના કિનારાનાં ઉલ્લિખિત બંદરની સંખ્યા ૨૩ કરતાં વધી જાય છેઃ અગાસી ઉતા કે નવાનગર કાવી કેલવાડ ખંભાત ગાંધાર ઘોઘા ચેવલ ચેલ જંજીરા જાફરાબાદ કે મુઝફફરાબાદ ડુમસ તારાપુર દમણ દહાણું દીવ પીરમબેટ પુરમીન કે પુરમિયાણું પ્રભાસપાટણ કે સોમનાથ, બાકર ભરૂચ મગદળ મહુવા માંગરોળ માહી–મુંબઈ રાંદેર રાજપુર લાહરી વલસાડ વસઈ શિયાળબેટ સુરત અને હોટ. ખંભાત ભારતનું મુખ્ય બંદર હતું. દસમી સદીથી એ સોળમી સદીમાં સતનતના અંત સુધી લગભગ પાંચ સદી સુધી એ સમસ્ત દેશનું મોટામાં મોટું અને સર્વથી સમૃદ્ધ બંદર રહ્યું.૨૩ અખાતના મેટા જુવાળથી દરિયે પુરાવાને લીધે ગુજરાતનું વેપાર માટેનું સર્વશ્રેષ્ઠ સ્થળ છતાં ખંભાત નૌકાસૈન્ય માટે નકામું થઈ ગયું હતું અના આ કાલખંડમાં દીવ સૌથી વધારે સગવડવાળું બંદર બન્યું હતું.૨૪ ગુજરાતના મીરે બહર અર્થાત નૌકાસેનાપતિ મલિક અયાઝે દીવને જ પિતાનું મથક રાખ્યું હતું.૨૫ ૨૦૦ યુદ્ધજહાજોને કાલે ત્યાં રહેતો હતો. આમ સલામતી હોવાથી ત્યાં વેપાર પણ વધે અને જૂની દેશી વસ્તી ઉપરાંત ધનવાન પરદેશી વેપારીઓ પણ ત્યાં આવીને વસ્યા હતા, એટલે ૧૪ મી થી ૧૬ મા શતક સુધી દીવ પ્રથમ વર્ગનું બંદર હતું. ૨૭ નાના બેટ ઉપર વસેલા આ મહત્ત્વના બંદરને સૌરાષ્ટ્રના કિનારા સાથે સાંકળોથી બાંધી મલિક અયાઝે વહાણ માટે સગવડ કરેલી, જેને “સાંકળકાટ' કહેતા.૨૮ એ ચારે બાજુ કેટવાળું તોપખાનાથી સુરક્ષિત શહેર હતું. ૨૯ ઈ.સ ૧૫૧૫ માં આવેલા ફિરંગી મુસાફર બાબાસાએ મલબાર ઈરાન અરબરતાન અને આફ્રિકાના કિનારાનાં બંદર સાથેના દીવના વેપારનું વિગતવાર વર્ણન આપ્યું છે, આયાત-નિકાસની વસ્તુઓ ગણાવી છે, અને કાચા તથા તૈયાર માલનું વર્ણન કરી જણાવ્યું છે કે વેપારથી રાજાને થતી મોટી આવક આશ્ચર્યજનક હતી.૩૦ રાતા સમુદ્રના દ્વાર સમું એડન, ઈરાની અખાતમાંનું ઘોડાના વેપારનું મુખ્ય સ્થળ હેરમઝ અને હિંદના કિનારાની
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy