________________
૧૦ મું.
આર્થિક સ્થિતિ
(૨૮૩
મધ્યમાં આવેલ ગેવા-આ બધાની વચ્ચે સૌરાષ્ટ્રના કિનારે આવેલા દીવના બેટનું એક મધ્યવતી કેંદ્ર તરીકે ખાસ મહત્વ હતું અને તેથી જ ફિર ગીઓએ તેને કબજે કરવા માટે એમના ઈતિહાસમાં સવથી ભારે કહેવાય એવાં નૌકાયુદ્ધ ખેલ્યાં.૩૨ છેવટે ઈ.સ. ૧૫૩૫ માં બહાદુરશાહે એમને દીવમાં કિલ્લે બાંધવાની પરવાનગી આપી.૩૩ ૧૫૩૯ મ બંદરની જકાતનો ત્રીજો ભાગ ફિરંગીઓને મળ્યો અને ૧૫૪૬ના નવેમ્બરમાં તેઓ દીવ કાયમનું જીતી ગયા.૩૫ ત્યારબાદ ૧૫૪૮ માં સંધિ થતાં દીવની સ્થિતિ સુધરી અને ૧૦૦ વહાણો, ૬૦૦૦નું લશ્કર અને ૪૦૦૦ સવારે ત્યાં રહ્યા. આ ઉપરાંત હિંદુ વસ્તી જુદી.૩૭ દીવના ઈ.સ. ૧૫૪૬ ના બીજા યુદ્ધ વખતે ગુજરાતનું તાપખાનું ઉત્તમ હતું.૩૮ ત્રણ તે બહુ મોટી તોપ હતી, જેમાંની એક નવાઈની ચીજ તરીકે પિટુગલ મેકલાયેલી, સેન્ટ જુલિયનના કિલ્લામાં રાખવામાં આવી, જે દીવની તપ' તરીકે પ્રખ્યાત છે. ૩૯ ગુજરાતી લકર પાસે પથ્થર ફેકતું યંત્ર હતું, જેનાથી ફિરંગીઓ ડરતા. એક ફ્રેંચ એ ચલાવતે તેણે ૩૦ પથ્થર કિલામાં ફેંકેલા. એના મૃત્યુ પછી બીજાને એ ન ફાવતાં ઊલટી દિશામાં પથ્થર ફે કાતાં એ બંધ કરવું પડેલું. •
ઈ.સ. ૧૫૪૦ પહેલાં સુરત કરતાં સામે કાંઠે આવેલું રાંદેર વધારે સમૃદ્ધ હતું એને ફિરંગીઓએ બાળ્યા પછી એ શહેર ઘસાતું ગયું અને સુરતની વૃદ્ધિ થઈ ફિરંગી ત્રાસ સામે બચાવ માટે મહમૂદ ૩ જાના સમયમાં સુરતને કિલ્લે બંધાયો ૪૧
- ઈ.સ. ૧૫૩૨ માં ફિરંગીઓ સામે રક્ષણ માટે બહાદુરશાહે વસઈને મજબૂત કિલ્લે બંધાવ્યો, પણ તેઓ જીત્યા અને ૪૦૦ પ લઈ ગયા. વસઈની આસપાસથી વહાણ બાંધવા માટે ઉત્તમ જાતનું વલસાડી સાગનું લાકડું મળતું હતું.૪૨ ૧૫૩૪ ના ડિસેમ્બરમાં બહાદુરશાહે શરમભરેલી સંધિ કરી આસપાસના પ્રદેશ તથા આવક સાથે વસઈ ફિરંગીઓને આપી દેતાં ગુજરાતનાં વહાણોને ત્યાં મહેસૂલ ભરવું પડતું અને “મનવાર” પણ ગુજરાતનાં બંદરોએ બનાવી ન શકાય એવી શરત થઈ હતી.૪૩ *
તાપી તટનું મગદલ્લા બંદર હસબીઓથી વસેલું હતું. ફિરંગીઓએ એને ઉજજડ કરી મૂકયું ત્યારે માત્ર એક હાથ કાપેલા માણસને બચવા દીધે!૪૪ એ પછી જ્યાં દરિયાઈ વેપારથી સમૃદ્ધ ધનવાન લેકે સારાં મોટાં મકાનમાં રહેતા હતા તે નર્મદાતટના હાંસોટ બંદરે સ્ત્રીઓ સહિત સર્વની તેઓએ કતલ કરેલી.૪૫
દીવ પડયું ત્યારે સામે કિનારે આવેલ નવાનગર-ઊના સમૃદ્ધ થતું હતું. એને મજબૂત કિલ્લે બાંધવામાં આવ્યો.૪૬