________________
સામાજિક સ્થિતિ
[૨૬૭
માંથી મળેલા વિ. સં. ૧૪૬૬ ના સંસ્કૃત અભિલેખમાં સહદેવની બે પત્ની એના મૃત્યુ પાછળ સતી થઈ હોવાનું બતાવ્યું છે, એમાં મૃત્યુ પામેલા પતિ સાથે સહગમન કરવું એ સ્ત્રીઓ માટે સ્વર્ગની સીડી સમાન છે એવી આ સમયની માન્યતા પણ ઉલ્લેખાયેલી છે. સમાજમાં સતી પ્રત્યે સંમાનની ભાવના પ્રવર્તતી હતી. સતીઓની ખાંભી કરવામાં આવતી. જોકે સતીઓની બાધામાનતા રાખતા.
સતીપ્રથાથી ભિન્ન “જૌહર” નામની પ્રથા ખાસ કરીને રાજપૂત સ્ત્રીઓમાં પ્રચલિત હતી. જ્યારે કિલ્લે દુશ્મનના હાથમાં પડશે એમ નક્કી જણાતું હોય ત્યારે રાજપૂત કેસરી વસ્ત્રો પહેરી, ગળામાં તુળસીની માળા ધારણ કરી દુમને સામે ધસી જતા, ત્યારે એમના જેવી જ દઢ મનોબળવાળી એમની પત્નીએ અને પુત્રીઓ વિજેતા મુસ્લિમોના હાથમાં પડવું નથી એવો દઢ નિર્ધાર કરીને યમગૃહ(જમવર-જૌહર)માં પ્રવેશ કરતી. જૌહર વખતે સ્ત્રીઓ સ્નાન કરી, શરીર પર ચંદનને લેપ કરી વિશાળ કુંડમાં કુદી પડતી. જૌહર દ્વારા સ્ત્રીઓ પિતાનાં શીલ અને ગૌરવની રક્ષા કરવા ઉપરાંત પોતાના તરફથી નિશ્ચિત બનીને પોતાના વીર પતિઓને બલિદાન માટેની પ્રેરણા આપતી. સુલતાન મહમૂદશાહ બેગડાએ પાવાગઢ ઉપર આક્રમણ કર્યું ત્યારે ચૌહાણ રાજા જયસિંહની રાણી અને બીજી સ્ત્રીઓએ જૌહર કર્યું હોવાનું દષ્ટાંત પ્રસિદ્ધ છે. ૩૨
પડદાપ્રથાને પ્રચાર ક્ષત્રિયોમાં વિશેષ હતો, જ્યારે સામાન્યપણે સ્ત્રીઓ બુરખો કે પડદો નહિ રાખતાં આમન્યા રાખવાને પ્રસંગે પોતાની સાડીના છેડાથી ઘૂમટો કાઢીને મુખ ઢાંકતી.
દાસપ્રથા અગાઉની માફક ચાલુ હોવાનું સેવાવ્રતિ અને “રણમલ-છંદ” પરથી સૂચિત થાય છે. ૩૩ વહેમ અ. માન્યતાઓ
ભૂતપ્રેત વૈતાળ ડાકણ શાકણી વગેરેની બાબતમાં ઘણો વહેમ પ્રવર્તતા હતા. લેકો આ અતિમાનવીય શક્તિઓથી ડરતા. અમુક વૃક્ષ કે ઘર કે સ્થાનમાં ભૂત રહે છે, અમુક સ્ત્રીને એની સોડ્ય કે બીજી સ્ત્રીને વળગાડ હોવાથી એ પીડાય છે. અમુકે મેલા મંત્રની સાધના કરેલી છે, અમુક સ્ત્રી ડાકણ છે, વગેરે વહેમ સાર્વત્રિક હતા. વ્યંતર-વ્યંતરી ગમે તેને વળગે છે એમ મનાતું. બાળક સતત રડ્યા કરતું હોય અને એને છાનું રાખવાના બીજા ઉપાય નિ ફળ થાય તો એને વ્યંતરી વળગી હોવાનું મનાતું. વ્યંતરી પોતાનું અસલ : : ૫