________________
મું1
સામાજિક સ્થિતિ
બહાર જતાં મસ્તક ઉપર ટેપ પડી જાય, ઠેકર વાગે, આડો સાપ ઊતરે. દેવચકલી જમણા હાથ તરફ થાય, વગેરે અપશુકનની નિશાની મનાતી.૩૮
પુત્ર મેળવવા માનતા મનાતી. સ્વનિ ઉપરથી સારાનરસાં ફળને આદેશ અપાત. દર્વેશ(ફકીર) મુલ્લાં ગી જંગમ જડિયા શેખ વગેરેને ભવિષ્ય પૂછવામાં આવતું. ૯
વશીકરણ કરવા માટે રાતાં વસ્ત્ર અને રાતાં ફૂલથી, લક્ષ્મી મેળવવા માટે પીળા વસ્ત્ર અને પીળાં ફૂલથી, શત્રુને મસ્તકમાં શૂળ ઉત્પન્ન કરવા માટે કાળાં વસ્ત્ર અને કાળાં ફૂલથી, અને મુક્તિ માટે વેત વસ્ત્ર અને શ્રત ફૂલથી દેવની આરાધના થતી.•
મુરિલમ સમાજ સલતનત કાળ દરમ્યાન ગુજરાતમાં વસેલા મુસલમાનોની સારી એવી વસ્તી હતી. એ સમયને મુસ્લિમ સમાજ મુખ્યત્વે બે તત્વોને બનેલ હતઃ વિદેશી અને દેશી. ભારતની બહારથી એટલે કે અરબસ્તાન ઈરાન મકરાન અફઘાનિસ્તાન તથા અન્ય દેશોમાંથી આવી ગુજરાતમાં વસેલા મુસલમાનોને સમાવેશ વિદેશી તમાં અને ભારતના, ખાસ કરીને ગુજરાતના, મૂળ રહેવાસી, પરંતુ સ્વેચ્છાએ અથવા બળાત્કારે ધર્માતર કરીને બનેલા મુસલમાનેને સમાવેશ દેશી તમાં કરી શકાય. વિદેશી મુસલમાને
વિદેશમાંથી આવેલ મુસલમાને મુસાફરો વેપારીઓ સૈનિકે અને ધાર્મિક ઉપદેશકના રૂપમાં ગુજરાતમાં આવી વસ્યા હતા. ગુજરાતના સદભાગ્યે સારો એ સમુદ્રકિનારો મળે છે અને એના ઉપર ઘણાં ઉત્તમ બંદર આવેલાં છે. ભારતના પશ્ચિમી સમુદ્ર કિનારા ઉપર આવેલાં અગત્યનાં વેપારી બજારમાં અરબ વેપારીઓ ઘણા સમય પહેલાં આવી વસ્યા હતા.૪૧ અન્ય અરબ મુસાફરો પણ ભારત તથા ગુજરાતમાં સમય સમય પર આવતા રહેતા. ઈસુની આઠમી સદીથી માંડી તુર્કીના આગમન સુધીના સમયમાં મોટા ભાગના સૂફીઓ ફકીરે અને દરવેશો અરબસ્તાન તથા ઈનિમાંથી સમુદ્રમાર્ગે અથવા અફઘાનિસ્તાનમાં થઈને જમીનભાગે, પહાડી પ્રદેશો વટાવી, મજહબના પ્રચારાર્થે ગુજરાતમાં આવીને વસેલા.
ગુજરાતનાં બંદર મધ્યએશિયા ઈરાન અને રાસાનના બાદશાહે માટે અબવાબ ઉલ્ મક્કા' એટલે કે મક્કાના દરવાજારૂપ હોવાથી ઘણાં વિદેશી કુટુંબ