SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮) સસ્તનત કાલ [>, બદલીને ગમે તે સ્વરૂપ ધારણ કરી શકતી. એ ક્યારેક સૌંદર્યવાન યુવતી બનીને કેઈને પ્રલેવા માટે પણ પ્રયત્ન કરતી.૩૫ શ્મશાનમાં રહેતી રાક્ષસીઓ રાત્રે જે કઈ નજરે પડે તેને પકડે છે એમ મનાતું. જે ગણીઓ ચોસઠ હોવાની માન્યતા હતી. વેતાળ” વિશે એમ કહેવાતું કે એ નવ તાલ ઊંચો હોય છે, ગળામાં ફંડમાળા પહેરે છે, હાથમાં ખોપરી રાખે છે, એના કાન ટાપરા હોય છે, પગ છાપરા હોય છે, આંખ અને પેટ ઊંડી હોય છે તથા દેખાવમાં એ ઘણો બિહામણો હોય છે. એ જેને પ્રસનથાય તેની મનઃ કામના પૂરી કરે છે. ભૂત-પ્રેત વૈતાળ ડાકણ શાકણી ઉપરાંત ગધર્વ વિદ્યાધર જોગણી વગેરે અતિમાનવીય શક્તિઓમાં વિશ્વાસ ધરાનારા કેટલાક લેક એ શક્તિઓ દ્વારા પિતાની ઈચ્છાપૂતિ કરવાના હેતુથી એમની સાધના પણ કરતા. અનિષ્ટ નિવારણ માટે મંત્ર તંત્ર જંત્ર દોરા ધાગા અને ટુચકાના ઉપચાર પ્રચલિત હતા. સર્પવિષ મંત્ર દ્વારા દૂર થાય છે એવી દઢ માન્યતા હતી, પરંતુ આ ઉપચાર કારગત ન નીવડતાં દરદીનું અવસાન પણ થતું. કેઈ વ્યક્તિ કે પ્રાણીને વશ કરવા, એને હાનિ પહોંચાડવા અગર એને નાશ કરવા માટે અનુક્રમે વશીકરણ ઉચ્ચાટન અને મારણને પ્રયોગ થતો. લોકે અભિમ ત્રિત વાંટીઓ તાવીજ અને જત્ર ધારણ કરતા. નાનાં બાળકને જ્યારે અસામાન્ય કષ્ટ થાય અને એનું વાસ્તવિક કારણ સમજી ન શકાય ત્યારે એ બાળકને નજર લાગી છે એમ મનાતું. એવી કુદષ્ટિને બાંધવા માટે સામાન્ય રીતે ટુચકાને પ્રયોગ થતો. લગ્ન સમયે વરને નજર ન લાગે એ માટે વરની પાછળ બેસીને એની બહેન લૂણ ઉતારતી.શુભ પ્રસંગોએ અનાજને ઓવારીને દાનમાં અપાતું. શહેર કે ગામની સ્થાપના મુદ્દે જોઈ શુભ ચોઘડિયે કરવામાં આવતી. વિવાહ જેવાં કાર્યોમાં મુહૂર્ત વીતી ન જાય એ જોવામાં આવતું પરદેશ જતાં અથવા સારાં કાર્યો માટે પ્રયાણ કરતાં જે સામે મલપતો હાથી, જમણા હાથ તરફ જતો વેપારી, મંગળ ઉચ્ચાર કરતી સ્ત્રી, જયજયકાર કરતે ભાટ, “ઉદય થાઓ” એવો ઉચ્ચાર કરતી જેગિણી મળે, જમણી બાજુ ભૈરવ પક્ષી બોલે, ડાબા હાથ તરફ ગધેડે દેવચલી સસલું કે કૂતરે જાય, વળી પહેલે પહેરે હરણ નિર્ભયપણે જમણી તરફ જતું જણાય, સાંઢ ઘેડે ચાસ પક્ષી જમણી તરફ અને કાગડો ડાબા હાથ તરફ બોલે, તે એ શુકન વ્યક્તિની આશા પૂર્ણ કરે છે એમ મનાતું. આવાં શુકન થતાની સાથે શકનાથ લૂગડાને છેડે ગાંઠ વાળી દેતે. ઘેર દેવી ઘેડ હેવો એ શુભ ચિહ્ન મનાતું.૩૭
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy