________________
સલ્તનત કાલ
મક્કા મદીનાનાં પવિત્ર સ્થળોએથી પાછાં ફરતાં ગુજરાતમાં સ્થાયી વસવાટ કરતાં હતાં.૪૩ આનું એક ઘણું જ જાણતું દૃષ્ટાંત અમદાવાદ પાસેના સરખેજના પીર હઝરત શેખ અહમદ ખટ્ટનું છે. તેઓ અમદાવાદ શહેરને પાયો નાખનાર ચાર ઓલિયા અહમદ પૈકીના એક છે.
આ ઉપરાંત વેપારીઓને તે ગુજરાતમાં કાયમી વસવા ઉરોજન મળતું હતું. ઈ.સ. ૧૩૨૧ મે એક વેપારીને સુરત પાસે નવસારીમાં જમીન બક્ષિસ આપવામાં આવી હતી. એ ઉપરાંત એને “મલેક ઉત તુજાર એટલે કે “શાહ વેપારીનો દકાબ આપવામાં આવ્યો હતો.૪૪
ઈસ્લામના પ્રચારાર્થે વખતોવખત ઇરલામના ઉપદેશકે અને ઉલમાએ પોતાની મેળે અથવા ગુજરાતના સુલતાનના નિમંત્રણથી ગુજરાતમાં આવીને વસ્યા હતા. ઝફરખાન ફારસીના સમયમાં, સંભવતઃ ઈ.સ. ૧૩૭૧માં, ગુજરાતમાં કેટલાક ઉલમા આવ્યા હતા તેમણે લોકોને સુન્નત વલ જમાઅત અર્થાત્ સુન્ની પંથ દલીલથી સમજાવ્યો હતો. પરિણામે શિયા વહેરાઓમાંથી કેટલાકે સુની પંથ સ્વીકાર્યો હતો. એ ઉપરાંત મુહમ્મદ જૌનપુરી ઈ. સ. ૧૫૦૯ માં ગુજરાતમાં આવ્યા હતા.૪૫
પરંતુ મોટા ભાગના વિદેશી મુસલમાને તો સૈનિક તરીકે આવી વસ્યા હશે. તુર્કે ભારતમાં આવી રાજ્યકર્તા બન્યા પછી ગુજરાતમાં મુસલમાનેનું આગમન મોટા પ્રમાણમાં થયેલું. તુર્કો દ્વારા ગુજરાતનો વિજય થયા પછી ઉત્તરમાંથી મોટા પાયા ઉપર મુસલમાને ગુજરાતમાં આવવા લાગ્યા. તેઓ મોટે ભાગે અફઘાન સિપાહીઓ હતા. તેઓ મધ્ય ગુજરાતનાં કેટલાંક શહેર અને ગામડાંઓમાં આવી વસ્યા હતા. તેઓનું પ્રમાણ એટલું બધું વધી ગયું કે ૧૪ મી સદીના મધ્યકાળે, ઈ. સ. ૧૩૪૦-૫૦માં, ગુજરાતના અફઘાન દિલ્હીના મુહમ્મદ-બિન-તુગલક સામે બળ કરી દિલ્હીની સલતનતને પણ હચમચાવી શકેલા.
આ રીતે ગુજરાતના વિદેશી મુસલમાનો પૈકીનો મોટો ભાગ સૈનિક તરીકે આવેલ સાહસિકોને હતો. આમાં તુર્કી હબસીઓ સીદીઓ અને અફઘાનને સમાવેશ થાય છે. દેશી મુસલમાને
દેશી મુસલમાનોમાં ધર્માતર કરીને બનેલા મુસલમાનોનો સમાવેશ થાય છે. કેટલાકે વેરાએ, ઈસ્લામનાં ઉત્તમ ઉમૂલે થી પ્રભાવિત થઈને, ઈસ્લામ